મુલાકાત થઈ છે
મુલાકાત થઈ છે
1 min
14.1K
ગઝલગુર્જરીની મુલાકાત થઈ છે,
કે જાણે હરિની મુલાકાત થઈ છે !
સુફી શાયરીની મુલાકાત થઈ છે,
ઝણણ ઝાલરીની મુલાકાત થઈ છે !
તને સુંદરીની મુલાકાત થઈ છે !
હજી ક્યાં પરીની મુલાકાત થઈ છે ?
નજર મેળવી ના શકો એની સાથે,
કોઈ બહાવરીની મુલાકાત થઈ છે ?
પછી તો ફૂલોનો જ વરસાદ વરસ્યો,
પ્રથમ કાંકરીની મુલાકાત થઈ છે !
ખૂલાં આંગણે બંધ ઘર જોઈ લીધું,
સૂની ઓસરીની મુલાકાત થઈ છે !