Dimpal Gor

Children Stories Inspirational Children

4.2  

Dimpal Gor

Children Stories Inspirational Children

નવસર્જન

નવસર્જન

5 mins
222


વિશ્વ આખું કોરોનાની મહામારીના સકંજામાં સપડાઈ ગયું હતું પણ ટીના અને મોન્ટુ ખુશ હતા. આ લોકડાઉનના સમયમાં આખો દિવસ પપ્પા - મમ્મી ઘરે હોય. મમ્મી રોજ નવી વાનગી બનાવી દે અને પપ્પા એમના સાથે નવી નવી રમતો રમે અને દાદા દાદી પણ બહુ ખુશ રહેતા હતા પણ પછી ધીરે-ધીરે કોરોના એ પણ પોતાનો પગ પેસારો ધીરે-ધીરે ભારતમાં એવું કર્યુ કે લોકો હવે ભયભીત થઈ ગયા હતા અને પછી ટીવી ચેનલ પર પ્રસારિત થતા બધા કાર્યક્રમોમાં પણ કોરોના જ અગ્રેસર રહ્યું હતું. ટીના અને મોન્ટુ માટે તો આ બધું ખુબ જ કંટાળાજનક લાગી રહ્યું હતું, એમાંય હવે ઓનલાઈન અભ્યાસ. ઘરે આખો દિવસ બેસી રહેવું હવે તેમના માટે મહામુશ્કેલ રૂપ! પણ તેમના દાદા ને ટીના મોન્ટુની પરિસ્થિતિ સમજાઈ ગઈ હતી.

એક સાંજે દાદાએ કહ્યું, " આજે રાત્રે આપણે બધા ઘરની આગાસી એ સૂવાના છીએ ચાલો થોડીક સાફ-સફાઈ કરી આવીએ.' બંને બાળકો આનંદથી નાચી ઊઠ્યા આજે તો મમ્મી જે રસોઈ બનાવે તે ઝટપટ જમીને ઉપર અગાસી એ પહોંચી જવાની તૈયારી હતી. અમાસની રાતે હોવાથી આખું આકાશ તારાઓથી ભરચક હતું અને દાદા ટીના અને મોન્ટુ ને વિવિધ તારાઓ વિશે માહિતી આપી રહ્યા હતા. જો પેલો ચમકતો તારો છે ને તે શુક્રનો છે, આ સાત તારાઓનો સમૂહ તેને સપ્તઋષિ કહેવાય. મોન્ટુ તરત જ કહેવા લાગ્યો આ ઋષિઓ મૃત્યુ પામે તો શું તેઓ તારા બની જાય ? ટીના કહે દાદા આ આકાશની ઉપર શું હોય ? દાદાએ કહ્યું આ વિશાળ આકાશની પાછળ પરીઓનો દેશ હોય. દાદાએ પરીની વાર્તા શરૂ કરી પણ થોડીક જ વારમાં ટીના અને મોન્ટુ તો સૂઈ ગયા.

***

ટીના અને મોન્ટુ એકબીજાના હાથ પકડી દૂર આકાશમાં ઊડી રહ્યા હતા. બંને ખૂબ ડરેલા અને વિસ્મિત હતા. અચાનક એક તેજોમય પ્રકાશ પૂંજ તેમના તરફ આગળ વધી રહ્યો હતો. બંને આંખો બંધ કરી જોરદારની ચીસ પાડી ધડામ કરી પડ્યા. ખાસ્સી વાર સુધી આમ જ પડી રહ્યા. બંને ખૂબ ડરેલા હતા. થોડીકવાર પછી કોઈનું સુવાળુ અને વહાલભર્યું સ્પર્શ તેઓ અનુભવી રહ્યા. ધીરે ધીરે આંખો ખોલી સામે જોવાનો પ્રયાસ કર્યો. પણ આ શું ! બંને આશ્ચર્ય અને આનંદના મિશ્રાભાવથી નાચી ઊઠ્યા. સામે સુંદર એક પરી ઊભી હતી ખૂબ લાંબા વાળ, મોટી આંખો, ઝીણા હીરા જડિત માથે મુગટ, ગુલાબી કલરનું લાંબુ ફ્રોક, સૌમ્ય હાસ્ય જોઈ બંને બાળકો તેને ભેટી પડ્યા. પણ તેનાથી વધારે વિસ્મય પહોંચાડે એવું દ્રશ્ય તો પરીની પાછળ હતું. વાદળોથી ઘેરાયેલું,રંગીન ફૂલોથી શોભિત, પાણીના ઝરણા, મોટું મહેલને કેટકેટલું.

"અહીં પરીઓના દેશમાં સ્વાગત છે" પરી બંને બાળકો સામે જોઈને કહેતી હતી. બંને બાળકો અંદર પ્રવેશ કરે છે અંદરનું સુંદર દ્રશ્ય જોઈ બંને બાળકો પરી સામે બોલી રહ્યા, "અમારા દેશમાં કોરોના નામનો રોગ ફેલાયો છે ને કેટલાય લોકો તેમાં મૃત્યુ પામ્યા છે હવે તો અમે અહીં જ રહીશું." પરીએ કહ્યું હા, અમને જાણ છે ચાલો પહેલા પરી રાણી ને મળીએ.સુંદર મજાના દ્રશ્યો જોતા જોતા તેઓ એક મોટા મહેલ તરફ પહોંચ્યા.ખૂબ વિશાળ અને ભવ્ય મહેલ. અંદર પ્રવેશ કરતા ટીના અને મોન્ટુ ને વિશ્વાસ જ નહોતું થયું કે તેઓ આજે પરીઓના દેશમાં છે.મહેલની અંદર તેમના જેવા કેટલાય બાળકો હતા. કેટલાક બાળકો પરીઓ સાથે રમી રહ્યા હતા, તો કેટલાક બાળકો પરીઓ ની આસપાસ ઘેરાઈને બેસી વાર્તા સાંભળી રહ્યા હતા.એક બાળક ખૂબ ઉદાસ થઈ એક બાજુ બેઠો હતો. ટીનાએ પરી ને પૂછ્યું આ કેમ ઉદાસ છે? પરી એ કહ્યું તેના પિતા કોરોનાથી મૃત્યુ પામ્યા છે બંને આ સાંભળી દુઃખી થયા પછી પરી સામે જોઈ સાથે જ બોલ્યા એટલે હવે એ તમારા પાસે જ રહેશે ? પરી એ ફક્ત સ્મિત કર્યુ.

બધા પરી રાણી પાસે પહોંચ્યા. ત્યાં પણ કેટલાક બાળકો પરીઓ સાથે હાજર હતા. પરી રાણી ને જોઈ મોન્ટુ અને ટીનાને તેની મમ્મી યાદ આવી ગઈ. એક રાણીની શોભે એવું જ ઠાઠ, પણ મમતાળુ સ્મિત અને સૌમ્ય સ્વભાવ બિલકુલ માતા જેવું. તેમણે બોલવાનું શરૂ કર્યું, "મારા વ્હાલા બાળકો અમને ખબર છે કે આજે વિશ્વ આખું કોરોનાની મહામારીમાં નાશ થઈ રહ્યું છે બધાને ભેગા મળીને આ રોગ સામે લડવાનું છે." એક બાળક મોટીથી બોલી ઉઠ્યું કેવી રીતે લડીએ સાથે મળી ? અમને તો ઘરની બહાર નીકળવા જ કયાં મળે છે આખો દિવસ ઘરે પુરાઈ રહેવું.

 બીજી એક પરી આ વાત સાંભળીને કહેવા લાગી ઘરે રહીને પણ લડી શકાય. થોડી થોડી વારમાં હાથ ધોવા, ઘર અને આંગણું સ્વચ્છ રાખવા, ગરમ પાણી પીવું અને જો ઘરની બહાર નીકળીએ તો મોઢા પર માસ્ક પહેરીને નીકળવું. પહેલા આપણે આ રોગ સામે લડવા માટે તૈયાર થઈએ. પછી આગળ વધીએ.આટલું સાંભળી મોન્ટુ થી બોલાઈ ગયું પણ ઘરની બહાર કેવી રીતે લડીએ ? તેના સાથે આવેલ પરી એ કહ્યું હમણાં તમે બધા નિશાળે જાવ છો ? બધા બાળકો એક સાથે બોલી ઉઠ્યા ના... તોપણ તમે અભ્યાસ તો કરો છો ને કેવી રીતે ? ટીના એ ઉત્તર આપ્યો,ઓનલાઈન અભ્યાસ કરીને. હમમ..... તો પછી આપણે પણ ઓનલાઈન દ્વારા આપણા મિત્રોને સગા સંબંધીઓને, આપણી આસપાસ રહેતા લોકોને જાગૃત કરી શકીએ. આ વાત સાંભળીને બધા બાળકો તાળીઓ પાડીને આ વાતનો સ્વીકાર કર્યો. પરી રાણી એ પણ આ સાંભળી ખુશ થયા તેણી એ બધાને સંબોધીને કહ્યું, "બાળકો આપણે જ સૃષ્ટિનો સર્જન અને વિસર્જન કરીએ છીએ. પર્યાવરણ પ્રદૂષિત થાય, ગામડાઓ અને શહેરોમાં ઠેરઠેર કચરાના ઢગલાઓ હોય અને પછી રોગચારો તો ફેલાય ! ત્યારે માથે હાથ મૂકીને ઈશ્વર સામે ફરિયાદ કરી તો તે યોગ્ય ગણાય ? બાળકો સામે જોઈ પછી આગળ કહ્યું હજી પણ પરિસ્થિતિ આપણા હાથમાં છે આજથી જ આપણે બધા મળીને આપણી પૃથ્વીને બચાવવા માટે પ્રયાસ કરીએ.

 બધા બાળકો ખુશ થઈ એક મોટા ગોળાકારમાં ઊભા રહી એક સુંદર મજાનું ગીત ગાવા લાગ્યા.

' વિશ્વ આખું મારું ધામ,

 ભેગા મળીને કરશું કામ.

 બદલશે અમારા વિચારો,

 સુધરશે અમારા આચાર.

નવી દુનિયા નવા કામો સાથે,

નવું સર્જન થશે આજ.'

***

 સવારનો સૂરજ ધીરે ધીરે આકાશ તરફ આગળ વધી રહ્યો હતો ટીના અને મોન્ટુની આંખો તે જ પ્રકાશ પૂંજ અનુભવી રહી હતી ત્યાં મમ્મી બંનેને જગાડવાનું પ્રયાસ કરી રહી હતી. ધીરે ધીરે બંનેએ આંખો ખોલી. બંનેની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક દેખાઈ રહી હતી. ટીના અને મોન્ટુ ઊભા થઈ માં ને વળગી રહ્યા. પછી દોડીને નીચે દાદા પાસે ઊભા રહ્યા. દાદા છાપું વાંચતા હતા ટીના અને મોન્ટુ દાદાની સામે જોઈને કહ્યું કાલે તમે પરીઓની ખુબ સરસ વાર્તા સંભળાવી. બહુ મજા આવી. દાદા વિચારતા રહ્યા ત્યાં તો બંને ગીત ગાવા લાગ્યા.

વિશ્વ આખું મારું ધામ,

 ભેગા મળીને કરશું કામ.

 બદલશે અમારા વિચારો,

 સુધરશે અમારા આચાર.

નવી દુનિયા નવા કામો સાથે,

 નવું સર્જન થશે આજ.'

દાદા સ્મિત કરી રહ્યા. જાણે બધું જ સમજી ગયા.


Rate this content
Log in