Bharat Vyas

Others

1.0  

Bharat Vyas

Others

"સાચો પ્રેમ"

"સાચો પ્રેમ"

4 mins
7.2K


 સુધાના પગ આજ જમીન પર નહોતા  પડતા, જાણે આસમાનમા ઊડી રહી છે.અને થોડી જ વારમા એ સાચે જ ગગનમા ઊડવાની હતી .

એક નાના ટાઉનમા ગ્રેજ્યુએશન કરીને યુવાનીમા પ્રવેશ કર્યો ત્યારથી સુધાના સપના બહું ઊંચા હતા.ઇશ્વરે પણ ખોબલે ખોબલે રૂપ આપ્યું હતું.આવા નાના શહેરમા સુધાની મહત્વકાક્ષાઓ ઉભરાઇ જતી હતી.એને તો આકાશમા ઊડવું હતું પણ,પિતાજીના રુઢીવાદી વિચારોએ એને જોબ ન કરવા દીધી.

પોતાના સપના પુરા કરવા માટે એક ચાલાકીભર્યો ઉપાય એને સુજ્યો."પરણવું તો કોઇ એન.આર.આઇ ને, અને હું ફૌરેન  સ્થિર થઇ જાવ.પછી ત્યા કોણ આવવાનું છે?"

રુપાળી છોકરીઓ માટે માંગાની ખોટ નથી હોતી.એક દિવસ ખરેખર સુધા અમેરીકા સ્થિત એક એન આર આઈ ને પરણી ગઇ.લગ્ન સમારંભ ધામધુમથી ઉજવાયો.અને આખરે પિતાએ સુધાને વળાવી.એરપોર્ટ પર બધા સ્નેહીઓ સુધાને વળાવવા,શુભેચ્છાઓ આપવા અને વડીલો આશિર્વાદ આપવા આવેલા.

લોકોની ભીડમા સુધા હરખાતી સૌની શુભેચ્છાઓ જીલતી હતી.

એને ક્યા ખબર હતી કે,આ ભીડમા એક ચહેરો એવો પણ હતો,જેણે સુધાને દિલથી ચાહી હતી. કોલેજના એ દિવસો...

જ્યારે સુધાને પણ એની સહેલીઓની જેમ એક બોયફ્રેન્ડ જોઇતો હતો ત્યારે વિનોદે તેની આ કમી પુરી કરી હતી. સુધા માટે આ એક ખેલ હતો પણ વિનોદ તો સુધાના પ્રેમમા ગળા સુધી ડુબ્યો હતો.

હજું પંદર દિવસ પહેલા જ સુધા વિનોદના ઘરે લગ્નપત્રીકા આપવા ગઈ હતી.અને સાવ બેફીકરી અને નફ્ફટાઇ થી બોલી હતી "જોજે હો વિનીયા મારી કોલેજ ની નાદાની યાદ ન રાખતો અને મેરેઝ મા જરૂર આવજે"

વેદના છુપાવીને,વિનોદે ચહેરા પર સ્માઇલ લાવી હતી."જરૂર આવીશ સુધા"

લગ્નમા તો હાજરી આપી અને  આજે વિનોદ, સુધાને છેલ્લી વિદાય આપવા પણ આવેલો.

છેલ્લી વારની મુલાકાતમા એ સુધાને નજરથી ઓજલ થવા દેવા નહોતો માંગતો પણ સુધાને વિનોદ માટે ક્યા સમય હતો એ તો ખોવાયેલી  હતી અમેરીકા ની ભવ્ય જાહોજલાલીમા, પોતાના રંગીન સપનામા.

એની નજરમા હતી, ભવ્ય મહેલાતો અને અમેરીકા ની ચળકાટ કરતી રોશની.

એક ઊડતી નજર વિનોદ પર ગઇ.ફિક્કુ હસીને સુધાએ વિનોદને મુંગી વિદાય આપી.

એરપોર્ટ ની ચહલપહલ વચ્ચે વિનોદ એક ખુણામા એકલો ઉભો હતો.સુધા બધુ જ ભુલી ગઇ હતી.વિનોદને આ વાતનો વસવસો હતો એના સ્મૃતિ પટ પર ક્યાય સાથે વિતાવેલા પ્રેમભર્યા દિવસો ની સ્મૃતિ નહોતી.

થોડીવારમા પેસેન્જરો માટે જાહેરાત થઇ અને સુધા પ્લેનના પગથીયા સડસડાટ ચડી ગઈ.

પહેલીવાર પ્લેનમા બેસવાનો રોમાંચ પણ અદ્ભભૂત હતો. થોડીવારમા પ્લેન સ્ટડી થયું. સૌ વાતો એ વળગ્યા. સુધા પણ ઉમળકાથી પોતાના એન આર આઈ  પતિ  સાથે વાતો કરતી હતી.

વીસેક મીનીટની સફર પછી અચાનક પ્લેનમા ઝટકા શરુ થયા. અને જાહેરાત થઇ "સાવધાન યાત્રીઓ આપણા પ્લેનને આગ લાગવાની સંભાવના છે" સુધાનો ચહેરો ફીક્કો પડી ગયો. પ્લેન મા ફરી જાહેરાત થઇ "આપણે પાછા લેન્ડીંગ કરીએ છીએ નસીબ સાથ આપે પુરી અપેક્ષા રાખીએ છીએ."

એન આર આઈ  પતિની બાજુમા બેઠેલી સાસુમાએ સુધાના પતિના  કાનમા કીધું,

"હે ભગવાન વહુના પગલા અપશુકનયાળ છે." અને કાઉન્ટડાઉન શરૂ થયું.

એક...બે...ત્રણ....

પ્લેને ફરી પાછું સફળ ઊતરાણ કર્યુ અને એને રીપેરીંગ માટે મોકલી આપવામા આવ્યું.

સુધા એરપોર્ટની એક બેંચ પર શાંત બેઠી હતી. એને વળાવવા આવેલા તમામ સ્નેહીઓ જતા રહ્યા હતા પણ,થોડે દુર એક બીજી બેંચ પર વિનોદ હજું બેઠો હતો.થોડી જ મિનીટો પહેલા જે ઉમંગ ને ઊત્સાહ સુધાના ચહેરા પર હતા એ ઓસરી ગયા હતા.પત્થરની શીલા સમાન તે બેઠી હતી

એને ખબર નહોતી કે  વિનોદ હજું અહિં બેઠો છે.

સુધા વિચારતી રહી.

જ્યારે કાઉન્ટડાઉન ચાલું થયું.

ત્યારે એ થોડી ક્ષણો દરમ્યાન મારા વિચારોમા મારી કોઇ ઇચ્છાઓ,સપના, મહત્વકાક્ષાઓ નહોતી.ન તો અમેરીકા હતું ના એન આર આઈ  પતિ હતો.

એ થોડી ક્ષણો મા મારા હ્રદયસિંહાસન પર એક જ વ્યક્તિનું શાશન હતું.

વિનોદ વિનોદ ને વિનોદ.

 મારું અસત્તિત્વ જ્યારે જોખમમા હતું હું જીવન અને મરણના સંઘર્ષ વચ્ચે હતી ત્યારે આ એક જ માણસ મારા હ્રદયમા કેમ આવ્યો?

વિનોદનો સાચો પ્રેમ અને ત્યાગ સુધાને સમજાઈ ગયો હતો.

પણ હવે મોડું થઇ ગયું હતું.

ફરી પાછી જાહેરાત થઇ..પ્લેન રીપેર થયું હતું. એન આર આઈ  પતિએ આવીને સુધાને કહ્યું "કામ ઓન  સુધા."

 સુધા ઉભી થઇ પણ હવે એના પગલામા જોમ નહોતું જે ધરતી છોડવા માટે તલપાપડ હતી એ જ ધરતીએ એના પગ પકડી રાખ્યા હતા.એના હ્રદય મંદિરમા હવે વિનોદના સાત્વિક પ્રેમની જ્યોત પ્રગટી હતી. હવે એને એ દિવસો ખુબ યાદ આવતા હતા. આઈ એમ સોરી  વિનોદ તું મારી મંઝીલ નથી.આ પોતાના જ શબ્દો આજે સુધા ને ખુંચી રહ્યા હતા.

ઇટ્સ ઓકે ડીયર

કહી ને જે સ્માઇલ આપેલું એ વિનોદનું સ્મિત હવે સુધાને આજે ખુબ જ મધુર લાગતું હતું એ સ્મિતને પોતાની આંખોમા ન ભરી શકી તેનો ઘોર અફસોસ એને વ્યાપી ગયો.

 જીવનની ક્ષણભંગુરતાના અનુભવે સુધાને સાચા પ્રેમનું ભાન કરાવ્યું હતું. 

 એની નજર હવે જ્યા વિનોદ ઉભો હતો એ ખુણા મા વારંવાર જતી હતી.પાછું વળી વળી ને,સુધા હવે વિનોદ ને શોધી રહી હતી.પણ વિનોદ ક્યાં હતો?

 અતિત ના અરિસામા સુધાને હવે વિનોદનો ધુંધળો ચહેરો પણ દ્રશ્યમાન નહોતો.

 એણે આંધળી મહત્વકાક્ષાઓ અને જુઠા ચળકાટથી અંજાઇને સાચો પ્રેમ ગુમાવી દીધો હતો.

રીપેર થયેલું પ્લેન એકવાર ફરીપાછું સુધાને લઇ ને ઉડ્યું.

છુપાઇને નિહાળી રહેલા વિનોદે ગગનની સૈર કરી રહેલા વિમાનને ભીની આંખો સાથે  હાથ  હલાવીને વિદાય આપી.

 એ સમયે આકાશમા સંધ્યા ઢળી રહી હતી.


Rate this content
Log in