Arjun Sathwara

Others

4.3  

Arjun Sathwara

Others

વેક્સિન લીધાનો અનુભવ

વેક્સિન લીધાનો અનુભવ

3 mins
234


કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો..મેં નોંધેલા થોડાંક પોઇન્ટ્સ શેર કરું છું.

> ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, વારો આવે એટલે વેક્સિન લઈ લેવી. (એનાથી એવી કોઈ ગેરંટી નથી મળી જતી કે કોરોના નહિ થાય, પણ હોસ્પિટલની હાડમારીના અને હેરાનગતિ થવાના ચાન્સિસ ઘટી જશે.)

> વેક્સિન લીધા બાદ અડધોક કલાક સેન્ટર પર જ બેસવું અને જેથી કોઈ તકલીફ જેવું લાગે તો તરત હોસ્પિટલ સ્ટાફને જાણ કરી શકાય.

> PHC/CHC સેન્ટર કે વેક્સિન કેમ્પ ઉપર રહેલો હોસ્પિટલનો સ્ટાફ આટલા દિવસોથી ખડે પગે છે એટલે એય થોડો કંટાળેલો છે, થાકેલો છે. એટલે કોઈ અગત્યના સવાલ પૂછવાનું એ લોકો ભૂલી જાય છે. જેમ કે, બીજા કોઈ રોગની ટ્રીટમેન્ટ શરૂ છે કે નહિ.? તો જો એવી ટ્રીટમેન્ટ શરુ હોય તો પહેલાં તમારાં ડોક્ટરને પૂછીને પછી જ વેક્સિન લેવી અને વેક્સિન આપતાં સ્ટાફને અગાઉથી જાણ કરવી. (મેં એ લોકોને પૂછેલું તો એ લોકોએ એવું કહેલું કે, "એલર્જીની દવા શરૂ હોય તો વેક્સિન ન લેશો.!") ઉપરાંત, ઇન્ટરનેટ પર અને મેડિકલ જર્નલ પર રીસર્ચ કરતાં જાણ્યું છે કે ગર્ભવતી મહિલાઓએ વેક્સિન લેવી હિતાવહ નથી, છતાં એમણે ડોક્ટર સાથે ચર્ચા કરીને પછી જ વેક્સિન લેવી.

> જે દિવસે વેક્સિન લીધી હોય એ દિવસે ખાસ કશું નહિ થાય, એ દિવસ રોજ જેવો જ પસાર થશે, પણ વેક્સિનની અસર બીજા દિવસથી શરુ થશે. એ અસરો શરીરની તાસીર મુજબ રહેશે. કોઈને તાવ આવી જાય છે, કોઈને માથું દુખતું હોય છે, કોઈને ઊલટીઓ થાય છે, કોઈને પેટમાં દુખાવો રહે છે, કોઈને આખી રાત ઊંઘ નથી આવતી, કોઈને ઠંડી ચડી જાય છે, કોઈને શરીર તૂટતું હોય છે. પણ એ બધી અસરો એક-બે દિવસ જ રહેશે અને એવું નથી કે એવું થવું જ જોઈએ, તો જ ખબર પડશે ને કે શરીર વાયરસ સાથે લડતા શીખી રહ્યું છે ! કોઈ ને ન પણ થાય.

> તાવ અને દુખાવા માટે એ લોકો પેરાસીટામોલની ચાર ગોળીઓ આપતાં હોય છે. જેમાંથી એક ગોળી તો ફરજિયાત લઈ લેવી, નહિ તો સહન કરવું મુશ્કેલ થઈ જાય છે. બધી લેવી ફરજિયાત નથી. બીજી કે ત્રીજી ગોળી તાવ કે દુખાવો વધુ પડતો હોય તો લેવી. પણ એની લગભગ જરૂર નથી પડતી.

> વેક્સિન લીધા પછી બની શકે કે જમવાનું ન ભાવે, પણ એની દરકાર કર્યા વગર પેટ ભરીને જમી લેવું, કેમ કે તો જ શરીરમાં તાકત રહેશે ને.? શક્ય હોય તો વેક્સિન લીધા પછી એક-બે દિવસ લીલાં નાળિયેરનું પાણી પીવું તોય શરીરને ટેકો રહેશે.

> જ્યાં ઇન્જેક્શન માર્યું હશે એ હાથ થોડાં દિવસો દુખશે અને એ કોમન છે, એટલે એમાં ગભરાવું નહિ. કોઈ એક પોઝિશનમાં હાથ રહીને સજ્જડ ન થાય એનું ધ્યાન રાખવું, નહિ તો દુખાવો વધુ રહેશે.

> ઘરનાં બધાં સભ્યોએ એકસાથે વેક્સિન ન લેવી. ચાર-પાંચ દિવસનાં અંતરે લેવી. કારણ કે વેક્સિન લીધા પછી વ્યકિત બીમાર પડે જ છે એટલે અંતર રાખ્યું હોય તો ઘરનાં બધાં સભ્યો એકસાથે બીમાર ન પડે અને એકબીજાંની સંભાળ રાખી શકે.

> ભારતમાં બે પ્રકારની વેક્સિન આપવામાં આવે છે: 1. Covaxin અને 2. Covishield. તો પહેલાં ડોઝમાં કઈ વેક્સિન લીધી એ યાદ રાખવું, અને બીજા ડોઝ વખતે એ જ વેક્સિન લેવી. (જોકે હોસ્પિટલનો સ્ટાફ એક પાવતી આપે જ છે જેમાં કઈ વેક્સિન છે, કઈ તારીખે લીધી એ બધું લખેલું હોય છે.)

બસ જિંદગીમાં પોઝીટીવ એપ્રોચ રાખો અને મોજથી જિંદગી જીવો..

વેર માસ્ક

સ્ટે હોમ સ્ટે સેફ


Rate this content
Log in