વારતા
વારતા
1 min
14.8K
મૂકો હવે કાયરો તલવારની વારતા
ચાલો કહું આજ તો હું પ્યારની વારતા
સૂરજ ગયો આથમી જે આંગણે કાયમી,
એ બાપને પૂછજો અંધારની વારતા.
આંદોલનો આદરી નેતા બને ને પછી,
કાલાં બની માંડશે અધિકારની વારતા.
છો ને ભલે ભોગવી વનવાસની યાતના,
કેવી મજાની સુણી ગુલઝારની વારતા
ઈશ્વર દયાવાન છે, એ વાત માની ગયો,
છે જ્યારથી સાંભળી અંજારની વારતા.
છાલાં પડી જાય છે લ્યા મંજિલો પામતા,
આ હાથને શું ખબર અંગારની વારતા
રૂમાલ ગોતો હવે આંસુ હશે આંખમાં
'માસ્તર' કરે છે જુઓ ભેંકારની વારતા
