Nitin Prajapati

Others

4  

Nitin Prajapati

Others

પત્રની હરાજી

પત્રની હરાજી

2 mins
13.3K


એક વૃધ્ધ  વ્યકતિ પોતાની પાસે ટૂટેલા - ફૂટેલા બેગને લઈને બજારમાં જાય છે. બજારના ચોકમાં જઈ એક પથ્થર ઉપર ઊભીને  બેગને ફંફોસી ને કેટલાક રદ્દી થઇ ગયેલા કાગળો કાઢીને તેની હરાજી કરવા લાગે છે.આ જોઈને ઘણા લોકો ત્યા જાય છે, પણ બધા જાણે એ વૃધ્ધની આ હરકત જોઇને ચાલ્યા જાય છે.પણ એ રદ્દી કાગળ કોઈ લેતું નથી. આ જોઈને તે વૃધ્ધ વ્યક્તિ નિરાશ થઈ જાય છે.છતાં તે હિંમત હાર્યા વગર પોતાનું કાર્ય ચાલુ રાખે,ત્યારે એક યુવાન જાણે કાંઈ શોધતો હોય તેમ ત્યાંથી પસાર થતાં એ યુવક જિગ્નાશાવશ પેલા વૃધ્ધ સામે જોઈને ઊભો રહી જાય છે.યુવક વૃધ્ધને પશ્ન પૂછે છે કે તમે કેમ આ કાગળોની હરાજી કરી રહ્યા છો? પરંતુ વૃધ્ધ નિરુતર રહે છે.આ જોઈ યુવાનને વધુ જાણવાની જિગ્નાશા થઈ.એ યુવાન ફરી એજ શબ્દો ઊચ્ચારીને પૂછે છે.

ત્યારે વૃધ્ધ માણસ એકદમ અસ્વસ્થ ચિતે જવાબ આપતા કહે છે કે,"એ ફૂલોની સુગંધના રહી,પુસ્તકમાં સૂકાયેલા એ ગુલાબ ના રહ્યા,એ ખુલ્લી આંખે જોયેલા સ્વપ્નાઓ ના રહ્યા,કાજળના એ કામણ ના રહ્યા,એ વચનો અને વાયદાઓ ના રહ્યા, અમને દિલોજાનથી ચાહનારા ન રહ્યા,અમને જોઈ કોઈ હસનારા ના રહ્યા,બસ હવે એને ચાહવાનું કોઈ કારણ ના રહ્યું." તો હવે આ કાગળો સાચવીને શું કરું? પેલા વૃધ્ધ માણસની આંખમાં અને અવાજમાં જાણે કેટલાય વર્ષોની ભીનાશ હતી.

કદાચ કોઈ યુવાન પ્રેમીને આ મારા પ્રેમપત્રો કામ લાગી જાય માટે આ પ્રેમપત્રોની હરાજી કરી રહ્યો છું. આ શબ્દો સાભંળતાની સાથે પેલો યુવાન વૃધ્ધને ગળે ભેટીને બથ ભરીને ડૂસકે-ડૂસકે રડવા લાગે છે.આમ એ યુવાન વૃધ્ધના શબ્દોનું મહત્વ સમજે છે અને વૃધ્ધને પત્રનો ખરીદદાર મળી જાય છે


Rate this content
Log in