Vagisha Vaidya

Others

3.4  

Vagisha Vaidya

Others

પિતાનું મહત્વ

પિતાનું મહત્વ

2 mins
741


બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. અને તેનો અહેસાસ મને છે માત્ર 16 વર્ષ ની ઉમરમાં મેં મારા પિતાને ગુમાવ્યા ત્યારે થયો. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘરની દીકરી ! સાસરે ગયેલી કે ઘરથી દૂર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે. પિતા એટલે ઘરના મોભી જેના વગર ઘર ચલાવવું અશક્ય જ છે એમ કહી શકાય. માતા તો કપરી પરિસ્થિતિ અથવા કાઈ દુઃખ હોય તો પિતા સામે રડી શકે પરંતુ એક પિતા તો રડી પણ નથી શકતા. તે તેના સંતાનો માટે ગમે તે કરી શકે. કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મૂકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજમાં નથી બનતા ? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે...

પિતા હંમેશા તેના સંતાનો માટે જ જીવે છે. પિતા એ જોયેલા સપના તેના અરમાન તેની ખબીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ? આપણી પાસે તો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતાને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચૂકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને, આપણા જ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથા-શક્તિ પિતૃ તર્પણ કરીએ.

તેના બાળકો ને જેટલો પ્રેમ માતા કરે છે તેટલો જ પ્રેમ પિતા પણ કરે છે પરંતુ ફરક ફક્ત એટલો જ છે કે માતા ને તેનો પ્રેમ વ્યકત કરતા આવડે છે અને પિતા તેની જવાબદારીઓ ને કારણ તેના બાળકો ને સમય ન આપી શકવાને કારણે તેના બાળકો સમજે કે તેના પિતા તેને એટલો પ્રેમ નથી કરતાં.

દીકરી એ સાચું જ કીધું છે કે મને રમકડાં નથી ગમતા મને તો સાંજ ગમે છે કેમકે રમકડાં તો મારા પપ્પા લાવે છે પરંતુ સાંજ તો મારા પપ્પા ને લાવે છે.


Rate this content
Log in