STORYMIRROR

Vijay Raval

Others

2  

Vijay Raval

Others

વેદના છે

વેદના છે

1 min
14.4K


કોરા પ્રેમપત્રો એ ખૂટ્યા શબ્દોની વેદના છે,
ખડિયાની સ્યાહી થીજ્યા શબ્દોની વેદના છે.
 
કરતા આંખોની ઊંઘ હરામ પાડતા સંગ સવાર,
જગ્યા તો તૂટ્યા શમણાના શબ્દોની વેદના છે.
 
નફરતની આગમાં પડી રહ્યા ઠંડા રાંધ્યા ધાન,
ઠંડી રોટલીમાં દાજ્યા ચુલાના શબ્દોની વેદના છે.
 
જોતો જ રહેતો હું કંપન જે તેના કાંપતા હોંઠોની,
બસ વણકહી વાતની છુટ્યા શબ્દોની વેદના છે.


Rate this content
Log in