લાઈફ લેસન ફ્રોમ કોરોના
લાઈફ લેસન ફ્રોમ કોરોના
કોરોના શબ્દ સાંભળીને જ આપણું મન આકુળ-વ્યાકુળ થઈ જાય છે અને મગજ મા એવો ભય અને ચિંતા ઉત્પન્ન થાય છે કે જેની કોઈ વ્યાખ્યા ના હોય.
આજ થી બે-ત્રણ મહિના પેહલા કોઈને આ કોરોના શબ્દ વિષે ખબર પણ ના હતી. આપણે બધાય એમજ માનતા હતા કે ચાઇના વાળાએ કોઈક ને હેરાન કરવા નવુ કાઢ્યું લાગે છે.
પણ ધીમે ધીમે આ ચીન માથી નીકળીને સૂક્ષ્મ રજકણ જેવા આ વાઇરસ આજે આખી દુનિયામા પોતાના પગ ફેલાવી દીધા છે. આમા તેમણે આખું અમેરીકા,એશિયા અને યુરોપ સહીત આખું જગત પર રાજ કરી નાખ્યુ છે. આજે આ વાયરસ ના લીધે આખી દુનિયામા લાખો માણસો મરી રહ્યા છે જે ખુબજ દુઃખની ભાવના છે.
આવી ખરાબ પરિસ્થિતિમાંથી ક્યારે નીકળીએ તેની તો ખબર નથી પરંતુ જયારે પણ નીકળસુ ત્યારે આપડી પાસે ઘણા સવાલો હશે અને આખી દુનિયા એની ઉપર વિચાર કરવા મજબુર થઈ જશે. આ પરિસ્થિતિ આપણને ઘણી શિખામણ આપતી જશે.
૧. તમારા દેશ પાસે ગમે તેટલા મોટા યુદ્ધ સાધનો અને પૈસા હશે પરંતુ જો કઈ મેડિકલ પ્રક્રિયા નહિ હોય તો તે સાધનો અને પૈસા નકામા છે.
૨. બધા રિપોર્ટ પરથી કહી શકાય કે ચીન ત્રીજું વિશ્વ યુદ્ધ એકપણ મિસાઈલનો ઉપયોગ કર્યા વગર જીતી ગયુ છે અને કોઈ પણ દેશ તેને રોકી ના શકયો
૩. આજે દુનિયાના સાચા હીરા ડોક્ટર્સ,પોલીસ અને મિલેટ્રી છે નહિ કે એક્ટર કે રમતવીર.
૪. હમણાં સુધી દુનિયા ભારત ને ગેરશિસ્ત દેશ મા ગણતી હતી પરંતુ આજે તેવા લોકો ને ભારતે તમાચો મારી દીધો. મેં એક વિડિઓ જોયો કે અમેરિકા જેવા દેશ માં લોક ડાઉન નો વિરોધ કર્યું. કારણકે લોકો એ એવો વિરોધ કર્યો કે અમે ગમે ત્યા ફરી શકતા નથી અને કામ પર જઈ શકતા નથી. પરંતુ આપણા ભારતદેશ માં પોલીસ ભાઈઓના મદદ થી આજે લોક ડાઉન નુ ખુબજ પાલન થઈ રહ્યું છે.
૫.આજે આખા દુનિયા ભારતને કોરોના સામે લડવામા સાથ આપે છે. એટલેજ કાલે સ્વિટ્ઝર્લૅન્ડ ની સરકારે કાલે પોતાના સૌથી ઊંચા પર્વત પર ભારત નો ધ્વજ નું પ્રદર્શન કરીને ભારત નો આત્મવિશ્વાસ વધાર્યો. આખી દુનિયાને ખબર પડી કે કપરા અને ખરાબ સમય મા ભારતજ ખરાબ સમય સંભાળી શકે છે.
૬. આપડા દેશ ના પ્રધાનમંત્રી પણ થોડા થોડા દિવસે લોકો નો આત્મવિશ્વાસ વધારવા દેશ ને સંબોધે છે. તેમજ લોકો ને હૂંફ આપે છે કે તમારી સેવામાં અમે બધા હાજર છીએ. તેઓ ક્યારેક દેશના પોલીસ અને ડોક્ટરો ને સંગીત વગાડીને તો કયારેક દીવો પ્રગટાવીને લોકોને શ્રદ્ધાંજલિ આપે છે અને ક્યારેક દેશી ઉપચાર થી કોઈ રીતે કોરોના વાયરસથી બચી શકાય તેની માહિતી આપે છે.
૭. મે એવા ઘણા લોકો ને જોયા છે જેઓ કેહતા હતા કે આપણે ભારતની બહાર અમેરિકા,ઑસ્ટ્રલિયા કે યુરોપ મા જનમ્યા હોત તો સારુ હોત પરંતુ ભગવાન કરે એ સરખુ વિચારીને જ કરે છે માટેજ આપણને ભારત મા જન્મ આપ્યો.
૮. આવા કપરા સમય મા લોકો ને ખબર પેડી કે કુદરતી ખોરાક જ ઉપયોગી છે અને જંક ફૂડ વગર પણ દુનિયા ચાલી શકે.
9. પેહલી વાર પશુ અને પક્ષી ઓને એમ થયુ કે આ દુનિયા અમારા માટે પણ છે.
૧૦. જો માણસો સોના, ચાંદી અને ખનીજ તેલ નો ઉપયોગ ઓછો કરે તો તેની કોઈ કિંમત નથી અને વ્યર્થ છે.
૧૧. આજે દુનિયાને એક નવો સંદેશો મળ્યો કે કામ અને શિક્ષણ ઘરે થી પણ થઈ શકે છે.
૧૨.કોરોના એ એકતો ખુબજ સારો શિખામણ આપી છે કે પૈસા ની કોઈ કિંમત નથી. કારણકે મોટા ભાગના લોકો પૈસા પાછળ ગાંડા હોવાથી તે પોતાનો સમય પરિવાર ને નતા આપતા. કોરોનાએ સારો બોધ આપ્યો કે કોરોના પૈસા જોઈને આવતો નથી, માટે કોરોન પુરા થયા પછી પૈસા ન ખુબજ મહત્વ ના આપવું અને થોડો સમય પરિવાર ને પણ આપવો.
૧૩.આપડી ભારતીયસંસ્કૃતિ નો એક નિયમ હતો કે બહાર થી આવીને હાથ અને મોઢું ધોવું. જે આવા કપરા સમય માં ખુબજ કામ આવે છે અને કોરોના સામે લડવામાં
શક્તિ આપે છે.
૧૪.કપરા સમય મા પણ ભારત પોતાની નિઃસ્વાર્થ ભાવ ની સેવા ભુલ્યુ નથી. આજે તે પોતાના દેશ મા તૈયાર થયેલી દવા બીજા દેશ ને આપે છે અને દેશ નો "વસુધૈવ કુટુંબક્મ" ની ભાવના પુરી કરી રહ્યું છે.
આ કોરોના વાઇરસ ન લીધે ઘણા ફાયદા પણ થયા છે.
*ખાસ તો વાતાવરણ મા ખુબજ મોટી અસર થઈ છે. અત્યારે વાતાવરણ મા એટલી ચોખ્ખાઈ છેલ્લે બીજા વિશ્વ યુદ્ધ પેહલા હતી એટલે એમ કહી શકાય કે આ એક સારી ગુણવત્તા નો ફાયદો થાય છે. લોક ડાઉન ના લીધે બધી ફેક્ટરી બંધ હોવાથી તેમનુ પ્રદુષિત પાણી નદીમાં ના આવવાથી ગંગા નદી ની પાણી ની ગુણવત્તા માં ૪૦ થી ૫૦
ટકા સુધી નો ફાયદો થયો છે.
* મને કોરોનથી મોટો પોઝિટિવ ફ્રાયદો એવો લાગે છે કે, આ સાચો સમય છે કંઈ ખોટી આદત છોડવાનો જેવીકે તમાકુ, દારૂ નુ વ્યસન કારણકે અત્યારે લોકોને એવી વસ્તુ સામાન્ય રીતે મળતી નથી. વિજ્ઞાન પણ એવુ ક્હે છેકે જો કઈ નવી આદત પાડવી હોય તો તેને ૨૧ દિવસ જેટલો સમય લાગે છે. માટે જો માણસો આ દિવસો મા સજાગતા રાખે તો તે પોતાન ખરાબ આદતો થી મુક્ત થઇ શકે છે અને પોતાનુ નવુ જીવન જીવ શકે છે.
* અત્યારે આપણે ફોટામા જોઈ શકીયે છીએ કે અવારનવાર પ્રાણીઓ રસ્તા પર નજરે દેખાય આવે છે. આ ઉપરથી કહી શકાય કે દુનિયા ઇચ્છે તો બધી વસ્તુ બદલી શકે છે અને શુદ્ધ વાતાવરણ બનાવી શકે છે.
* ભારતે લોક ડાઉન કરીને આખી દુનિયાને સમજાવી દીધુ કે દેશ ની અર્થતંત્ર કરતા માણસ ખુબજ જરૂરી છે.
આપડી ગુજરાત મા એક કહેવત છેને કે "આ સમય પણ જતો રહેશે" માટે ચાલો મિત્રો થોડો આપણે બધા એક નિર્ણય લઈએ કે ઘરેજ રહીયે અને થોડા દિવસ માટે વેસ્ટર્ન હાથ મેલવાની પ્રક્રિયા ભૂલીને અપને આપડી પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે બે હાથ જોડીને નમસ્તે નો ઉપયોગ કરીયે અને આ કોરોના સામે વિજય મેળવીયે.
આજે છુટા રહીશું તો કાલે ભેગા જરૂર થાઈસુ
પણ જો અત્યારે ભેગા થઈ શું તો હંમેશા માટે છુટા પડી જઈશું.