Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ankit Trivedi

Others

2  

Ankit Trivedi

Others

ક્યાંય ના દેખાય

ક્યાંય ના દેખાય

1 min
6.8K


આપણી સંસ્કૃતિ કેમના જળવાય?
અમુલ્ય વેલને પાણી કેમ ના સિંચાય?
 
ઘેંટાની પાછળ ઘેંટા જતા દેખાય,
હરિનો મારગ કોઈને ના દેખાય,
અન્ન જ બ્રહ્મ છે તોય વેડફાય,
થોડા સ્વાર્થ ખાતર વધુ લેવાય,
પેટરૂપી હવનકુંડ વેડફાય,
એમાં માંસાહાર ઠલવાય,
ગૌમાતા વાસી અન્ન ખાય
 
ઘરનાં કુતરાને તાજું અન્ન અપાય,
કબૂતરના ચણ પડે પડે કોવાય,
ચકલીના ચોખા ક્યાંય ના દેખાય,
દુધ શિવજીનેય ચડાવાય
અને ભુખ્યાનેય અપાય
 
બંન્ને માટે કેમ ના વિચારાય?
વ્યર્થ વાણી વિલાસમાં સમય વેડફાય,
આપણામાં જ આપણી સંસ્કૃતિ મરતી દેખાય,
તૃણને તુચ્છ વિચારોમાં હજુય ચીંગારી દેખાય,
ભેગા મળી કંઈક કરીએ તો સંસ્કૃતિ જળવાય.


Rate this content
Log in