ચુપ રે'વાનું
ચુપ રે'વાનું
1 min
1.4K
જુઠ્ઠાઓના ઘરમાં છો તો ચુપ રે'વાનું,
સાચું કો'ને ડરમાં છો? તો ચુપ રે'વાનું.
નારી છો તો બોલે રાખો હક છે તમને,
હા પણ જો અહિ નરમાં છો તો ચુપ રે'વાનું
હા જોવો કારણ પુછીને બદનામ થશો
આપ જ આ કળતરમાં છો તો ચુપ રે'વાનું.
જો બાદ થશો તો પછતાશો આ દિલમાંથી,
મારા આ અંતરમાં છો તો ચુપ રે'વાનું
બોલો તો પંખાઈ જાશો આ માણસમાં,
ઈશ્વત થઈ હર ઘરમાં છો તો ચુપ રે'વાનુ.