STORYMIRROR

Harsh Kanojiya

Others

3  

Harsh Kanojiya

Others

નીલ અને સાપ

નીલ અને સાપ

2 mins
116

બાળપણ એટલે કોઈ ચિંતા નહીં મજાની જિંદગી આજે જ્યારે આપણે સૌ મોટા થઈ ગયા તો પણ એકવાર તો વિચાર આવે જ કે એ બાળપણના દિવસો પાછા આવી જાય. બાળપણ એટલે માત્ર રમત ગમત નહીં પણ પ્રાયમરી સ્કૂલમાં કરેલ અભ્યાસ અને એ સમયનાં મિત્રો. દરેક વ્યક્તિના જીવનમાં એમણે કરેલ અભ્યાસ દરમિયાન કેટલાક કિસ્સા બન્યાં હશે અને તે આજે પણ ક્યારેક ક્યારેક તો એ સમયે ને યાદ કરતા હશે. જો મિત્રો ભેગા થતાં હશે તો એમની સાથે પણ એ સમયે જે મજા કરી હશે એ પ્રસંગો પણ યાદ કરતાં જ હશે.

આવા જ પ્રસંગોમાંથી એક પ્રસંગ મને યાદ છે જ્યારે હું ધોરણ ૨ માં અભ્યાસ કરતો હતો. મારો એક મિત્ર નીલ એ પણ મારી સાથે અભ્યાસ કરતો અમે બંને કક્ષામાં સાથે બેસતા. નીલનો અભ્યાસમાં રસ ઓછો હતો‌. અભ્યાસ દરમિયાન એ થોડા થોડા સમયે વર્ગની બહાર વૉશરૂમ માટે જતો રહે અને મોડો આવે. ઘણીવાર તો એ રિસેસ પડે એટલે ઘરે જતો રહે. મિત્રતા એવી હતી કે પાણીની બોટલ એ ભરીને લાવતો પણ‌ ખાલી તો હું કરતો. એકવાર તો એવું પણ બન્યું કે નીલ રિસેસમાં ઘરે જતો રહ્યો, એ પણ‌ દફતર લીધાં વગર. પછી એના પપ્પા દફતર લેવા આવ્યાં.

અમારો જે વર્ગખંડ એ નીચે હતો. એક દિવસ એવું બન્યું કે અમારા વર્ગખંડમાં એક‌ સાપ બારીએ આવી ગયો અચાનક બધાંની નજર એ તરફ ગઈ બધાં ડરી ગયાં હતાં. અમે સૌ દોડીને વર્ગખંડની બહાર જતાં રહ્યાં પણ નીલ, એ ભાઈ તો ટેબલની નીચે બેસી ગયો અને રડવા લાગ્યો હતો. શિક્ષક એને બોલાવે પણ એ ત્યાંથી આવે નહીં અંતે શિક્ષક અંદર જઈને તેને લઈને આવ્યા. એ સમયે એમ થતું હતું કે સાપ અંદર ન આવી જાય અને નીલ ને કઈ કરે નહીં.

આજે પણ હું અને નીલ જ્યારે મળીએ ત્યારે આ પ્રસંગ તો યાદ કરીએ જ અને સાથે આવા ઘણાં પ્રસંગો પણ યાદ કરીએ. એ સમયની વાતો કરીને અમને આનંદ આવી જાય, આમ તો સૌ લોકો એમના જીવનના આવા પ્રસંગો મિત્રો સાથે યાદ તો કરતાં જ હશે. બાળપણ તો પાછું ન આવી શકે પણ બાળપણના એ દિવસો યાદ કરી તેની મજા તો લઈ જ શકીએ.


Rate this content
Log in