Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Ramanuj

Others

2  

Jagruti Ramanuj

Others

એક નારીની કહાની.

એક નારીની કહાની.

1 min
6.8K


કૈકેયીની વ્યથા જાણી છે તે? એક નામ ઈતિહાસમાં..
કૈકેયી રામ આવ્યા છે કૈકેયી મા પાસે, મા
 
એક કાર્ય સોંપવા આવ્યો છું
હરહાલમાં કરવું પડશે આ કાર્ય પૂરું,
આ એક કાર્ય સાથે જોડાયા
મારા બીજા કાર્ય પુરા કરવા
મારે આ જગતનાં કામ,
અવતાર તમારો સાર્થક થશે..
 
પુત્ર, તારી મા છું
મા જ છે મારી સાર્થકતા
મારી વ્યથા તો સમજ,
ઈતિહાસ વગોવી નાખશે મને...
મારા નામ પર ફિટકાર વરસી જશે,
 
એક મા છું અને તું તો અધિક પ્રિય પુત્ર...
મંદ મંદ સ્મિત કરી રામ નીરખે છે
મન ભરી આજ એ શક્તિને,
જેનો થયો આ કામ માટે જન્મ.
 
હાથમાં લઈ હાથ બોલ્યા છે રામ, મા
તમે છો શક્તિનો અવતાર,
આપવો પડશે તમારે મારો સાથ..
મા કૈકેયીએ કર્યું છે મન મક્કમ
મનોબળ ના તૂટે રામ મારું
અટલ નિશ્ચય માટે થયા તૈયાર..
રામ, આ કામ કરવા ગણી તે મને યોગ્ય,
તૈયાર છું હું એ કઠિન ઘડી માટેએક પળમાં કહ્યું રામ..
કર તું સરસ્વતીદેવીને આદેશ,
આવી મારી જીહવા પર આસન લે
 
બસ અને કૈકેયીનું અસ્તિત્વ તો
અંકિત થયું પ્રભુ શ્રી રામના હ્રદયમાં.
હંમેશ માટે, ના કરી ફિકર એણે ઈતિહાસની
કાર્ય પ્રભુનું કરી પાવન થયા,
 
અચાનક વિચારે છે કૈકેયી મારું તો નામ પણ.
હંમેશ માટે એક રામની 'મા' રહીશ હું
આનાથી વધારે શું હોય એક નારીની કહાની.


Rate this content
Log in