Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જઈએ
જઈએ
★★★★★

© Ankit Gorasiya

Others

1 Minutes   7.2K    6


Content Ranking

વરસાદ તો માત્ર બહાનું છે,
તારી આંખોની આસપાસ ઘેરાયેલા કાજળનાં ઘેરાં વાદળો;
અને તારા સ્મિતમાં રહેલી વીજળીની સાથે આવતી 
તારા રૂપની વાછટમાં હું રોજ ભીંજાઉં છું.
અને બધા સમજે છે કે
હું ક્યારેક જ વરસાદમાં પલળવા જાવ છું.
ચાલ આજે બુંદ બુંદની જેમ મળતા જઈએ;
ના, ના, કરતા કરતા પણ પલળતા જઈએ.
અનેક તોફાન સર્જાશે નેણથી નેણ મળતા;
ચાલ, આ તોફાનમા આજે ઊછળતાં જઈએ.
આપણે તો ઇશારાઓ થકી વાત કરી લેશું;
વીજળીઓનો સંવાદ પણ સાંભળતા જઈએ.
જામશે આ મેઘ તો મુલાકાત પણ જામશે;
ચાલ આજે એકબીજામાં ઓગળતા જઈએ.
વરસાદના ટીપાં બંધાય જશે નીચે પડતાં;
આપણે જગના બંધનમાંથી નીકળતા જઈએ.
ઈચ્છા પણ હતી, હવે બહાનું પણ છે;
“અંકિત” ચાલ મળ્યા જ છીએ તો પલળતા જઈએ.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..