STORYMIRROR

Nitin Prajapati

Others

3  

Nitin Prajapati

Others

પત્રની હરાજી

પત્રની હરાજી

2 mins
14.6K


એક વૃદ્ધ વ્યક્તિ પોતાની પાસે ટૂટેલા - ફૂટેલા બેગને લઈને બજારમાં જાય છે. બજારના ચોકમાં જઈ એક પથ્થર ઉપર ઊભીને બેગને ફંફોસીને કેટલાક રદ્દી થઈ ગયેલા કાગળો કાઢીને તેની હરાજી કરવા લાગે છે.

આ જોઈને ઘણાં લોકો ત્યાં જાય છે, પણ બધા જાણે એ વૃદ્ધની આ હરકત જોઈને ચાલ્યા જાય છે. પણ એ રદ્દી કાગળ કોઈ લેતું નથી. આ જોઈને તે વૃદ્ધ વ્યક્તિ નિરાશ થઈ જાય છે. છતાં તે હિંમત હાર્યા વગર પોતાનું કાર્ય ચાલુ રાખે. ત્યારે એક યુવાન જાણે કાંઈ શોધતો હોય તેમ ત્યાંથી પસાર થતાં એ યુવક જીજ્ઞાસાવશ પેલા વૃદ્ધ સામે જોઈને ઊભો રહી જાય છે.

યુવક વૃદ્ધને પશ્ન પૂછે છે કે તમે કેમ આ કાગળોની હરાજી કરી રહ્યા છો? પરંતુ વૃદ્ધ નિરુતર રહે છે.આ જોઈ યુવાનને વધુ જાણવાની જીજ્ઞાસા થઈ. એ યુવાન ફરી એજ શબ્દો ઊચ્ચારીને પૂછે છે. ત્યારે વૃદ્ધ માણસ એકદમ અસ્વસ્થ ચિતે જવાબ આપતા કહે છે કે એ ફૂલોની સુગંધના રહી. પુસ્તકમાં સૂકાયેલા એ ગુલાબ ન રહ્યા. એ ખુલ્લી આંખે જોયેલા સ્વપ્નાઓ ના રહ્યા. કાજળનાએ કામણ ન રહ્યા. એ વચનો અને વાયદાઓ ન રહ્યા. અમને દિલોજાનથી ચાહનારા ન રહ્યા. અમને જોઈ કોઈ હસનારા ન રહ્યા. બસ હવે એને ચાહવાનું કોઈ કારણ ન રહ્યું. તો હવે આ કાગળો સાચવીને શું કરું?

પેલા વૃદ્ધ માણસની આંખમાં અને અવાજમાં જાણે કેટલાય વર્ષોની ભીનાશ હતી. કદાચ કોઈ યુવાન પ્રેમીને આ મારા પ્રેમપત્રો કામ લાગી જાય માટે આ પ્રેમપત્રોની હરાજી કરી રહ્યો છું. આ શબ્દો સાંભળતાની સાથે પેલો યુવાન વૃદ્ધને ગળે ભેટીને બથ ભરીને ડૂસકે-ડૂસકે રડવા લાગે છે. આમ એ યુવાન વૃદ્ધના શબ્દોનું મહત્વ સમજે છે અને વૃદ્ધને પત્રનો ખરીદદાર મળી જાય છે.


Rate this content
Log in