Digisha Parekh

Others Inspirational

3  

Digisha Parekh

Others Inspirational

સ્મરણમાં રહી જાય એવું સાંગલા

સ્મરણમાં રહી જાય એવું સાંગલા

16 mins
7.5K


આપણે મે મહિનામાં શિમલાથી આગળ એક જગ્યા છે ત્યાં જવાના છીએ. કનુકાકાને એ લોકો જોડે. ભાવિને ઓફીસ જતા તૈયાર થતા થતા દિગીશાને કહ્યું.

દિગીશાઃ એક જગ્યા એટ્લે? શું નામ છે?

ભાવિનઃ કનુકાકાએ જ જગ્યા શોધી છે કૈક ઈન્ટરનૅટ પરથીને નવી જ છે. કોઈ કેમ્પ છે. તું એમને કે બેલાકાકીને પૂછી લે જેને.

ગરમ કપડા જોઈ લેજે ત્યાં જોરદાર ઠંડી હશે જ. આટલી વાત થયા પછી. ગુગલ બેનને પૂછ પરછ કરવાનું રહી ગયુ. કાકીજીને પણ વધારે જાણકારી હતી નહી એટ્લે જરૂરી દવાઓ, નાસ્તો અને ખાસ ઠ્ંડીનાં કપડા બધુ પેકીંગ કરી ૧૨મી મેએ ચંદીગઢથી પરવાનું એક બિસનેસ ફ્રેંડના ત્યાં ૪-૫ કલ્લાક રોકાઈ બધા શિમલા જવા નીકળ્યા. ત્યાંથી સિમલા લગભગ ૨ થી ૩ કલાક જ થાય. રાતનું જમવાનું પતાવી સવારે કેટ્લા વાગે નીકળવું છે એ બધી ચર્ચા કરી બધા સૂવા ગયા કેમ કે સવારથી વહેલા ઉઠેલા અને બીજા દિવસે પણ સાંગલા વેલી માટે જલ્દી જ નીકળવાનુ હતું.

સિમલાની સવાર કંઈ ખાસના હતી. હા ઠંડી જરૂર હતી. હોટલની બારીમાંથી દિગીશાએ ઊગતી સવાર જોઈ લિધી. બ્રેક ફાસ્ટ પતાવી બધો સામાન કારમાં ગોઠવી દિધો અને લગભગ સાડા આંઠની આસ પાસ એ લોકો સાંગલા વેલી જવા નીકળ્યા. સિમલામાં એ સમયે બરફ બિલકુલના હોય અને સરસ નવા ફુલ ઉગવાની મૌસમ કહેવાય. રસ્તામાં બિજી હોટલ્સ અને બધાના ઘરની આગળ ઉગાડેલા ઘણા નવી જાતના ફુલો જોવાની મજા દિગીશા અને એના કાકીજી એમાંણી.

૨-૩ કલ્લાક પછી એક ટી બ્રેક પણ લીધો. સાંગલા પહોંચતા ૬-૭ કલાક થશે જ એ ખબર હોવાથી લાંબી મુસાફરી માટે માટે અમે સહુમાંનસિક રીતે તૈયાર હતા.

જેમ જેમ કાર આગળ વધતી ગઈ એમ હિમાલયનાં ઊંચા અને વિશાળ પહાડો જાણે અંદર અંદર લઈ જતા હોય એમ લાગતુ હતું. કાર ડ્રાઈવર રસ્તામાં આવતા ગામડા અને નાના પ્રદેશોને ત્યાંના લોકોની જાણકારી આપતો જતો. હવે રસ્તા એકદમ જ પહાડીલા અને પથરાળ જેવા શરૂ થયા ઊંચી ચટ્ટાનો અને ઊંડી ખાઈઓને વચ્ચેથી કાર ક્યારે સાંગલા વેલી આવસે એ સવાલ સાથે આગળ વધી રહી હતી. આજુબાજુનું સમગ્ર વાતાવરણ શહેરી કરણથી સાવ જુદું જ હતું. રસ્તામાં વચ્ચે એક દેવીનું મંદીર આવ્યુ જે રોડ પર જ થોડુંક બાજુમાં હતું.

ડ્રાઈવરે કહ્યું, “અહિંનાં પ્રાદેશીક લોકો અને પસાર થતા ગાડી ડ્રાઈવર્સ આ દેવીમાં બહુ જમાંને અને દર્શન કર્યા વગર આગળ ના જ જાય. એની શ્રધ્ધાનેમાંન આપવું એમા કંઈ ખરાબ પણ નહોતું. બધા કારમા બેસી રહ્યા અને ડ્રાઈવરે દર્શન કરી કાર આગળ જવા દીધી. દિગીશા અને ડ્રાઈવર સિવાય બાકીના બધાજ ઊંઘના જોકાનો આનંદ લઈ રહ્યા હતા. અને એમની સાથે દિગીશાને પણ ૧૫ - ૨૦ મિનીટનું નાનકડું જોકું આવી ગયું.

આંખ ખુલી ત્યારે રસ્તાની બાજુમાંથી ખળખળ નદી વહી રહી હતી. વાહ શુ સુદંર રસ્તો છે હવે તો દિગીશાના દિલમાં ઈન્તજારી વધતી ગઈ કે સાંગલા વેલી કેવું હશે..ઠંડી વાળો અને બરફ વાળો પ્રદેશ છે એટલુ તો ખબર જ હતી. લદાખ જેવુ હસે કે મનાલી જેવુ..?ને એ વિચારભ્ંગ થયો જ્યારે ડ્રાઈવર ભાઈ એ રસ્તામાં આવી રહેલ બાસ્પા હાઈડેલ પ્રોજેક્ટ વિશે જણાવ્યું.

જે મુજબ પહાડની અંદર પાવર હાઊસ બનાવામા આવ્યુ છે બાસ્પા નદીના વહેતા પાણીમાંથી વિજળી પેદા કરવા માટે. બહુ સારા પ્રમાણમાં વિજળી પેદા થાય છે આ પ્રોજેક્ટ પછી. કિનૌર જિલ્લામાં આવેલું સાંગલા વેલી લગભગ ૪ વાગ્યાની આસપાસ આવી ગયું. દિગીશાના કાકાજી એ રહેવાનુ બુકીંગ જ્યાં કરાવ્યું હતું એ બંજારા કેમ્પ હતો. ત્યાં ટેંન્ટ અને રૂમ બન્ને છે આજુ બાજુ બરફીલા પહાડો છે અને નદીને એવું બધાને બહુ જ ગમશે એવી વાતો રસ્તામાં થઈ હતી. એ પછી બંજારા કેમ્પ જલ્દી આવે એવું વિચારતા વિચારતા એ લોકો સાંગલા વેલીમાં બંજારા કેમ્પને શોધતા આગળ વધ્યા.

કાર ઢોળાવમાં નીચે ઉતરી અને ચાર પાંચ ઊભેલી કાર પાસે ઊભી રહી. ભાવીન અને કનુકાકા જઈને પાક્કું પૂછી આવ્યા કે આપણે બરોબર જગ્યાએ આવ્યા છીએને. નાની ફલકને તેડીને દિગીશા અને એના કાકીજી પણ નીચે ઉતર્યા. કેમ્પનામાંણસો સામાન લેવાને વેલકમ કરવા આવી ગયા. ટોપી પહેરેલ શ્યામ સરખો એક યુવક કેમ્પ અને ટેંટની જાણકારી આપતા આપતા સહુને અંદર તરફ દોરી ગયો અને સાથે અત્યારે સહુ માટે ચા કૉફી અને ગરમ નાસ્તાની વ્યવસ્થા છે અને ક્યાં છે એ પણ તેણે જણાવ્યું.

ટેંટ અલૉટ થઈ ગયા અને બધો સામન પણ એમાં પહોંચી ગયો. આજુ બાજુ નાના નાના ઝાડ હતા અને એના પર સરસ આછા ગુલાબી અને સફેદ જેવા ફૂલ ઉગેલા હતા. ટેંટનો બૅસ પાક્કો હતો એટલે હર વર્ષે આમ જ અહિં કેમ્પ થતો હશે એવુ જણાતુ હતું. વર્ષનાં લગભગ ૬ મહિનાથી પણ વધારે સમય આ પ્રદેશ બંધ રહે છે ફ્ક્ત ઉનાળામા જ અહીં આવા કેમ્પનું આયોજન થાય છે અને સહેલાણીઓ મજામાંણવા આવે છે. બાકી લગભગ ઓગસ્ટ અને સપ્ટેંબર પછી અહીં એટલો બરફ પડે છે કે રસ્તા જ બ્ંધ થઈ જાય છે.

આ કેમ્પવાળા પણ બધુ વાળી કરીને ઘર ભેગા થઈ જાય છે અને અંહિ ફક્ત ત્યાં વર્ષોથી રહેતી પહાડી પ્રજા જ રહે છે એ સમય દરમિયાન ચા અને ગરમાગરમ અલગ અલગ ભજીયા ખાતા ખાતા આ બધી વાતો પેલા ટોપી પહેરેલા યુવક ના મોઢે બધા સાંભળી રહ્યા.ચા નાસ્તો કરવાની જે જગ્યા હતી એની બરોબર પાછળ થી ખળખળ અવાજ કરતી પહોળા પટ વાળી નદી બિલકુલ નજીક દેખાતી હતી. ચાનો ગ્લાસ લઈ ત્યાં જ જતી રહુ, જોઈને દિગીશા તો એવી જ હરખપદુડી થતી હતી.

મોટા પથ્થરો કિનારે દેખાતા હતા અને આસમાની ર્ંગની નદી. આહાહા...! પિક્ચરોમાં જોવા મળતા દ્રશ્ય જેવુ હતું. સાંજ ઢળતી જતી હતી ઠંડક વધતી જતી હતી અને સાથે સારો એવો ઠંડો પવન પણ હતો. પણ કોલસાની ભઠ્ઠી પર બનાવાયેલી ચા અને ભજીયા એ તો ભવિન અને કનુકાકાને જલ્સા પાડી દિધા હતા. ડિનરનો સમય અને સ્થળની જાણકારી મેળવી બધા પોતાના ટેંટ તરફ ગયા . સવારના આમને આમ છીએ તો થોડો આરામ કરી લઈએ એમ નક્કી કર્યું. ટેંટ પણ અંદરથી સરસ મજાનો હતો. જાડી રજાઈઓમાં ભાવીન, દિગીશા અને નાની ફલક ઓઢીને થોડી વાર આડા પડ્યા.

ઘરે ફોનમાં વાત કરી લીધી કે પહોંચી ગયા છીએ અને જગ્યા ખૂબ સુંદર છે ઠ્ંડક વાળી. પણ દિગીશાનાં મનમાં ઉત્સુક્તાનો કિડો તો સળવળ્યા જ કરતો હોય. બહાર સૂરજ ઢળી ગયો હશે..? સાંજ કેવી હશે બહાર..? જાડૂ જેકૅટ અને ટૉપી પહેરી જોઈ આવવા દેતો..એવા વિચારે ભાવિન અને ફલકને સૂતા મૂકી એ બધુ< પહેરી બહાર ડોકુ કરવા ગઈ. ટેંટનો પડદો થોડો હટાવી જોયું તો સારુ એવુ અંધારુ થઈ ગયુ હતું.

બહાર ઉતરી આમ તેમ આગળ થોડુ જોવા નીકળી. એક વિદેશી જોડું નજરે પડ્યું અને ગીટારનો અવાજ સંભળાતો હતો. દિગીશા એ તરફ આગળ વધી. કેમ્પની વચ્ચે એક એવી જગ્યા હતી જ્યાં બધા ગૃપમાં કે એકલા ખાલી બેસી શકે. લાકડાના અલગ જાતના નાના ટેબલ અને ખુરશી મુકેલા હતા. એ ત્યાં પહોચી. પેલા વિદેશી જોડામાં યુવક હતો એ ગોરો યુરેપીયન જેવો લાગતો હતો અને યુવતી હતી એ આફ્રિકન કે મેક્સિકન હોય એવી લાગતી હતી. દિગીશાને આવતા જોઈ બન્ને એ ડોકી હલાવી આવકાર આપ્યો.

પેલો ગિટાર વગાડ્તો હતો અને બન્ને કોઈ ઈંગ્લીશ ગીત ગાતા હતા. દિગીશા કરતા પણ જરાક વધારે ઉત્સુક એના કાકીજી પણ ત્યાં આવ્યાને બન્ને એ એકબીજાને પુછ્યુ સૂઈ ના ગયા..? આરામ થયો કે નહી..? ત્યાં તો પેલા બેવ જણાં એમનું ગીત પૂરું કરી આ લોકોને બાય કહી જતા રહ્યા.

વાતાવરણ એકદમ શાંત લાગવા લાગ્યું. શ્વાસમાં એટલી ચોખ્ખી હવા જઈ રહી હતી કે ફેફસા પણ પાર્ટી મનાવતા હતા. દૂર દૂર સુધી કોઈ અવાજ સંભળાતો નહતો. ખાલી ત્યાનામાંણસો અને ૪-૫ બીજા મહેમાનોની અવર જવર જણાતી હતી. ત્યાંથી એક ખડતલ, ભરાવદાર શરીરવાળો ઊંચો વ્યક્તિ પસાર થયો.. જે ઈંગ્લીશમાં કેમ છો? મજામાંણો છોને..? અને કોઈ જરૂરત હોય તો જણાવ્જો.એવુ કહેતો ગયો. ટેંટની જમણી બાજુ કેમ્પનું રસોડું અને એની સામે ભોજનનો રીયા હતો. ડાબી બાજુ આગળ એક કેડી જતી હતી જેમાની એક કેમ્પના મેઈન દરવાજા બાજૂ અને બિજી જ્યાં રૂમ અને કૉટેજીસ હતા એ બાજુ જતી હતી. કેમ્પમાં બહુ લાઈટ્સ નહોતી અને હતી એ ઝીણા બલ્બ વાળી અને પીળી લાઈટ હતી.

અહીં એક જ દિવસમાં ત્રણ ઋતુઓનો અનુભવ થાય છે ઠંડી ગરમી અને દિવસમાં ક્યારેક અચાનક વરસાદ પણ પડવા લાગે છે. એટલે અહી ફૂદા અને જીવડા ય બહુ હોય છે. આ અજુબાજુ કેમ્પમાં જે ઝાડ દેખાય છે એ સફરજનના ઝાડ છે અત્યારે એના પર ફૂલો આયા છે અને મહિના પછી સફરજન ઉગવાનું શરૂ થસે. અહિના સફરજન દુનિયાભરમાં ફેમસ છે. આ અખો પ્રદેસ સફરજનની ખેતી માટે ખૂબ જ પ્રખ્યાત છે.અને લોકો નુ ગુજરાન આના પર જ ચાલે છે.

આ બધી વાતો કેમ્પનાંમાંલિક કેપ્ટન સૂદ એ કરી, જે આર્મીમા ઓફીસર હતા અને પોતેનેચર લવર અને ફોટોગ્રાફીના શોખીન છે. જે થોડીવાર પહેલા દિગીશા અને બેલાકાકીને મળ્યા હતાને કંઈ જરૂર હોય તો જણાવા કિધું હતું. પણ ત્યારે ખ્યાલ ન અવ્યો કે આ જ અહીંનામાંલિક હશે.

આ સફજનનાં બાગ પણ એમનાં પોતાના જમાંલિકીનાં હતા અને એમને એની વચ્ચે આવા કેમ્પ શરૂ કરવાનો વિચાર આવતા એક મિત્ર સાથે મળી આની શરૂવાત કરી હતી. ભાવીન, દિગીશા, કાકાજી અને કાકીજીએ બરાબર રીતે ડિનરમાંણ્યુ. પણ નાની ફલકે તો મૅગી ખાવાની જીદ પકડી. પેલો જે ટોપી પહેરેલ યુવક હતો એ આવીને કહી ગયો કે તમે રસોડાંમાં આવી શકો છો અને તમારે જે બનાવું હોય એ બનાવી શકો છો. અથવા બેબી માટે અમે પણ બનાવી આપશું. ભવીન ટેંટમાં જઈ સામાનમાંથી મૅગીનું પેકેટ લઈ આવ્યો અને ફલક માટે મૅગી અને ટૉમેટો સુપ તૈયાર થઈ ગયા.

એ જગ્યાએ બહુ સરસ પુસ્તકો પણ હતા અને લગભગ હરેક ટોપીકના અને નાના બળકો માટેના પણ. અહિં આવવાવાળોમાંણસ કુદરતનાં ખોળામાં આવી બેસી જાય અને ટીવી મોબાઈલ ઈન્ટરનેટ બધાને બાજુમાં મૂકી દે તો સ્વર્ગનો અનુભવ થાય ખરેખર પોતાની સાથે સમય ગાળવા માટે ની ઉત્તમ જગ્યા હતી.

રાતનાં ભોજન બાદ ત્યાં કેમ્પ ફાયર અને સૂફી સ્ંગીતનો કાર્યક્રમ હતો. પેલી આફ્રિકન જેવી દેખાતી યુવતી કનુકાકા અને ભાવિન જ્યા બેસ્યા હતા ત્યાં ગઈ અને કંઈક જણાવતી હતી અને પૂછતી હતી. બરાબર ના સંભળાતું હોવાથી દિગીશા અને બેલાકાકી પણ ત્યાં જઈ ઊભા રહ્યા. એ યુવતી અહિં કામ કરતી હતી આવનાર સહેલાણીઓને નજીકનાં જોવા લાયક સ્થળો પર લઈ જવા અને એમના ગાઈડ બની સાથે જવાનુ તથા કેમ્પમાં બીજા કાર્યક્રમની વ્યવસ્થા કરવી એ બધા કામકાજ સંભાળતી.એ જણાવા આવી હતી કે કાલે સવારે બ્રેકફાસ્ટ પછી એ બીજા એક મહેમાન ગૃપને લઈ ચિત્તકુલ નામના સ્થળે જવાની છે જો આપ સહુને અનુકુળતા હોય તો અવશ્ય જોડાઈ જજો. કેમ્પફાયરના કાર્યક્રમમાં ના જોડાઈને પાંચે જણ ઠંડીમાં ઠૂઠવાતા ટેંટમા જઈ સૂઈ ગયા.કાતીલ ઠંડી વાળી એક રાત પસાર થઈ ગઈ અને પક્ષીઓના કલરવ વાળીઠ્ંડી હવાના સૂસવાટા વાળી સવાર પડી. દિગીશા પોતાનો કૅમેરા લઈ બહાર લટારમાંરવા નીકળી પડી. આછા ગુલાબી અને સફેદ ફૂલોને હમણા જ ઝાકળનું પાણી ભેટ્યુ હતુ.ઊચા ઊચા દેખાતા બરફીલા પહાડો એ હજી સૂરજના કિરણો આવકાર્યા નહોતા. દિગીશા કેમેરામાં ર્દશ્ય કેદ કરવામા મગ્ન હતી. આમથી આમ ઊડા ઊડ કરતા ચકલી જેવા દેખાતા પક્ષી એને કેમેરામાં કેદ કરવા મળ્યા. ગૂડમોર્નીગ મેગી જી.. પેલા ટોપીવાળા યુવક સાથે સવારમાં દિગીશાની મુલાકાત થઈ. જેને બધા ત્યા સોનુ કહી બોલાવતા. જેનું સાચું નામ શરદેદું હતું. મૂળએ ગોરખપૂરનો હતો અને અહિં મેનેજર તરીકે એ કામ કરતો હતો. કેમ્પમાં જરૂરી સામનની વ્યવસ્થા કરવી મહેમાનોની દેખરેખ અને હાઈકીંગ, જંગલ વોકટ્રેકીંગ એ બધું સંભળતો. સ્વભાવે બહુ જ મજાકી અને મોજીલો અને સદાય હસ્યા કરતો. એક જાતની પોસીટીવ એનર્જી હતી એનામાં અને એણે આગલા દિવસે જ મજાક માટે જ દિગીશાનું નામ મૅગી પાડી દિધુ. કદાચ એણે મેગી બનાવા માંંગણી કરી હતી એટલે. એણે દિગીશાને જણાવ્યું કે થોડી વારમાં તડકો નીકળે એટલે જોજો રંગબેરંગી પતંગીયામધુમાખીઓ અને ભમરાથી આ બાગ ભરાઈ જશે. થોડી વારમાં આ નાના નાના બીજા ફૂલના છોડવા છે એમા પણ ફૂલ ખિલી જસે અને તમને ફોટોગ્રફી કરવાની મજા આવશે. દિગીશા ઝડપથી ટેંટમા ગઈ બ્રસ કરી લીધું અને બ્રેકફાસ્ટ પછી ચિત્તકુલ માટે પણ જવાનુ હોવાથી ફલક માટે થોડો નાસ્તોપાણીએક બીજુ સ્વેટર અને શાલ એ બધુ એક પાછળ લટકાવાની બેગમા ભરી તૈયાર કરી લીધું. પોતાનાભાવીનના અને ફલકના નાહીને પહેરવાના કપડા પણ તૈયાર કરી લીધા.

ભાવીન પણ ઊઠી ગયો અને ફલક પણ પછી બધા બ્રેક ફાસ્ટ માટે ગયા. ગરમા ગરમ ચા તો હતી જ પણ સાથે તાજો સફરજનનો જ્યુસ.. એટલો મિઠો વગર સાકરનો અને ખરેખર બધા જ ૩ ગ્લાસ ઠપકારી ગયા. આલુના પરાઠા સાથે છુંદો હતો જે કેરીનો નહી પણ સફજનનો હતો અને નવાઈની વાત એ કે બીજી ૨ જાતની ચટણીઓ હતી એ પણ સફરજનમાંથી બનાવેલી હતી. ભરપૂર રીતે સફરજનથી બનેલો ખોરાક બધાએ ખાધો. એ પછી બધા નાહીને તૈયાર થઈ ચિત્તકુલ માટે જવા ગાડીમાં ગોઠવાઈ ગયા. પેલી આફ્રિકન જેવી દેખાતી છોકરીનું નામ આ લોકો એ પૂછી લીધું. એનું નામ એલિશા હતું અને એ અહિં ૫ મહિના ના કોન્ટ્રાક્ટ પર કામ માટે આવેલી. પેલો યુરોપીયન જેવો દેખાતો યુવક પણ એની સાથે એ રીતે જ કામ માટે અહિં આવેલો.એનુ નામ જૉર્જ હતુને બન્ને લિવ એન્ડ લિવ રિલેશનશીપમાં હતા.તેઓ આ રીતે અલગ અલગ દેશોમાં કામ માટે જતા અને કમાતા.એલીશા એ આ બધી વાત ચિત્તકુલ પહોચતા કરી અને કનુકાકા તો એને સવાલો પુછે રાખતા એટલે બિચારી જવાબ આપતી જતી.આગળ જતા મિલેટ્રી કેમ્પ આવ્યો ત્યાંથી આગળ જવાની પરવાંગી લેવાઈ અને કેટ્લામાંણસો જઈ રહ્યા છે એ જાણકારી અપાઈ.ચિત્તકુલ એ આ પ્રદેશનુ સૌથી છેલ્લુ ગામ હતુ અને એના પછી તિબેટની બોર્ડર શરુ થતી હતી.ત્યા એલિશા બધાને બાસ્પા નદિના એકદમ નજીક લઈ ગઈ.નદિનો પટ અહીં બંજારા કેમ્પમાંથી દેખાતી નદી કરતા બમણો હતો. બધા નદીના કિનારે કિનારે ચાલી દૂર સુધી ગયા. અને પછી નદી ની આજુબાજુ ના પથ્થરો પર બેસી ફોટોગ્રાફી કરી.પાણી નો આવાજ એટ્લો જોરથી આવતો હતો કે એક્બીજા વાત કરવા પણ મોટે મોટેથી બોલવુ પડ્તુ. ફલકે કંઈક ખાવાની માંંગણી કરી અને પાક્કા ગુજરાતીઓ એ ત્યાં નદી કિનારે બેસી એક એક થેપલા ખાધા. એલીશા પણ કેમ્પ તરફથી આપેલ ચા અને થોડો નાસ્તો લાવેલી. સાથે જે બીજુ ગૃપ આવેલુ એ પણ મુંબઈનું હતુ અને ત્યાં વાતો વાતોમાં બન્ને ગૃપને કુદરત માણવાની બહુ મજા પડી રહી હતી. અચાનક એલિશા એ બધાનું ધ્યાન પહાડોની ટોચ પર દોર્યુ અને કિધુ જલ્દીથી ઉપર તરફ જાવ અને જ્યા કાર પાર્ક કરી છે એ બાજુ ચાલવા લાગો. અહિં વાતાવરન બદ્લાયુ છે અને ઉપર ટોચ પર બરફ પડી રહ્યો છે એટ્લે થોડી વારમા અહીં પણ પડ્સે. બન્ને ગૃપ જડપથી કાર તરફ  જવા લાગ્યા અને ત્યાંતો તેજ રફ્તારથી એકદમ ઠ્ંડો પવન વાવામાંંડ્યો અને બરફના કરા પડવા માંડ્યાં. સાથે વરસાદ પણ પડવા લાગ્યો બધાથી ઝડપથી ભગાતું નહોતું કે પથરાળ જમીન હતી અને પવન ખૂબ જોરમા હતો એટ્લે આંખોમાંં કચરો પડતો હતો. જેમતેમ ભાગી ભાગીને બધા ફટાફટ કારમા ગોઠવાઈ ગયા. બધાને શ્વાસ ચડી ગયો અને કારમા બેસી રાહત થઈ. દિગીશાના હાથમાંથી ફલકને લઈ કનુકાકા એ આગળ દોડવા માંંડ્યું હતુ કે બિચારી નાની છોકરી પલળીને બિમાર ના પડી જાય. એલિશા પાછળથી ભાગતી ભાગતી પાથરેલી ચટ્ટાઈ અને ચા નાસ્તાની બાસ્કેટ લઈને આવી અને કારમાં ગોઠવાઈ ગઈ. બધા જણ થોડા ભીના થઈ ગયા હતા અને ઠંડી પણ લાગતી હતી. એણે કારનુ હીટર ચાલુ કરાવ્યુ અને જણાવ્યું કે અહિં આવુ ઘણી વાર થાય અને ક્યારેક બરફનો તુફાન પણ આવે પણ એ ઉપર ઉચાઈ પર વધુ થાય.કાર બંજારા કેમ્પ તરફ પાછી જવા નીકળી. કેમ્પ પર લંચ તૈયાર હતું એટલે બધાએ આવીને ભિના કપડા બદલી લ્ંચ લેવા નક્કી કર્યુ. કેમ્પ પર વાતાવરણ જરાય એવુ ઠંડું નહોતું. તડકો હતો અને બપોરનો સવા વગ્યો હતો. લંચ પછી કનુકાકા અને ભાવિન કોટેજની રુમ આપવાનુ કહેવા ગયા કારણકે ટેંટમા બહુ ઠંડી લાગતી હતી. સાંજ સુધીમા રુમ મળી ગઈ અને ભાવીનની નાની ઓફીસ એમા ગોઠવાઈ ગઈ. જ્યા રુમ આપી હતી એ મકાન પણ બહુ કલાકારીથી બનાવાયેલું. સાંગલાની પ્રખ્યાત શાલ અને વુલન વસ્તુઓ ત્યા ડિસપ્લેમાં હતી અને હરેક ખૂણે નાના કોતરણીવાળી ખૂરશી અને ટેબલ હતા. કેટલી જાતના પુસ્તકોમેગેઝીન્સ અને છાપા. દિવાલોને કેપ્ટ્ન સૂદે પોતાની ફોટોગ્રાફી ફ્રેમથી સણગારી હતી. એટ્લા સુંદર દ્ર્શ્ય એમણે કેદ કરેલા હતા કે એક જોઈ એને એક ભૂલીએ. રાત્રિના ભોજન સમયે કેપ્ટન સૂદની પત્ની સાથે બેલાકાકી અને દિગીશાની મુલાકાત થઈ. દેખાવમા એ બહુ સુંદર હતી અને એમણે પોતે સાંગલાની બનાવટની સાલ ઓઢેલી હતી. એમણે સાંગલાની કઈ વસ્તુઓ પ્રખ્યાત છે એની જાણકારી આપી અને સાંગલા ગામમાં નાનું બજાર છે ત્યાં ૨-૩ દુકાનોમાં અહિંની બનાવટના શાલમફલર અને મોજા મળશે એ જણાવ્યું. ભોજન સમયે હજી એક વિદેશી યુવતી નજરે પડી. જે સોનુ સાથે અને એલીશા સાથે વાતો કરતી હતી કિચનમાં આવ જા પણ કરતી હતી. એટલે લાગ્યું જ કે એ પણ અહિં કામ કરતી હશે. ડિનર પછી બેલાકાકી અને દિગીશા ત્યાં ટેબલ પર જ વાર્તાલાપ કરતા હતા, ફલક આમતેમ દોડા દોડ કરી રમી રહી હતી.

ભાવીન અને કનુકાકા બહાર કેપ્ટ્ન સૂદ અને બીજા પુરુષો જોડે વાતો કરતા હતા.સોનુ અંદર આવ્યો અને દિગીશાને કહેવા લાગ્યો કે આજે કેમ્પ ફાયર સાથે બોલીવૂડ નાઈટ છે એટલે રોકાજો મજા આવસે.બહાર આવીને ચાંદ જોવા પણ કહ્યું. પૂનમ નજીક આવતી હોવાથી ચાંદ ઘણો મોટો દેખાતો હતો. સોનુએ દિગીશાને બહાર આકાશમાંં ચાંદ બતાવતા કિધુઃ આપકે ફ્રેન્ડ કેમેરા કો લેકે આના.. મેગીજી, બાદલો મે જબ ચાંદ છુપતા હે ઓર બાદલો મેસે ભાગ કે બહાર નિકલતા હે વો બહોત હી પ્યારા નઝારા હોતા હે. દિગીશાઃ ક્યા બાત હે સોનુજી આપનેચર લવર લગતે હે.

સોનુઃ અજીનેચર લવર હે ઈસીલિયે તો શહેરકો પિછે છોડ કે યંહા બેઠે હે.યંહા આને કે બાદ મૂજે યહી સુંદર વાલા અપના દેશ યાદ રહેતા હે.મે યંહા અને કે બાદ અખબાર ભી નહી પઢતા કી ટીવી ભી નહી દેખતા. બસ ઈસી દુનિયા મેં ડુબ જાના પસ્ંદ કરતા હું. વાતો વાતોમાં એણે પોતાના રીયલ નામ શર્દેદુંનો અર્થ કિધો કે એટ્લે શરદ ઋતુમાં ઉગતો ચંદ્ર. એના પપ્પાએ સોનુ શરદ ઋતુમાં જન્મ્યો હતો એટલે આ નામ રાખ્યું હતું. બધા કેમ્પફાયરની આજુબાજુ ગોઠવાઈ ગયા આજે બીજા નવા મહેમાનો પણ આવ્યા હતા એટલે કેમ્પમા વસ્તી ઘણી જણાતી હતી. રાતે મોડે સુધી જાગ્યા પછી કોટેજની રુમમાં બધાને ખૂબ મોડે સુધી નીંદર આવી. લગભગ સવા આઠની આસપાસ ઊંગ ઊડી. દિગીશા રુમની બહાર મોટી ગેલેરી હતી ત્યાં ગઈ. એ ગેલેરી એમના અને કનુકાકાના રુમની વચ્ચે જોડાયેલી હતી. બેલાકાકી પણ બહાર આવ્યા અને કનુકાકા અને ભાવીન અને ફલક બધા ગેલેરીમાં કુદરતી મજા મણવા લાગ્યા. નાહીને તૈયાર થઈને જ બ્રેકફાસ્ટ માટે જવાનુ નક્કી કર્યુ. આજે ભાવીન અને કનુકાકા ફલક સાથે રુમ પર આરામ ફરમાવાના હતા અને દિગીશા અને કાકી રિવર વૉક અને જ્ંગલ વૉક માટે જવાના હતા.બ્રેક ફાસ્ટ પછી પેલી નવી વિદેશી યુવતી જોડે બન્ને નિકળી પડ્યા. નદિને કિનારે કિનારે ચાલીને ગામમાં થી પસાર થઈ જંગલમાં જવાનું હતું. એડવેન્ચરસ હતું. રસ્તામાં માંંડ ૬૦-૭૦ ઘર હોય એટલું નાનું ગામ આવ્યું અને એક મંદિર પણ. રસ્તામાં દેખાતા લોકો તિબેટિયન જેવા દેખાતા હતા. બધાને માંથે એક ટીપિકલ ટોપી પહેરેલી હતી. નાના ખેતરો રસ્તામાં આવ્યા અને પેલી યુવતી એ રસ્તામાં ઘણી વાતો કરી. ત્રણે સ્ત્રીઓ હતી એટ્લે વાતો તો થવાની જ હતી. એનુ નામ રીઝા હતું. આમ એ પૂનાથી હતી પણ ભારતીય નહતી પણ એણે મહારાષ્ટ્રીયન જોડે લગ્ન કરેલા હતા. એને પોતાને કુદરતી સૌંદર્ય વાળી જગ્યાઓ બહુ ગમતી પણ હસબંડ એનાથી વિરૂધ્ધ પ્રકૃતિનો હતો. બિચારી રસ્તામાં કહેતી હતી કે હું મારા હસબ્ંડને બહુ મિસ કરૂ છું અને અહી બોલાવું છું પણ એને એનુ કામ વધારે વહાલું છે અને આવવા તૈયાર નથી. રીઝા સાથે જંગલમા દિગીશા અને બેલાકાકી ૩-૪ કિલોમીતર જેટલુ અંદર ગયા. તમરાનો અવાજ, જાત જાતના પક્ષીઓ અને પતંગીયા અને નવી એક વસ્તુ જોવા મળી. અલગ જાતના ઝાડ હતા જેના પરથી ગુલાબના ફૂલ જેવા આકારના લાકડાના હોય એવા ફળ સુકાઈને ખરેલા. રસ્તામાં નાનું ઝરણું પણ આવ્યુ. આ જંગલનો રસ્તો સીધો કિનૌર લેક બાજુ જતો હતો પણ દિગિશા અને કાકી બન્નેના આંટા આવી રહ્યા હતા. હજી આટલુ જ પાછુ ચાલીને જવાનું હતું એટ્લે એ લોકો ત્યાંથી પાછા ફર્યા. રસ્તામાં નદીનાં મોટા પથ્થરો ઉપર જંગલી મોટા કાચીડા જોવા મળ્યા. પાછા આવી બપોરનું જમવાનું પતાવીને સાંગલા ગામમાં ખરીદી કરવા જવા નક્કી કર્યુ. સોનુ એમની સાથે જવાનો હતો કેમકે એણે પણ બજારમાંથી શાક અને દૂધ લેવાના હતા. સોનુ પાસે બાઈક હતું બજાજ એવેન્જર. જબ તક હે જાનના શાહરૂખ ખાનની સ્ટાઈલ મારતો મારતો  ગાડી ની પાછળ આવતો હતો. બધાએ પોતાની પસંદગી અને જરુરત પ્રમાણેની ખરીદી પતાવી અને સોનુ એ પણ ત્યાં સુધીમાં પોતાનું કામ પતાવી લીધું. એ પછી સોનુ એ કિધું તમારા માટે એક સરપ્રાઈઝ છે આપકો યંહા એક ગુજરાતી કે યંહા લે જાતા હું ઓર ખાખરા ઓર ચાય પિલાતા હું ચલો એમ કહી સોનુ બધાને એક કેફેમાં લઈ આવ્યો. જેનું નામ હતું કેફે ફોર ટુ.૪૦-૪૨વર્ષની એક ગુજરાતી પટેલ યુવતી એની માલિક હતી જેમનુ નામ હતું અમી પટેલ. એમના હસબ્ંડનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું હતું અને એ વર્ષમાં ૫ મહિના અહિં આવીને ગાળતા અને આ કુદરતી માંહોલ વચ્ચે કેફે ચલાવતા. એકલતા અને આઝાદી બન્નેની વચ્ચે એમનું જીવન ઝુલતું હતું એવું કહી શકાય. ત્યાં અમે સરસ મજાની ગુજરાતી ટેસ્ટની મસાલા ચા પીધી. કેમ્પ પર પાછા આવીને કાકા એ સોનુને કિધુ ભાઈ આજ હમે ખિચડી ખાની હે. એટલે સોનુ એ કિધુ મેગીજી ઓર બેલાજી જો ચાહે કિચનમે અપને ટેસ્ટકા બના શકતી હે. પછી તો દિગિશા અને બેલાકાકી કિચનમાં ઘુસી ગયા અને સરસ મસાલેદાર ખિચડી બનાવી બહાર નીકળ્યાં. ખિચડી ખાઈને જે સંતોષ થયો.. આહા...હા. મજા પડી ગઈ. મન ભરીને કેપ્ટન સૂદ એમની પત્ની અને સોનુ સાથે વાતો બધાએ કરી લીધી. બીજા દિવસે બ્રેક ફાસ્ટ પછી પાછા જવાનો દિવસ હતો. રાત પસાર થઈ ગઈ અને આ સૌંદર્યને યાદોમાં ભરીને જવાનો દિવસ ઉગી ગયો. ત્યાંની સફજનની ચટણી અને છૂંદ્દો પણ કેમ્પમાથી ખરીદ્યા. રસ્તામાટે નાસ્તો પણ કેમ્પ વાળાએ બાંધી આપ્યો.

આટલા દિવસ ખરેખર પ્રેમાળ લોકોની વચ્ચે પસાર થયા હતા જેઓ સાથે કોઈ લોહીની સગાઈના હોવા છતાં જીવનભર યાદ રહે તેવા લાગણીના સબંધો બંધાઈ ગયા હતા.કોઈ ઋણાનુબ્ંધ જ હશે જે અહિં સુધી લઈ આવ્યુ. બધાનાં મોબાઈલ નંબર અને ઈમેલ અડ્રેસ કનુકાકા એ લઈ લીધા. ગાડીમાં સામાન અને હૈયામાં યાદો ગોઠવીને સહુ ફરી એજ પહાડી રસ્તા પસાર કરતા કરતા શીમલા જવા નીકળ્યા.

કેપ્ટન સૂદ હજી બંજારા કેમ્પ ચલાવે છે. ફેસબુક પર એનું પેજ છે જેમાં તેમણે બીજા કયા સ્થળો એ આવા કેમ્પ આયોજીત કર્યા છે એની જાણકારી પણ છે. પાંચ વર્ષ વિતી ગયા, દિગીશા ફેસબુક મારફતે સોનુ અને અમીબેનના સંપર્કમા હજુ છે. સોનુ હવે બંજારા કેમ્પ છોડી, ભારત પણ છોડીને કૅનેડામાં સ્થાયી થઈ ગયો છે. અમીબેનના સમાચાર બહુ ઓછા હોય છે બસ એક વર્ષ પહેલા એમણે સાંગલાના ફોટો મુકેલા એ જ દિગીશા એ જોયેલ. બાકી જ્યારે સાંગલા યાદ આવે ત્યારે પોતે લીધેલા ફોટો જોઈ એ આનંદિત થઈ જાય છે. અને એને મનમાં થાય છે...

ચાલ ફરી જઈ જઈને બેસી એ ત્યાં પેલા પથ્થરો ઊપર
જ્યાં એક નદી વહે છેમાંત્ર દરિયાની સમજ ઉપર.


Rate this content
Log in