MANISH CHUDASAMA

Others

3.5  

MANISH CHUDASAMA

Others

પશ્ચાતાપનાં આંસુ

પશ્ચાતાપનાં આંસુ

1 min
343


નિરાલીનાં રમેશ સાથે બીજા લગ્નને આજે બે વર્ષ થયાં હતાં. રમેશ દરરોજ જુગાર રમતો ને રાત્રે દારૂ પીને નિરાલી સાથે મારઝૂડ કરતો.

ત્રણ વર્ષ પહેલાં નિરાલીએ એની સોસાયટીમાં રહેતાં મિનેષ સાથે લવમેરેજ કર્યા હતાં. બંને ૧૨ વર્ષ રીલેશનશીપમાં રહ્યાં પછી ઘરવાળાને મનાવીને મેરેજ કર્યા.

બંનેનો ૧૨ વર્ષ જૂનો પ્રેમ પૂરા ૧૨ મહિના પણ ના ટકી શક્યો. નિરાલીની વધતી જતી માંગ પૂરી ના થવાનાં કારણે નિરાલીએ મિનેષને છૂટાછેડા આપી દીધા હતાં.

આજે રમેશનાં આવા ત્રાસથી કંટાળેલી નિરાલી મિનેષનો પ્રેમ, લાગણી અને પોતાનાં પ્રત્યેની કાળજી યાદ કરીને પશ્ચાતાપનાં આંસુ સારી રહી હતી.


Rate this content
Log in