Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Tripathi

Others

4  

Heena Tripathi

Others

વિશ્વાસ ન રાખો

વિશ્વાસ ન રાખો

1 min
13.7K


વગર વિચાર્યે વાત ન રાખો
દુઃખો કાયમ પાસ ન રાખો
 
પીઠ જોઈને કરે પ્રહારો
એવા પર વિશ્વાસ ન રાખો
 
ખાલીપો ખખડાવે કોઈ
શંકાનો સહવાસ ન રાખો
 
શત્રુને તો પહોંચી વળશું
ઘાતક મિત્રો ખાસ ન રાખો
 
સફર મહીં જો મજા પડે તો
મંઝિલ કેરી આશ ન રાખો
 
ભેજ ભીતરનો સ્પર્શે કોઈ
એટલી ખુલ્લી જાત ન રાખો
 
શિખર જવાની નેમ હોય તો
જરીયે નીચી આંખ ન રાખો


Rate this content
Log in