નિબંધ
નિબંધ
મા શબ્દ આમ તો એક જ અક્ષરોનો છે પણ તે શબ્દ સાંભળતા જ ચહેરા પર એક અલગ રોનક આવી જાય છે. શાળાએથી ઘરે આવીને મુખમાંથી નિકળતો પહેલો શબ્દ માં ક્યાં છે ? જેને મને જીવતા શીખવાડ્યું જેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું મારા મુખમાંથી નીકળેલો પ્રથમ શબ્દ એટલે એમાં મેં કદી ભગવાનને નથી જોયા પણ જ્યારે મારી માના ચહેરા પર આજે જોઉં છું ને ત્યારે એવું લાગે છે કે ભગવાનને પામી લીધા છે. જ્યારે હું નાની હતી અને મને વાગે ત્યારે મારી મા એ જગ્યાએ મારી ને કહે જો હવે મટી ગયું ખરેખર એવી બીજી કોઈ દવા આજ સુધી મળી જ નથી કે ખરેખર જયારે મારી માને હતી જોઉં છું ત્યારે મનમાં થાય છે કે કા સમય અહીંયા જ થંભી જાય તો કેટલું સારું બીજા કોઈ સ્વર્ગની મને ખબર નથી કારણકે હું તો મારી માના ચરણોમાં જ સ્વર્ગ માગું છું.
.. મારી પહેલી મિત્ર
મારો પહેલો ગુરુ
મારો પહેલો પ્યાર મારી સલાહકાર
મારા બધા જ પ્રશ્નોનો હલ મારી ડિક્ષનરીનો પહેલો
અક્ષર એટલે મારી મા.
