રોકે છે
રોકે છે
1 min
13.6K
જે મિજાજી સ્વભાવ રોકે છે
કેટલા અણબનાવ રોકે છે.
આપણે શબ્દનાં ઉપાસક,પણ
મૌન વાણીનાં ઘાવ રોકે છે.
પ્રશ્ન તડકાનો ક્યાં છે,પણ અમને
ઝાડનો આ ઝુકાવ રોકે છે.
લીલ તો જળનો કાટ છે અહીંયા
જે ઘડી જળ વહાવ રોકે છે
પ્રેમ છે આરપાર દેખાશે
કેમ તું હાવભાવ રોકે છે?
મૃત્યુથી ખાસ કૈં થયું નહીં તો
શ્વાસની આવજાવ રોકે છે