VANITA MANUNDRA

Others

3  

VANITA MANUNDRA

Others

ફાધર્સ ડે સ્પેશિયલ

ફાધર્સ ડે સ્પેશિયલ

5 mins
163


સૌ પ્રથમ તો જગતના સર્વ પિતાને મારા હૃદયપૂર્વક વંદન ! માતાનો દરજ્જો તો ઊંચો છે જ અને રહેશે. પરંતુ પિતાનો મોભો પણ એટલો જ ભાગ ભજવે છે. જે ઘરમાં માતાનો ખોળો અને પિતાનો ખભો મળે છે. તે ઘરના સંતાનોમાં ચોક્કસથી સંસ્કારોનું સિંચન થાય છે. એવું કહેવાય છે કે ગોળ વિના મોળો કંસાર અને મા વિના સુનો સંસાર પણ આ કંસારમાં ગળપણનું કામ તો પિતા જ કરે છે. પત્નીની કુખે બાળક અવતરણ સાથે જ પિતાનો જન્મ થઈ જાય છે. પિતા શબ્દ એ આપણી ઓળખાણ.... સ્વ ના નામ ની પાછળ વપરાતો માનવાચક શબ્દ એ પિતા છે. સંસ્કૃતમાં પિતા માટે એક સુંદર શ્લોક છે.

पिता धर्म: पिता स्वर्ग: पिताही परमतप:पितारी प्रति मापंते: प्रियंते सर्व देवता ।।

અર્થાત્,પિતાનો ધર્મ નીભવાવવળા પિતા પાસે સ્વર્ગ છે. પિતા બનવું એ પરમ તપ છે તેની પ્રતિમા તો દેવો ને પણ પ્રિય છે.

 મિત્રો,એક વિચાર આવે છે કે ૨૫ - ૩૦ વર્ષનો એક ફક્કડ યુવાન... જે સરસ મજાના જિન્સ ટીશર્ટ અને ફેશનેબલ શૂઝ સાથે પરફ્યુમ લગાડે છે. પિતા બનતા જ ધીમે ધીમે વર્ષો જતા તેના શોખ ઓછા થઈ જાય છે. કારણ માત્ર એટલું કેવતે પિતા છે. તેના શોખ વહેંચાઈ જાય છે.... જવાબદારીઓમાં ધન્ય છે આવા પિતા ને... ! પિતા શબ્દ પડતાં જ આંખ સામે એક અનુશાસન બદ્ધ ચહેરો ખડો થઈ જાય છે. એક બાળક દીકરો કે દીકરીના મન માં ડર સાથે આનંદની લાગણી પણ અનુભવાય છે. પિતા પણ બાળક સાથે બાળપણ જીવે છે. તેમાં દીકરી પોતાના પિતાના હૃદયની અત્યંત નજીક હોય છે.

"ક્યાંક એવું નસીબ મળી જાય,જીવનની સૌથી સુંદર ક્ષણ મળી જાય,પિતા બને ઘોડો ને મારી સવારી બની જાય... !"

મિત્રો,અમુક પળો પાછી નથી લાવી શકતા પરંતુ ચોક્કસ તેમને વાગોળી શકીએ છીએ. અહીં એક નાનકડી વાર્તા યાદ આવે છે.  સાંજના સાત વાગ્યા હતા અને શ્યામલી તેના પિતાનો ઈન્તજાર કરી રહી હતી. આજે તે ઘણી ખુશ હતી કારણ આજે સ્કૂલમાં લેવાયેલ ગણિતના ટેસ્ટમાં તેણે પૂરા ગુણ મેળવ્યાં હતા. આ ખુશખબરી તે પિતાને આપવાની હતી. અચાનક ડોરબેલ વાગી અને શ્યામલી દરવાજો ખોલે છે. પિતાને જોતા જ તેની ખુશી નું કારણ જણાવી દે છે. બાળકની નાની મોટી ખુશીમાં પિતા પણ ખુશ થાય. પોતાની દીકરી ને સારા ગુણ આવ્યા તે ખુશીમાં તેને રાત્રિનું ભોજન લીધા બાદ આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાય છે.

શહેરની ઝળહળતી રોશનીમાં પિતા અને દીકરી નાઈટ વોક કરવા નીકળી પડે છે. એક બગીચાના બાંકડે બેસીને શ્યામલી ને તેની મનપસંદ આઈસ્ક્રીમ ખવડાવે છે. અચાનક શ્યામલીની નજર એક વ્યક્તિ પર પડે છે. સામાન્ય દેખાવ અને આર્થિક પરિસ્થિતિ યોગ્ય ન હોય તેવા તેના કપડા ચાડી ખાતા હતા. તેણે એક બાળકીને તેડી હોય છે. જોવા પર થી લાગ્યું કે તેના પિતા હશે. તે બાળકી આઈસ્ક્રીમ પાર્લરમાં લાગેલા લોભામણા ચિત્ર જોતી હોય છે. બાળકી એ પોતાના પિતાને એક આઈસ્ક્રીમ તરફ આંગળી ચીંધી. પિતા તે આઈસ્ક્રીમની કિંમત પૂછી પોતાના ખિસ્સાને ફંફોળે છે. થોડીવાર બાદ પોતાની બાળકી ને કંઈક કહી સામે એક કુલ્ફી વાળાની લારી પાસે લઈ જાય છે. તે પિતા પોતાની બાળકીને લારી પરથી કુલ્ફી ખવડાવે છે. તે બાળકી પણ પોતાના પિતાને જોઈ ખુશ થતી હતી કે જેવી શ્યામલી ખુશ થતી હતી. ખરેખર ખુશી પૈસાથી નહીં પરંતુ લાગણીથી અંકાય છે. તેની મનપસંદ આઈસ્ક્રીમ કરતા નાનકડી કુલ્ફીનો સ્વાદ વધુ મીઠો હશે એવો અહેસાસ એ દિવસે શ્યામલી ને પણ થયો. એ નાનકડા પ્રસંગ બાદ શ્યામલી પોતાના પિતા પાસે કોઈ ખોટો ખર્ચ કરાવતી નથી અને પિતાની લાગણીઓને પણ સમજવાનો પ્રયત્ન કરે છે.

" ભામણા લઈ નજર ઉતારી દીધી,શાંતિની પળો મુજ પર વારી દીધી,હોય જો પેટ ભૂખ્યું તો મુજ પિતા એ.... રાત આખી પરિશ્રમ માં ગુજારી દીધી !" પિતા એક એવો જીવ છે કે જે પોતાની શાંતિ ની પળો ત્યાગી આખી રાત ઉજાગરા વેઠીને પણ પોતાના પરિવારનું પાલનપોષણ કરે છે કહેવાય છે ભગવાન ભૂખ્યો ઉઠાડે પણ ભૂખ્યો સુવા ન દે તેમ પરિવાર માટે તો પિતા જ ભગવાન છે. માં ભલે સહનશીલતા ની મૂર્તિ કહેવાય પરંતુ ધરતી સમાન ધીરજ પિતામાં છે પિતા જે કામ કરે તે દીર્ઘદ્રષ્ટિથી કરે છે. પછી તે પોતાના બાળકના ભવિષ્યની વાત હોય કે કોઈ પણ જીમ્મેદારી ભર્યું કાર્ય હોય.... કોઈપણ ગંભીર બાબતનું નિરાકરણ પિતા ધીરજ થી લાવી શકે છે. તે હમેંશા આગળનું વિચારી ને નિર્ણય લે છે.

 એક ઉદાહરણ કે એક દીકરાના પિતા ખૂબજ ધનવાન અને મોભાદાર વ્યક્તિમાં પણ વર્કિંગ વુમન... પોતાના બાળકના ભવિષ્ય માટે ઘણા સપના જોયેલા કે મારો દીકરો ડોકટર બને. ઈશ્વરની કૃપા થી દીકરો પણ ભણવામાં હોંશિયાર પરંતુ... દીકરાનું સ્વપ્ન સંગીતકાર બનવાનું હતું. અવારનવાર પુત્રની કારકિર્દીની ચિંતા થી ઘરમાં કકળાટ થતો.. પરંતુ પિતા પોતાના બાળકની ઈચ્છા ને ધ્યાન માં રાખી પોતાના દીકરાને ગમતા ક્ષેત્રમાં જવાનો મોકો આપે છે. કારણ તે પિતા છે... એ પિતા જ છે જે પહેલા પોતાના દીકરાનો મિત્ર છે. જગતના પિતાને એટલું ચોક્કસ કહીશ કે પોતાના બાળક સાથે મિત્રતાભર્યું વર્તન કરશું તો તે પોતાના મન ની વાત જરૂર કરશે અને ક્યાંક સુસાઈડ ના કેસ પણ થતાં અટકશે. મિત્રો જીવનમાં પિતાનું હોવું જરૂરી છે. જે પુત્ર પિતાની છત્રછાયા નાની વયે ઘૂમાવે છે ત્યાં ખરેખર દુઃખ અનુભવાય છે. પિતા એક એવો ધર્મ છે જ્યાં જવાબદારી સર્વોપરી છે અને એમાં પણ લક્ષ્મીની અછત ધરાવતા..

" વજન છે સૌને સૌની જીમ્મેદારી નું,સૌથી વજનદાર છે ખાલી ખિસ્સુ.. ચાલવું અઘરું જીવવું કપરું.. !"

ખાલી ખિસ્સા વાળા પિતાના પગ એટલા ભરી હોય છે કે જીવન નિર્વાહ માટે આગળ વધવા કેટલીયે તકલીફોનો સામનો કરવો પડે છે. પિતા એક એવા મજબૂત ખભાનું સામર્થ્ય છે કે જે આખી દુનિયા થી ભીડીને પોતાના પરિવારને નાની મોટી ખુશી આપવાનો પ્રયત્ન કરે છે.

આ મજબૂત ખભા પાછળ એક કોમળ હૃદય પણ છે. તે હતાશ થાય છે પણ રડી શકતો નથી. તે હારે છે પણ હાર માનતો નથી. કેટકેટલીય સંવેદનાઓ તેનામાં ધરબાયેલી છે તે અભિવ્યક્ત કરી શકતો નથી. સંવેદનાને અભિવ્યક્ત કરવામાં તે ખચકાટ અનુભવે છે. કારણ દુનિયાની નજરમાં મર્દ - પુરુષને આવા અધિકારો નથી. લાગણી વ્યક્ત કરતાં પુરુષ કે પિતા ને માવડિયો, રોતલ, વહુવડિયો કે કહ્યાગરો ઠરાવવામાં આવે છે. પરંતુ જ્યારે દીકરો કે દીકરી ખભેખભો મિલાવી ચાલતાં શીખે ને ત્યારે પિતાની છાતી ગજગજ ફૂલે છે. દીકરીને વળાવતા બાળક સમાન રડી પડે તે પિતા છે. પુત્રવધૂના ગૃહપ્રવેશ થી હર્ષના આંસુ સરી પડે તે પિતા છે.

 તેથીજ,પિતા જિંદગીના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર છે.... !


Rate this content
Log in