Dhruvit Katrodiya

Others

3  

Dhruvit Katrodiya

Others

વિપશ્યના

વિપશ્યના

7 mins
279


લાઈફ લેસન ફ્રોમ :-  વિપશ્યના સાધના 


વિપશ્યના એટલે જિંદગીને જોવાની બીજી નવી રીત.

વિપશ્યના એટલે એક અલગ અનુભવ.

વિપશ્યના એટલે આત્મા સાથેનો સંવાદ.

વિપશ્યના એટલે શરીરને મન સાથે જોડવાની પદ્ધતિ.

વિપશ્યના એ આશરે આજ થી ૨૫૦૦ વર્ષ જૂની એક સાધના છે. જેમાં ભાગવાન બુદ્ધ કંઈ રીતે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું.તે રીત વિપશ્યનામા સાધકો ને શીખવાડવામાં આવે છે. વર્ષો જૂની આ ક્રિયાનુ ઉદગમ સ્થાન ભારતમાંજ હતું. પરંતુ આ સાધનાને ઘણા લોકો એ ધર્મ સાથે સાંકળી લીધી. જેથી તેનુ અસલી રૂપ ભારતમાંથી લુપ્ત થઈ ગયુ હતું. પરંતુ ભારતદેશની બાજુનો નાનકડો એવો બર્મા નામના દેશ મા અવિદ્યા ગુરુ-શિષ્ય પરંપરા મુજબ ચાલતી રહી અને તેનુ મૂળસ્વરૂપ સચવાતુ રહ્યું હતું. આ સાધનાથી ઘણા લોકોએ મોક્ષ ની પ્રાપ્તિ થઈ અને ધન્યતા મેળવતા રહ્યા. ભારતમા આ સાધના ૫૦ વર્ષ પૂર્વે સત્યનારાયણ ગોએન્કા (ગુરુજી) ના કારણે ભારતમાં પાછી લાવ્યાં. આજે દુનિયાભરમા ઘણા બધા સેન્ટર છે જ્યાથી સાધકો આ વિદ્યાનો લાભ લઇ શકે છે અને જીવન મા ધન્યતા પ્રાપ્ત કરી શકે છે. 

એક કહેવત છે તે પ્રમાણે :- 

                     "સંપત્તિ ના દાન થી એક વ્યક્તિ પુણ્ય મેળવી શકે છે પરંતુ 

                              વિદ્યા ના દાન થી આત્મા ની પુણ્યતા મળી શકે છે "

માટેજ વિદ્યા ના દાન ને બધા દાન થી ઉપર ગણાય છે. આ હેતુ થી વિપશ્યના કેન્દ્રમાં આ સાધના સાધકોને શીખવાડાય છે.

વિપશ્યના સાધના એ કુલ ૧૨ દિવસ ની સાધના હોય છે. સાધનમાં મુખ્યત્વે ૧૦ દિવસ મા અભ્યાસક્રમ હોય છે. તેમાં પહેલા દિવસને શુન્ય દિવસ ગણવામાં આવ છે અને ૧૨ દિવસ ને વિદાય(મૈત્રી) દિવસ કહેવામાં આવે છે. જયારે મુખ્ય સાધના પ્રથમ દિવસ થી શરુ કરી ૧૦ દિવસ સુધી કરવામાં આવે છે. આ ૧૦ દિવસ માં પ્રથમ ત્રણ દિવસ અનાપાન ક્રિયા અને પછીના ૭ દિવસ મુખ્ય વિપશ્યનાની સાધના કરવામાં આવે છે અને છેલ્લા દિવસે મૈત્રી સાધના કરવામાં આવે છે.

વિપશ્યનામા આખા દિવસ ના ૧૦ થી ૧૧ કલાક જેટલું સાધકો ને ધ્યાન કરવાનું હોય છે. પેહલા આપડે ૧૦ થી ૧૨ કલાક વિચાર્યે કે આ સંભવ છે? પરંતુ આ કેન્દ્રનું વાતાવરણ જ એવુ છે કે સાધકોને ખુબજ સાધનામાં આનંદ આવે છે અને જિંદગી માં કોઈ દિવસ અનુભવ ના કર્યો હોય તેવો સાધકો શાંતિનો અનુભવ કરે છે.

પહેલા ત્રણ દિવસ અનાપાન ક્રિયા શીખવાય છે. જેમા શ્વાસ પર ધ્યાન રાખવામાં આવે છે. અને સંવેદના અનુભવ કરાવતા શીખવાડે છે. સંવેદનાના બે પ્રકાર છે. તેમાં જો સંવેદના ઠંડી, ગરમી, ખંજવાળ જેવી હોય તો તેને સ્થૂળ સંવેદના કહે છે અને જો સંવેદના કંપન, તમતમત રૂપ માં હોયતો તેને સુક્ષમ સંવેદના કહેવામા આવે છે. ત્યારબાદ સંવેદનાની પ્રતિક્રિયા વિષે શીખવાડાય છે. જેમાં જો સંવેદના સારી હોય તો રાગ ના જગાડવો. જો સંવેદના ખરાબ હોય તો તેને દ્વેષ ના જગાડવાનુ કહે છે. પરંતુ સંવેદના ને તટસ્થ ભાવ થી જોવાનું શીખવાડાય છે. જયારે સંવેદના અનુભવીએ ત્યારે સાધકોને ખબર પડે છે કે આપડામાં શરીરમાં કરોડો સંવેદના ઉત્પન્ન થાય છે અને કરોડો મટી જાય છે. એટલેજ ગુરુજી કહે છે કે કોઈપણ સંવેદના પરમેનન્ટલી નથી હોતી. એક સમયે સંવેદના નો નાશ થાયજ છે. જે આપડા જીવન મા ખુબજ ઉપયોગી થાય છે. કારણકે જો આપણામાં ગુસ્સો વધુ આવતો હોય તો તેને સાંભળી લેવો. કારણકે ગુસ્સો પણ સંવેદનાની જેમ થોડા સમય માટેજ હોય છે. આ વિપશ્યના આપડા ચાલુ જીવનમાં ખુબજ ઉપયોગી છે. જેમકે ચિંતા, બેચેની અને ડર પણ થોડા સમય માટે હોય છે. એટલે વિપશ્યના મુજબ તેનુય નાશ પાક્કો છે.

પછી ૪ દિવસ થી વિપશ્યના સાધના શીખવાડાય છે. શ્વાસને શરીરના બધા ભાગ માથી પસાર કરી દેવામા આવે છે. અને છેલ્લે દિવસે મૈત્રી ભાવનાની સાધના શીખવાડાય છે. વિપશ્યના ક્રિયા કરીએ ત્યારે શરીર અને મનનો એક નવોજ આભાસ થાય છે. ૬ દિવસ થી જો કોઈ સાધકો ને શેલ માં જવું હોય તો તેની પરવાનગી મળી શકે છે. શેલ એટલેકે એક અલગ થી બધાના અલગ અલગ ધ્યાનરૂમ જેવું બનાવેલું હોય છે. જ્યાં સાધક શાંતિથી ધ્યાન કરી શકે છે. શેલમાં ધ્યાન કરવાની પણ એક અલગ માજા છે. કારણકે તેની બનાવટ એરીતે હોય છે કે આખુ મન પ્રફુલ્લિત થઇ જાય છે. છેલ્લે ૧૦ મા દિવસે આર્યમૌન તોડવાની પરવાનગી આપવામાં આવે છે અને બધા એકબીજા સાથે વાત કરી શકે છે.અહીં સાધના કરવામાં પ્રથમ ૨-૩ દિવસ થોડા અઘરા લાગે છે પરંતુ પછીથી આપડે એની ટેવ પડી જતા તે સામાન્ય બની જાય છે. જયારે ૧૦ મદિવસે આ જગ્યા છોડવાનું મનજ થતુ નથી.

વિપશ્યના એટલે બધા ભૂત-ભવિષ્ય ભૂલીને વર્તમાનમાં જીવવાની અને આનંદ માણવાની એક રીત.

વિપશ્યના કેન્દ્રના નિયમ ખુબજ અઘરા અને સાધકોએ જો વિપશ્યના વિદ્યા નુ પરિણામ મેળવવું હોય તો તેને સંપૂર્ણ પાલન કરવું જરૂરી છે. કારણકે જો નિયમ પાલન ના કરે તો વિદ્યામા અડચણ આવી શકે છે.   

કોઈપણ ઇલેક્ટ્રિક વસ્તુ સાથે ના રાખવી જોઈએ.

પૈસા અને બીજી કંઈપણ વસ્તુ તમારે રિસેપ્શન ઉપર જમા કરાવી દેવાનુ હોય છે.

બ્રહ્મચર્ય નુ કડક પાલન કરવુ પડે છે.

આર્ય મૌન નું પાલન કરવાનુ હોય છે.

કઈપણ વાંચવાના સાધનો સાથે ના રખાય.

જો કોઈ દવા ચાલુ હોય તો તે દવા આચાર્ય ને પૂછીનેજ લેવાની હોય છે.

જો કોઈ કામ હોય તો તમે ખાલી આચાર્ય ને જ કહી શકો છો અથવા લખી શકો છો.

જમવાના સમયે બેલ પડે તે ચોક્કસ સમયે પહોંચી જવાનું હોય છે.

અને ખાસ તમારે સમયપત્રક નુ પાલન કરવાનું હોય છે.

વિપશ્યના વિદ્યા નુ અગત્યનું સમયપત્રક નીચે મુજબ નુ હોય છે.

સવારે ૪ વાગ્યે વિપશ્યનાના ઘંટ વગાડે ત્યારે બધાય સાધકોને તૈયાર થઈને મેડિટેશન હોલ મા ભેગા થઇને સાધના કરવાની હોય છે. એટલેકે ૪:૩૦ થી ૬:૩૦ સુધી સાધના પછી ૬:૩૦ થી ૮ વાગ્યા સુધી નાસ્તાનો સમય હોય છે. ત્યારબાદ ૮ થી ૧૧ વાગ્યા સુધીનો સમય હોલ મા સાધના કરવાની હોય છે. પછી બપોરે ૧૧ વાગ્યા થી ૧ વાગ્યા સુધી બપોરનું જમવાનો સમય હોય છે. તેમાં જમીને થોડુ રેસ્ટ પણ કરી શકો છો. તમે આ સમય માં આચાર્ય ને સાધના વિષેના સવાલ હોય તો પૂછી શકો છો. ત્યારબાદ ૧ વાગ્યા થી ૫ વાગ્યા સુધી હોલ માં સાધના કરવાની હોય છે. પછી સાંજે ૫ વાગ્યાથી ૬ વાગ્યા સુધી કલાક નો ડીનર સમય હોય છે. અને સાંજે ૬ વાગ્યાથી ૯ વાગ્યા સુધી ગુરુજી નું પ્રવચન અને સાધના હોય છે જેમાં તેઓ સાધના ની વિગત આપે છે અને બીજે દિવસે શું કરવાનું છે તેની મેથડ સમજાવે છે.

વિપશ્યના એટલે બધા દુઃખ ને ભુલાવીને અત્યારે જે થઈ રહ્યું છે તેમાં સામેલ થવાની નવી પદ્ધતિ.

તમે અહીં રહો છો તો તમારે આર્યમૌનનું ચુસ્ત પાલન કરવાનું હોય છે. આર્યમૌન એટલે કે કોઈની સાથે બોલવાનું નહિ. તમારે કોઈ ની સાથે આંખપણ નહિ મેળવવાંની. અહી ભોજન ની સગવડ અવ્વલ રાખવામાં આવ છે. જેમાં દિવસ માં ત્રણ વાર જમવાનું અપાય છે. સાંજે હળવો નાસ્તો રાખવામાં આવે છે. સાધકે ૧૦ દિવસ સુધી દુનિયા સાથેનો સંપર્ક છોડી દેવામાં આવે છે. કારણકે સાધકો ને સાધુ જીવન જીવવું પડે છે. માટેજ ગુરુજી એ શુન્ય દિવસ મા કહ્યું હતું ઍટલે વિપશ્યના સેન્ટર જે આપે તે ખાવાનુ. આર્યમૌનનું પાલન કરવું. દુનિયાથી સંપર્ક તોડી દેવો. એજ આ સાધના નો મુખ્ય હેતુ છે. કારણકે સાધુ જીવન જે રીતે પસાર કરે તે રીતેજ સાધકોએ પસાર કરવાનુ હોય છે.

વિપશ્યના મા શીલ, સમાધી અને પ્રજ્ઞા નુ મહત્વ પાળવાનું અને તેનું મહત્વ શીખવાડાય છે.

ગુરુજી કહેછે કે, શીલ, સમાધિ અને પ્રજ્ઞાના મિલાન થીજ ધર્મ બને છે અને તેનું પાલન આ વિદ્યા માં કરવામાં આવે છે.

      શીલ + સમાધી + પ્રજ્ઞા = ધર્મ 

 

મારો વિપશ્યનાનો અનુભવ :- 

મને પણ આ વિદ્યા શીખવાનો ઉત્સાહ હતો. પરંતુ આવી ભાગતી જિંદગી માં એટલો સમય મળવો મુશ્કેલ હતો. પરંતુ મે નિશ્ચ કર્યો હતો કે મારે નવા વર્ષે વિપશ્યના વિદ્યા નો લાભ લેવોજ છે. એટલે મને નવા વર્ષ ની શરૂઆતમાંજ  ૧/૧/૨૦ થી ૧૨/૧/૨૦ માં જવાનો મને પાવન અવસર મળ્યો હતો. 

હુ જયારે ત્યાં પહોંચ્યો તો તે સ્થળનું વાતાવરણ જોઈ ને મંત્રમુગ્ધ થઇ ગયો. આજુબાજુ લીલોતરી અને પક્ષીઓના કલરવ ચોખ્ખા સંભળાઈ રહ્યા હતા. એવુ લાગતું હતું કે જાણે કુદરતે પોતાના પગ અહીંજ ફેલાવ્યા હોય. જાણેકે કુદરત ના ખોળે આવી ગયા હોય તેવું લાગતું હતું. આખા વાતાવરણમાં એક નવી શક્તિજ હોય તેવું લાગતુ હતુ.

વિપશ્યનાની એક વાત મને ખુબજ ગમી હતી. ગુરુજી એ સંવાદમાં કહ્યું હતુ કે, કઈ ધ્યાન કરવા બેસીયે આપણું સંસ્મરણ પેહલા કોઈ વ્યક્તિ અથવા મનપસંદ ઘટના કે વસ્તુ આવી જાય છે. પરંતુ વિપશ્યનાની સાધના માં કોઈ વસ્તુ ને લઇ ને ધ્યાન કરવામાં આવતું નથી.જે વિપશ્યનાની મુખ્ય ખાસિયત છે. પેહલાના થોડા દિવસોમા બધાજ વિચાર આવે છે જેમાં મુખ્યત્વે આપડા જીવન ને લગતા. પછી આ વિચારો પર કાબુ મુકતા વિચારો ની સંખ્યાં ઓછી થતી જાય છે. 

મને વિપશ્યના માં જવાથી મને એક વાત શીખવા મળી કે, વિપશ્યના સાધના શીખવા માટે મુખ્ય એક્સપર્ટ માણસો આવે છે. એટલે કે કોઈ ડૉક્ટર, તો કોઈ ધંધાર્થ તો કોઈ શિક્ષક. પોતાનો અમૂલ્ય સમય વિપશ્યના સાધના શીખવામાં આપે છે. વિપશ્યના પરથી તાત્પર્ય એવું નીકળે કે જે આગળના જીવન માં ખુબજ ફાયદો થાય. 

આ વિપશ્યના કેન્દ્રનું સંચાલન તેમના અનુયાયી દ્વારા કરવામા આવે છે. આ આખુ કેન્દ્ર લાભાર્થી ના દાનમાંથી ચાલે છે. અહિયાંના સાધકો પાસેથી ફી પેટે લેવામા આવતુ નથી. પરંતુ જે કોઈ સાધકોને નવા આવનારા સાધકોને ફાયદો થાય તે હેતુથી આપવું હોય તોતે આપી શકે છે. 

વિપશ્યના ના કારણે સ્વભાવમાં ખુબજ બદલાવ આવે છે. જેનો મેં અનુભવી રહ્યો છુ.અત્યારે હું મારા સ્વભાવ ને વિપશ્યના સાધના પહેલાથી જોહું તો મને ખુબજ બદલાવ આવ્યો છે. આજે નાની નાની વાત મા ગુસ્સા નુ પ્રમાણ ઘટયું છે. ચિંતા નુ પ્રમાણ પણ ઘટયું છે. કારણકે હુ પહેલા નાની વાત મા ખુબજ ચિંતા કરતો હતો. મારા ચેહરા ઉપર કોઈક અલગ પ્રકાર નિજ સ્માઈલ આવે છે. માઈન્ડ ચોખ્ખું થઇ ગયું છે. આજે મારા મનમાં દ્વેષ ની ભાવના ઓછી થઈ ગઈ છે. વિપશ્યના થીજ હુ મારૂ અસલી રૂપ જોઈ શક્યો છુ. મારો આત્મવિશ્વાસ ખુબજ વધી ગયો છુ.

છેલ્લે દિવસે જયારે મૌન તોડવાની પરવાનગી મળે ત્યારે બધાના અનુભવ જાણવાની અને તેમના વ્યક્તિત્વ જાણવામાં અલગજ મજા આવે છે. કારણકે બધાય સાધકોના મગજ લગભગ એક જેવાજ હોય છે અને કંઈક નવું શીખ્યા એમની વાતો ની મજાજ અલગ હો છે.

વિપશ્યનામાં જઈને મને એક એવો લાઈફ લેસન મળ્યો કે મને ખુબજ આજેપણ લાભ થઈ રહ્યો છે. વિપશ્યના ૭૬ વર્ષના દાદા મારા રૂમપાર્ટનર હતા. દાદા નુ નામ જયંતી કાકા હતુ. તેમની ઉંમર પ્રથમ દિવસે જાણ્યા પછી હું મારા ખાલી સમયે તેમનો અભ્યાસ કરતો કે તેઓ કોઇ રીતે આ લાંબી ઉમેરે પણ પોતાનો વિપશ્યનાનો નિશ્ચય પૂરો કરે છે. અને આવી લાંબી ઉમેર માં પણ કોઈક નવું શીખે છે. મારા પ્રોજેક્ટ મુજબ મે એમને પૂછ્યું હતું જે હુ બધાયને પૂછું છુ રીતે કે. what is important in life and what is your life lesson. ત્યારે તેમણે મને સરસ જવાબ આપ્યો હતો. તેમણે મને કહ્યુંકે            

                       " when you reach at the pick(old) age 

                           there is no matter how much you have money 

                             but matter is how many people loved and respect you" 

વિપશ્યના સાધના તમને થેન્ક યુ કહેવા માંગુ છું. કારણકે તમે મને મારી આત્મા સાથે મેળાપ કરાવ્યો.

|| ભવતઃ સર્વત્ર: મંગલમ: || 


Rate this content
Log in