Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Prajapati

Others

3  

Varsha Prajapati

Others

હોય છે

હોય છે

1 min
14K


વાત આખા બાગની છે ક્યાં ફિઝાની હોય છે,

હોઠથી સરતી નથી એ વાત છાની હોય છે

 

આંખમાં ઉગતી નથી એ લાગણીની જાત શું?

વેદના તો પાંપણોમાં પાળવાની હોય છે

 

લાકડું બળતણ બની જીવ્યા કરે છે એટલે,

ઝાડની સાચી કથા પીછાણવાની હોય છે

 

એક રાધા, એક મીરાં, એક કાળો કાનજી,

વાત છે બસ પ્રેમની, સ્વીકારવાની હોય છે

 

સાવ સાચી લાગણી માટે અમે તરસી ગયા,

તોય સાલી જાતને શણગારવાની હોય છે.

 

 

 


Rate this content
Log in