STORYMIRROR

maulik parikh

Children Stories Inspirational Children

3  

maulik parikh

Children Stories Inspirational Children

પાંચ રૂપિયાનાં દસ રૂપિયા

પાંચ રૂપિયાનાં દસ રૂપિયા

4 mins
250

એક રમેશ નામનો છોકરો હોય છે, તેની પરિસ્થિતિ નબળી છે. તે રોજ શાળામાં જાય ને ત્યાં બીજા છોકરાઓને તે દુકાનમાંથી નાસ્તો લઈને ખાતાં હોય, આ જોઈને તે મનમાં ને મનમાં વિચારે કે આ બધાંની પાસે પૈસા છે, માટે તે લોકો રોજ બધું લઈને ખાય છે. 

મારી પાસે બસ પાંચ રૂપિયા છે અને તે પણ ઘરે પરત લઈ જવાના છે. કારણ કે એની માતાએ તેને પાંચ રૂપિયા આપ્યા તો હતા, પણ સાથે સાથે એવું પણ કહ્યું હતું કે આ રૂપિયા તું ખર્ચ ના કરતો તારે જરુરી હોય તો જ તેને ખર્ચ કરજે. 

હવે રમેશ રોજ સવારે શાળામાં જાય એટલે એની માતા પાસેથી પાંચ રૂપિયા લઈને જાયને શાળાથી ઘરે આવે એટલે પરત કરી દે છે. આમ ને આમ સમય વીતી રહ્યો હતો. રોજ વિચારે કે આજે પાંચ રૂપિયા ખર્ચ કરીશ પણ એની માતાનાં ડર ના લીધે પાછો પડે છે !

એક વાર દ્રઢ નિશ્ચય કરીને ઘરેથી નીકળે છે કે આજે તો પાંચ રૂપિયા વાપરવા જ છે. પછી ગમેતેમ થાય ઘરની નજીકની દુકાને ગયો. દુકાનદાર ને કહે છે કે મને પાંચ રૂપિયાની ચોકલેટ આપો. દુકાનદાર તેને ચોકલેટ આપે છે તે બહુ ખુશ હતો અને ડર પણ લાગતો હતો. કે ઘરે શું કહીશ કે શામાં ખર્ચ કર્યા આ બધું વિચારતા વિચારતા રસ્તામાં એક ચોકલેટ ખાધી. ત્યાર પછી શાળામાં પહોંચ્યો ત્યાં પ્રાર્થનામાં ચોરી છૂપી બીજી ચોકલેટ ખાધી. 

ત્યાર બાદ બધાં છોકરાઓ વર્ગમાં પહોંચ્યા ત્યાં ત્રીજી ચોકલેટ નીકાળી ત્યાં તો એની પાસે બેસેલા છોકરાએ પૂછ્યું શું ખાય છે ? મને પણ આપ, તો રમેશ એકા એક ના પાડી દીધી, કહેવા લાગ્યો મારી છે હું નહીં આપું અને ચોકલેટ ના વખાણ કરતાં કહ્યું કે મસ્ત છે આ ચોકલેટ, મારા ઘરની બાજુની દુકાનમાં મળે છે, ખાટી મીઠી છે પહેલા ખાટી લાગે ને પછી મીઠી. આ સંભાળીને તેની જમણી બાજુ રહેલાં છોકરા એ કહ્યું કે આ તો જુઠ્ઠું બોલે છે. કાંઈ સારી નથી, આપણને લલચાવી રહ્યો છે. ત્યાં જ રમેશ બોલ્યો ના ના એવું નથી. સાચે જ સારી ચોકલેટ છે તો તેની આગળ બેસેલા છોકરા એ એને કહ્યું કે અમને શું ખબર કેવી છે ? અમને પણ ચખાવ જોઈએ તો તું સાચું કે છે કે જુઠ્ઠું ? 

આથી રમેશ ચોથી ચોકલેટ કાઢી ને તેના ચાર ટૂંકડા કરે છે અને ચારે છોકરાઓને આપે છે, તેઓ ચોકલેટ ખાય છે. આ ચારેય છોકરાઓને ચોકલેટ ગમી તો તેમને આખી ચોકલેટની માંગ કરી, રમેશ એ નાં પડતાં કહ્યું કે હું પૈસાની લાવ્યો છું ત્યાં તો તેની આગર બીજો છોકરો બોલ્યો હું તને એક રૂપિયો આપું તું મને ચોકલેટ આપ. આ ને જોઈ બીજા ત્રણ છોકરાઓએ પણ પૈસા આપ્યા. તેથી રમેશ તેમને ચારેય છોકરાઓને ચાર ચોકલેટ આપી અને ચાર રૂપિયા લીધા !

આ બધું જોઈ રહેલા એક છોકરાને લાલચ આવી, તે પણ એક રૂપિયો લઈને રમેશ પાસે આવ્યો. રમેશ પાસે હજુ બે ચોકલેટ હતી, તો એમાંથી એક ચોકલેટ તે છોકરા ને આપી. બાકી રહેલી ચોકલેટ એને ખાધી અને મનમાં ને મનમાં કહેવા લાગ્યો સારું થયું મારા પાંચ રૂપિયા મને પરત મળી ગયા હવે મને મારી માતા ના બોલ નહીં પડે. 

એટલાં મા શાળા છૂટ્યા ની વેળા થઈ, ત્યાં તે ચારેય છોકરાઓ રમેશ ને કહેવા લાગ્યા કે કાલે મારી માટે બે ચોકલેટ લેતો આવજે. એમ કુલ આઠ ચોકલેટ લેતો આવજે. અને ત્યાંથી ઘર તરફ જવાં લાગ્યાં. આ બધું થયું એમાં રમેશ અંદર ને અંદર વિચારવા લાગ્યો કે કાલે શું કરું ? પરંતુ અને ખુશી પણ હતી કે એના પાંચ રૂપિયા એને પરત મળ્યાં. અને તે ઘરે પહોંચી ગયો. 

બીજા દિવસે સવારે ફરી તેની માતા પાસેથી પૈસા લઈ દુકાને જાય છે દુકાનદાર પાસેથી ફરી દસ ચોકલેટ લઈને શાળામાં જાય છે ત્યાં તો પેલા ચાર છોકરા તેની જ રાહ જોઈ રહ્યા હતા રમેશ ના પહોંચતાની સાથે તેને ઘેરી વડે છે. એકી સાથે અવાજ આવે છે. લાવ્યો તું ચોકલેટ ? ત્યાં રમેશ બધાને ચોકલેટ આપી. બધાં એ તેને પૈસા આપ્યા બધાની સાથે તે ચોકલેટ ખાવા ગયો કે ત્યાં પેલો છોકરો આવ્યો અને તેને રમેશ પાસે ચોકલેટની માંગ કરી ને કહ્યું મને પણ આપ ચોકલેટ વધેલી બે ચોકલેટ તે છોકરા ને આપી દીધી. 

તેને ચોકલેટ ના મળી એનું દુઃખ હતું ને બીજી તરફ પાંચ રૂપિયાના દસ રૂપિયા મળ્યાની ખુશી. તે મનથી હરખાઈ રહ્યો હતો. અને તે બધા છોકરાઓએ બીજા દિવસે પણ ચોકલેટની માંગ કરી. બપોરના સમય દરમ્યાન શાળા છૂટતાં તે ઘરે જવા નીકળ્યો.


Rate this content
Log in