બાળ સંઘર્ષ
બાળ સંઘર્ષ
'એ છોકરા ઉભોથા સવાર થઈ ગઈ છે, હવે અહીં થી જતો રહે.'
આ શબ્દ પેલા નવ વર્ષના બાળકના કાન પર પડે છે, જેણે રાત સુવા માટે એક ઘર આંગણે આશ્રય લીધો હતો. માતા-પિતાના પ્રેમથી વંચિત રહ્યો આ બાળક કારણનાની ઉંમરમાં જ આ અનાથ થઈ ગયો હતો. ધન સંપત્તિ કંઈ આ બાળકના નસીબમાં જ ન હતું ગરીબાઈનું જીવન જીવતો. પેટની ભૂખ અને જીવન ગાળવા દરરોજ કઈંકને કઈંક છૂટું છવાયું કામ જ્યાં મળે ત્યાં કરતો તેનાથી જે રૂપિયા મળે પોતાનું જીવન ચલાવતો.
આ બાળકને જાણે હજી કેટલીય જીવનની પરીક્ષાઓ આપવાની હશે. એક દિવસ એવું બન્યું કે આ બાળકને ક્યાંય કામ ન મળ્યું તેથી એની પાસે જમવા માટેનાં પણ પૈસા નહિ ભૂખ્યો તે શહેરમાં ફરતો રહ્યો. રાત થાય છે જીવનમાં કોઇનો સહારો નહિ કરે શું ? ક્યાં જાય ? એક ફૂટપાથ પર જઈ સુઇ જાય છે. એ ભૂખી રાત જાણે જ કેવી રીતે પસાર કરી હસે.
આ બાળકને કાને ફરી અવાજ આવ્યો ઉભોથા છોકરા આ આંખો ખોલી જોવે છે એક વ્યક્તિ તેની પાસે ઉભો છે. આ વ્યક્તિ હોય છે એક રિટાયર કર્મચારી હોય છે. જ્યાં પેલો બાળક સુતો હતો એ ફૂટપાથની સામે આ વ્યક્તિનું ઘર હોય છે. તે વ્યક્તિ આ બાળકને પૂછે છે કે ''તારુંનામ શું છે ? અહીં કેમ સુતો હતો ?''
ધીમી અવાજે જાણે પરાણે અવાજ કાઢતો હોય એમ આ બાળક બોલ્યો ''મારું નામ મોહિત છે.'' મોહિત પોતાની વ્યથા આ વ્યક્તિને સંભળાવે છે.
એ વ્યક્તિ મોહિતને પોતાના ઘરે લઈ જાય છે તે રાતનો ભૂખ્યો હતો માટે તેને જમવા આપે છે. પછી તે વ્યક્તિ મોહિતને એક અનાથ આશ્રમમાં લઈ જાય છે અને કહે છે આજથી તું અહીં રહેજે. આ અનાથ આશ્રમ તે રિટાયર કર્મચારીનો મિત્ર ચલાવતો હતો જેણે નિઃસહાય બાળકો માટે આ આશ્રમ બનાવ્યું હતું. મોહિતનું જીવન હવે એક અલગ દિશા તરફ વળ્યું હતું. આ આશ્રમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી જેથી બાળકોનો વિકાસ થઈ શકે. મોહિત ખૂબ જ ઉત્સાહથી દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતો. આ આશ્રમમાં બાળકોને ભણાવવામાં પણ આવતા.
મોહિતનું જીવન હવે આ અનાથ આશ્રમમાં ધીમે-ધીમે વિતવા લાગ્યું. પરંતુ આ બાળકને તો કઈંક અલગ જ કરવું તું તે આ આશ્રમમાં ભણી પછી આગળ ભણવું હોય છે માટે તે બીજા શહેરમાં ભણવા જાય છે પરંતુ તે હવે મોટો થઈ ગયો છે માટે હવે કોઈ જ વાતની ચિંતા રહેતી નથી. શહેરની એક વિદ્યાલયમાં તે એડમિશન લે છે. મોહિત ત્યાં શહેરમાં એક કંપનીમાં કામે પણ લાગી જાય છે જેથી ભણવાની સાથે તે પોતાનો જીવન ખર્ચ કાઢી શકે.
મોહિત ખૂબ લગનથી કામ કરતો હોય છે અને એટલી જ લગનથી અભ્યાસ પણ કરતો હોય છે. કંપનીના માલિકે જોયું કે ઘણા સમયથી આ છોકરો આ કંપનીમાં ખૂબ મહેનતથી કામ કરે છે અને અભ્યાસ પણ કરતો હોય છે આ જીવનમાં ખૂબ પ્રગતિ કરશે. મોહિત પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે અને એક કંપનીમાં એક મોટા પદ માટે જગ્યા ખાલી હોવાથી તે કંપનીમાં ઈન્ટરવ્યુ લેવામાં આવે છે આ મોહિત ત્યાં ઈન્ટરવ્યુ આપવા માટે જાય. આ કંપની એજ છે જ્યાં મોહિત કામ કરે છે, કંપનીનો માલિક પોતેજ બધાનાં ઈન્ટરવ્યુ લે છે.
કંપનીનો માલિક આ મોહિતને ઓળખે છે તેમને ખબર છે કે તે કેટલો મહેનતું આને પ્રામાણિક છે. પરંતુ તે માલિક મોહિતની કઠોર પરીક્ષા લે છે તેને અઘરા પ્રશ્નો પૂછે છે, પણ તે પોતાના વર્ષોની મહેનતમાં સફળ થાય છે.
મોહિત ઘણા વર્ષો સુધી જે અનાથ આશ્રમમાં રહ્યો હતો ત્યાં દર વર્ષે જાય છે. પોતાનાં મહેનતથી તેણે પોતાનું દુઃખનું ગરીબાઈનું જીવનનો અંત લાવી આગળ વધે છે.
