STORYMIRROR

Radhika Varasur

Others Children

3  

Radhika Varasur

Others Children

શિક્ષક દિવસ

શિક્ષક દિવસ

2 mins
137

વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આપણા ભારત દેશમાં 5 સપ્ટેમ્બરે, જે ડો.સર્વોપલ્લિ રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  

આજનો મારો વિષયઆદર્શ શિક્ષક અને આદર્શ વિદ્યાર્થી માટેનો છે.

શિક્ષક કેવો હોવો જોઈએ. એક શ્રેષ્ઠ શિક્ષક તેને જ કહેવાય છે, જે કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાનામાં રહેલું શ્રેષ્ઠ જ્ઞાન વિદ્યાર્થીઓને આપે. એક શિક્ષક જ છે, જે આવતી કાલનું ભવિષ્ય બનાવી શકે છે. 

શિક્ષક ચાહે એ કરી શકે છે. અમુક શિક્ષકોનું કહેવાનું છે કે, વિદ્યાર્થીઓનું ભણવામાં ધ્યાન નથી. તેને બસ ફરવામાં અને ઝગડવામાં ઈન્ટ્રસ્ટ છે. તો મારુ કહેવું એટલું છે કે, શિક્ષકોએ મળીને કડક નિયમો બનાવો. શું કામ વિદ્યાર્થીઓ એ નિયમનું પાલન ન કરે ? એને કોઈ કહેવાવાળું તો હોવું જોઈએ. જો હકથી કે પ્યારથી સમજાવો તો સમજશે. 

સાચો શિક્ષક તેને કહેવાય છે. જે અજ્ઞાની ને જ્ઞાન આપી અને તેને સાચો રસ્તો બતાવે છે. તેનો સારથી બને છે. અને ખરા ખોટા ની ભાન કરાવે છે. માતા-પિતા પછી કોઈ સાચું શિક્ષણ આપી શકે તો એ માત્ર શિક્ષક છે. 

શિક્ષકનું કાર્ય માત્ર શિક્ષણ કે જ્ઞાન આપવું નથી હોતું. બાળકોને કેળવણી આપવી પણ જરૂરી છે. ઈતર પ્રવૃત્તિઓ કરાવવી પણ જરૂરી છે. જો કે આધુનિક યુગમાં ઈતર પ્રવૃત્તિઓનું વધારે મહત્વ છે. સાથે સામાજિક રૂઢી પણ જરૂરી છે. માત્ર પુસ્તકનું જ્ઞાન મહત્વનું નથી. સમાજની કેળવણી અને રૂઢી શીખવવી પણ ખૂબ જરૂરી છે. 

માત્ર શિક્ષક કે જ આદર્શ બનવું કાફી નથી એમાં વિદ્યાર્થીઓએ પણ સાથ સહકાર આપવો જરૂરી છે. જો વિદ્યાર્થી શિક્ષક પાસેથી કંઈક શિખવાનો ઉત્સાહ દાખવશે તો શિક્ષકને પણ ભણાવવામાં ખૂબ મજા આવશે. 

તો ચાલો શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને નવું ભવિષ્ય બનાવી એ. શિક્ષક દિવસના દિવસે કંઈક નવું શીખીએ અને શીખવીએ. 


Rate this content
Log in