Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વરસાદ ભીંજવે –
વરસાદ ભીંજવે –
★★★★★

© Ramesh Parekh

Classics

1 Minutes   170    7


Content Ranking

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે,

હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે.

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે,

અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે:

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે,

દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે.

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,

ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે:

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે,

નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે.

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે,

લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે:

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,

કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

OC RAMESH PAREKH ચોમાસું વરસાદ ભીંજાવું

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..