Dangar Shital

Children Stories Inspirational

4.0  

Dangar Shital

Children Stories Inspirational

પીન્ટુ ચાલ્યો ઑફલાઈન શિક્ષણ

પીન્ટુ ચાલ્યો ઑફલાઈન શિક્ષણ

3 mins
204


પીન્ટુ આજે ખૂબ ખુશ હતો. શાળાઓ ફરીથી શરૂ થવાની છે, આ સમાચાર સાંભળતા પીન્ટુ નાચવા લાગ્યો, કેટલાય દિવસો પછી મિત્રોને મળશે, મજા મસ્તી કરશે એવા વિચાર સાથે પીન્ટુ કૂદકા મારવા લાગ્યો. આવતીકાલથી હું શાળાએ જઈશ ! વર્ગખડોમાં ભણવાનું ને ઓનલાઈન કલાસથી છુટકારો શિક્ષકો પાસે જઈ શીખવાનું મળશે. નવા મિત્રો ! મેદાનમાં રમવાનું ને આનંદના પળોને ફરી આવકારો આપીશું.

 બીજા દિવસે પીન્ટુ વહેલી સવારે ઉઠી ગયો, અડધું પધડું નહાયું ન નહાયુ ને શાળાનું દફતર લીધું એક બે ચોપડીઓ લીધી ને દોડવા માંડ્યો શાળા તરફ ! ન મારક પહેર્યું ન હાથ ધોયા

સબુભાઈ બૂમ પાડી 'એલા પીન્ટુ કોરોના કાલ છે સાબુથી હાથ ધોવાનું રાખ ! નહિ તો... ?' પણ સાંભળે પીન્ટુ સાનો? નિશાળ જવાના હરખમાં ભૂલી ગયો ને એમનેમ ઉપડ્યો.

રસ્તામાં ચિન્ટુ મળ્યો અહાહા! કેટલો ચોખ્ખો ! બરાબર નહાઈ ધોઈને સરસ મજાનો શાળનો યુનિફોર્મ પહેરેલા માસ્ક પહેરેલું સેનેતાઈઝર ની નાની ડબ્બી પણ લીધેલી હો. ચિન્ટુ પિન્ટુને બોલાવે એ પહેલા પીન્ટુ છિકાવા લાગ્યો, ચિન્ટુ તો ઉપડ્યો 'અ અરેરે. છી અલા પીન્ટુ તું હજુ ના સુધર્યો. શાળાએ જવાનું છે, તો પછી S.O.P નું તો પાલન કર આ શું છે ? ન માસ્ક કે રૂમાલ ને તારા હાથ તો જો નખમાં નાસ્તો ચોંટેલો છે આવું ગંદુ અવાય ?' આવું કહીને ચિન્ટુ દૂર ઊભો રહ્યો.

S.O.P ? પિન્ટુને કંઇક યાદ આવ્યું. ચિન્ટુ કહે 'અલા પીન્ટુ ત્રણ ચાર દિવસથી વોટ્સએપમાં મેસેજ આવે છે કે શાળાએ આવતી વખતે S.O.Pનું પાલન કરવું પણ મે તો કશું વાચ્યું નથી !'

ચિન્ટુ એ પિન્ટુને કહ્યું 'કોરોનાથી બચવા સરકારે કેટલીક સૂચનાઓનું પાલન કરવાનું કહ્યું છે, એ બધું S.O.P એ મુજબ ફરજિયાત માસ્ક પહેરવાનો છે.. જેથી કોરોના શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે નહિ તને એનું ભાન નથી ? તે માસ્ક પહેર્યો નથી એ ખૂબ ગંભીર બાબત છે, તને શાળામાં કોઈ દાખલ નહિ થવા દે.'

પીન્ટુ તો ચોંકી ઉઠ્યો અરે ! શાળાએ જવાના હરખમાં ભૂલી ગયો ? એવું કહી માથું ખંજવાળવા લાગ્યો એટલી વારમાં પિન્કી હરખાતી હરખાતી આવી પહોંચી ! તેને જોઇને ચિન્ટુ કહે અરે પિન્કી તું દૂર કેમ ઊભી છે? ચાલ અમારી સાથે શાળામાં પિન્કી એ કહ્યું કોરોના થી બચવા સોશીયલ ડિસ્ટન્સ રાખવાનું છે, એટલે દૂર જ ઉભવાનું છે, ટોળુ કરીને ઊભા રહેવાની મનાઈ છે, ખબર છે ને?

એટલામાં જ ચીકી સ્કૂલ બેગની એકબાજુ પાણીની બોટલને નાસ્તાનો ડબ્બો લાવી હતી, એ જોઇને પીન્ટુ હસવા લાગ્યોને કીધું 'સ્કૂલમાં પાણી અને નાસ્તાની સુવિધા છે તો પણ પાણીની બોટલ અને ડબ્બાનું ભાર ઊંચકી આવી છે.'

ચીકી જરા ગુસ્સે થઈને બોલી પીન્ટુ S.O.P મુજબ બોટલ અને નાસ્તો લઈ જવાના છે કોઈપણ વસ્તુની આપ લે કરવાની નાથી. વધારે સરદી કે ખાંસી કે તાવ જેવું હોય તો શાળાએ ન આવવું જોઈએ અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવા જવી જોઈએ એવું ચિન્ટુ કહે છે.

ત્યારબાદ બધા મિત્રો S.O.Pના પાલનનું પીન્ટુ પાસે પ્રતિજ્ઞા લેવડાવે છે, પીન્ટુ પોતાની ભૂલ માને છે અને બધા મિત્રોને આભાર વ્યક્ત કરે છે.

પીન્ટુમાં આવેલી જાગૃતતા જોઈ બધા મિત્રો ખુશ થઈ ગયા. પછી બધા કોરોનાંથી બચવા માટેની સુચનાઓનું પાલન કરતા સરસ રીતે ભણવા લાગ્યા. તમે પણ આ બધા મિત્રો ની જેમ કોરોના ગાઇડલાઈન નું પણ કરી સુરક્ષીત રહો.


Rate this content
Log in