Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prabhudatt Bhatt

Others

3  

Prabhudatt Bhatt

Others

આજન્મ માતા

આજન્મ માતા

1 min
13.4K


માતા અમારી ઘણી વ્હાલી વ્હાલી,
આજે ફરી તું બહુ યાદઆવી;    
છે આ જગે તેં અમને ઊતાર્યા,  
ને સાથમાં કૈંક પિયુષ દીધાં.    
સારા નરોવા કરવા અમારા,  
બાધા ઘણીયે કરતી હમેશા;
પૂજ્યા ઘણા તેં પરમેશ્વરોને,  
સેવા કરી છે પરિવાર કાજે.  
તેં બારમાસી ખીલવી અમારી,
લ્હેરાય જોને નવલી રૂપાળી;
તું તો નથી તોય પુષ્પો સહિતે,
વિસ્તાર પામે પરિવાર વાડી.  
પિતા સહિતે કરતી અમોને,    
કુટુંબ કેરી વ્યવહાર વાતો;    
થોડા મહીંથીય બચાવતી તું,
સૈા સાથ રાખી સઘળાં સમાવે.  
સ્વગેૅ જઈને મલકી રહી તું,
તારાં જ ફુલો નિરખી નિહાળી;  
તારી કૃપાનો નવ અંત આવે,    
પ્રાસાદ તારો સવિસ્તાર પામે.  
તું તો હતી વ્હાલપની સરિતા,
તારા તટે સૌ જળ વ્હાલ પીતાં;
માંગું હું અેવુ ઈશ! તુજ પાસે,  
માતા રહો અાજ જન્મો પછીયે.                                                                      


Rate this content
Log in

More gujarati poem from Prabhudatt Bhatt