Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

2.1  

Pramod Mevada

Others

અલગારી

અલગારી

1 min
7.2K


હસતાં મોંએ પીધું તું એ ઘૂંટ કડવું છે,
એક વાર તો હવે ઈશને પણ નડવું છે.

હાર્યો નથી તારી આ ઉલેહનાથી હજુય,
એકવાર તો સાથે તારી મારે રડવું છે.

વવાઈ ગયા છે પાક હ્ર્દયમાં પ્રણયનાં,
એકવાર લાગણીભર્યા હાથે અડવું છે.

આપી'તી એ ક્ષણે હ્રદયે એ મંજૂરી,
તારા ખાતર જ તો હવે બધે લડવું છે.

કબૂલ્યું હતું જે ક્ષણ એજ ફરે ચોફેર,
એકવાર તો ખુદના હૃદયમાં જડવું છે.

વિંધાતો રહું ભલે પળ પળ એકાંકી,
એકવાર તો અહીં લાશ બની સડવું છે.

દેખાય ક્યાં ઘાવ બધાને હ્ર્દયનાં,
અલગારી એક પળ ભાંગી પડવું છે.


Rate this content
Log in