Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Chaudhary Agam

Others

3  

Shailesh Chaudhary Agam

Others

ક્યાં ગયું?

ક્યાં ગયું?

1 min
13.8K


અહીં ચાલ્યા'તા રાતે, ભીનું એ રણ ક્યાં ગયું?
હથેળીમાં રાખ્યું'તું મેં, એ સગપણ ક્યાં ગયું?

ગઝલ ક્યાં છે? અંધારું છે દોસ્ત તારા વિના;
રહેતું તારી આગળ-પાછળ, મન પણ ક્યાં ગયું?

ઢળે સંધ્યા તો આવી જાતું ઉતાવળ કરી; ભલા!
આજે એની યાદોનું, એ ધણ ક્યાં ગયું?

જફાઓથી થાક્યો છું, જીવન મારા શાંત થા;
મને જેણે જીવાડ્યો, મૃત્યુ આ ક્ષણ ક્યાં ગયું?

થયા મોટા તો પામ્યા શું? થાકી ઊભા 'અગમ';
મજાની ઢીંગી-હોડી, ઓલ્યું બચપણ ક્યાં ગયું?

 


Rate this content
Log in