Harsh Bhrambhatt

Others


4  

Harsh Bhrambhatt

Others


જિંદગી

જિંદગી

1 min 13.6K 1 min 13.6K

જિંદગીમાં એટલે અંધાર છે
ક્યાં હજી અજવાસની હકદાર છે

ફક્ત મૂર્તિને જ એની જાણ છે
કે પૂજારી કેટલો ખૂંખાર છે

ઊંચકું છું એને હું અડકયા વિના
મારી પર એવા ઘણાયે ભાર છે

મૃત્યુ લગ વ્હેરે છતાં અડકે નહીં
શ્વાસ પર એવી સમયની ધાર છે

હું હવે એકાંત બમણું ભોગવું
કોઈ અંદર છે ન કોઈ બ્હાર છે


Rate this content
Originality
Flow
Language
Cover Design