Bankim Brahmbhatt

Others

3  

Bankim Brahmbhatt

Others

સર્વોચ્ચ કરામત

સર્વોચ્ચ કરામત

1 min
122


શું બધા લખી રહ્યા છો કરામત વિશે... કરામતનો કરનાર ને બધા જ પૂજે છે. કરામતના કરનારની તો કરામત તો જુઓ..

કુદરતનો બનાવનાર જુઓ સમુદ્રમાં પાણી, ધરતી, આકાશ, વૃક્ષો, નદી, કલરવ કરતા પંખીઓ, પશુઓ, પ્રાણીઓ અને માણસનો ઉદભવ કરનારની કરામત તો જુઓ.

આ બધી કરામત એક ઈશ્વર સિવાય કોઈ જ ન કરી શકે. વૃક્ષો પર ફળ આવવા, આટલી ઊંચાઈ પર અધ્ધરતાલ કરોડો ટન વાદળોમાં પાણી ભરાઈ રહેવા, સૂર્યની ગરમી, ચંદ્રની ઠંડક અને દિવસ રાત થવાનો ક્રમ.. શું આ બધી કરામત નથી લાગતી ! આશ્ચર્ય જ છે ને !

માણસ વિજ્ઞાનની શોધથી સામાન્ય અંશે કઈક કરી શકે છે. પણ ઈશ્વરએ સર્જેલ આ સૃષ્ટિનું માનવી કંઈ પણ કરી શકે છે ? 

વિજ્ઞાનના વિકાસથી હૃદય ટ્રાન્સફર કરી શકે પણ હૃદય બનાવી શકે ? પ્રેમ,લાગણી, માન, અપમાન, દુઃખ, સુખની ફીલીંગ શું રૉબોટમાં મૂકી શકે ?

 બસ આજ ઈશ્વરની કરામત છે. ઈશ્વર સર્વશ્રેષ્ઠ કરામત કરનારો છો. એનુ ધાર્યુ જ થાય છે. એની મરજી મુજબ જ બધું થાય છે. બાકી મનુષ્ય ઈશ્વરની મરજી વિના તરણું પણ તોડી શકવા સમર્થ નથી.

ઈશ્વર જ કરામતનો સર્વોત્તમ સર્જનહાર છે.


Rate this content
Log in