તો જોઇએ,
તો જોઇએ,
1 min
13.5K
ફૂલો ન હોય તો ય બગીચો તો જોઇએ,
ખુશ્બુનાં ખાલીપા ને દરજ્જો તો જોઇએ.
ઘરમાં ભલે ને રાચ-રચીલું ન હોય પણ,
એક બે તમારાં ઘરમાં વડીલો તો જોઇએ.
તમને ગઝલ તો કહેવી છે, પણ એક શર્ત છે,
દિલમાં તમારાં ક્યાંક ઉઝરડો તો જોઇએ.
મનમાં ઘૂસી ગયો છે મૂડીવાદ કેટલો?
તમને ધનિક કહેવા ગરીબો તો જોઇએ.
ચાલ્યા કરે ચરણ ને શું, મંઝિલથી પણ વધુ,
તળિયાથી તાળવા સુધી જુસ્સો તો જોઇએ.
તમને પૂછયા વગર તો મેં પાણી નથી પીધું,
મારા પછી જે આવે એ તરસ્યો તો જોઇએ.