ઓનલાઈન શિક્ષણની અસરો
ઓનલાઈન શિક્ષણની અસરો
ભારતમાં તથા અન્ય દેશોમાં કોરોના એ વધુ અને વધુ ફેલાઈ રહ્યો હતો. આવી પરિસ્થિતિમાં લોકોની દુકાનો તથા શાળાઓ કોલેજો બંધ હતું. તેથી બાળકોનું ભવિષ્ય અંધકારમાં જઈ રહ્યું હતું. તેથી આપણા ભારત સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાની પદ્ધતિ શરૂ કરાઈ. અને જો બાળકને શિક્ષણ મેળવવું હોય તો તે બાળક પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની જરૂર પડતી હતી. તેથી વાલીઓને પોતાના બાળકને ભણાવવા માટે તેમને નવો ફોન તથા તે વાલીનો ફોન બાળકોને આપતા. અને સરકાર દ્વારા જી શાલા, હોમ લરનિંગ વગેરે જેવા દ્વારા બાળકો સુધી ઓનલાઈન શિક્ષણ પહોંચતું હતું. આવી પરિસ્થિતિમાં બાળકો મોબાઈલ ફોનને વધુમાં વધુ ઉપયોગ કરવા લાગ્યા. તેથી અમુક બાળકો ફોનમાં ભણતા અને અમુક બાળકો ફોનમાં અને ચીજ વસ્તુઓમાં ધ્યાન આપતા.
તેથી બાળકોના મગજ ટૂંકા થવા લાગ્યા અને તેની સીધી અસર પોતાના કુટુંબ પર પડી કારણકે બાળકના વર્તન, માતા પિતા સાથેની તેમની સાથે સમય વિતાવવો વગેરેમાં પરિવર્તન આવ્યા. અને અમુક બાળકો પાસે સવલતો ન હતી તો પણ તેમણે ભણીને સારા માર્કસ મેળવ્યા. અને ફોનમાં ધ્યાન આપ્યું હતું તે ફેલ થયા તથા ઓછા ટકા આવ્યા. ફોન વાપરીને બાળકોની આંખો બહુ બગડવા માંડી હતી. અને ભારતમાં ૭૫ ટકા બાળકોને ચશ્મા આવ્યા. તેથી વાલીઓએ ઓફલાઈન શિક્ષણની માંગ કરી જેથી આપણી સરકારે અઢી વર્ષ બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યું. અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી તેમજ માસ્ક પણ ફરજિયાત કરાવી શાળાઓ ચાલુ કરાવી.
મોબાઈલ ફોનનો ઉપયોગ જરૂરી પુરતો કરવો.
