Biren Patel

Children Stories Inspirational

4.8  

Biren Patel

Children Stories Inspirational

મારા દાદા અને બે બળદો

મારા દાદા અને બે બળદો

3 mins
414


અસંખ્ય પરુણા મારથી એના વાસા ઉપર લાલ લાલ ચાંઠા પડી દીધા. હું શેઢા પર રમતો હતો. ત્યારે ભોળીયા બળદે મને પોતાના શિંગડામાં પરોવીને દૂર ફેંકી દીધેલો. આ જોઈ ખૂબ જ ગુસ્સે ભરાયેલા મારા સોમાદાદા ખેતરમાં નીંદણની ઓર પડતી મૂકી અને પેલા બળદ ઉપર વાંસનીની લાકડી લઈને વરસી પડેલા. આ એ  બળદ જેમને પાંચેક વરસનો હતો ત્યારે મારા દાદા ડાકોરની ગુજરી માંથી રૂપિયા 6500 આપીને ખરીદી લાવેલા.

એ દિવસ મંગળવાર કે શુક્રવાર હતો. કારણ ડાકોરમાં મંગળવારે કે શુક્રવારે ગુજરી ભરાતી. જેમાં પશુપાલકો પોતાના પશુઓને વેચવા માટે એકઠા થાય. કોઈ બળદ લઈ આવે. કોઈ ઊંટ લઈને આવે. તો કોઈ ગાય ભેંસ લઈને આવે. આમ પશુપાલકો પોતાનું પશુધન વેચવા એકઠા થાય. જેને ખરીદવું હોય તે ખરીદવા માટે આવે. અમે બળદ ખરીદવા ડાકોર ગયેલા. અમે બળદો ખરીદેલા.   

દાદા થોડી થોડી વારે બોલતાં, "ઉતાવળ હેડો હજી આપણે 10 ગાવ દૂર જવાનું છે.આખો દિવસ ની અથડામણમાં થાકીને ઠેર થઈ ગયા છીએ."

દાદા બળદોને હંકારતા, જાય ડચકારો બોલાવતા જાય, પરુણાની આરથી તેમને ધીમે ધીમે ટોકરતા જાય. હું તેમની પાછળ પાછળ ચાલુ. સાંજે સૂરજ આથમે ઘેર આવેલા. બીજા દિવસે મારા દાદા અમારા ખેતરની એક ઓરડીમાંથી હળ, રોપડી, વાવણીઓ, જોહરી, પાસિયા, અને સમાળ લાવીને તૈયાર કરતાં. મારા દાદા રોજ  સવારે 4:00 બળદોને ખેતર લઈને ચાલ્યા જાય. સવારે વહેલા ખેડવાનું શરૂ કરે અને 11 વાગેબપોરે તેમને ચરવા છૂટા કરે. હું બા સાથે ખેતરે દાદાનું ભાત લઈને જતો. મને બરાબર યાદ છે કે દાદા જાતે મહેનત કરતા ખેડવાનું હોય, અનાજ વાવવાનું કામ હોય કે પછી બે ચાસ વચ્ચે નકામો ઉગેલું ઘાસ દૂર કરવા માટે રોપણી કાઢવાની હોય. આ બધા  કામમા મારા દાદા ને સાથે પૂરેપૂરો સાથ આપતા મારા બે ધોળા બળદ.

ખડાની અંદર અનાજને પલોટવાનું હોય, કે પછી અનાજના કોથડા ઘરે લાવવાના હોય. બે ત્રણ દિવસ પછી એ અનાજ શહેરમાં વેચવા જવાનું હોય. આ બધા જ કામમાં મારા દાદાને બળદ ભારોભાર મદદરૂપ થયા છે. ગાડામાં આ અનાજ ભરી મારા દાદા મહુધા કે નડિયાદ  વેચવાજતા. ક્યારે ક્યારે મને પણ એ કોથળા ભરેલા ગાડામાં બેસીને જવાનો લ્હાવો મળ્યો. તે સમય મારા જીવનનો મહત્વનો ભાગ હતો. કારણ વર્ષમાં એકાદવાર અમને અમારા ઘરેથી બહાર ગામ જવાનું મળતું. એમાંય તે દિવસે ઘરમાં પૈસા આપવાના હોય. તો દાદા અમને કડીના લાડવા કે પછી ભજીયા લાવી આપતા.

પછી તો આનંદનો પાર જ ન રહે. બહુ ઓછા પ્રસંગોમાં મને ભજીયા કે લાડવા મળતા. અમારી જેમ ગામમાં ઘણા બધા  બળદ રાખતા અને પોતાની ખેતી સુધારતા. આ બળદો માટે શિયાળામાં તલનું કચરિયું મારા દાદા કરાવી લાવતા. એક ડબ્બામાં અમારા માટે થોડું તેલ વાળુ, થોડા વધુ ગોળ વાળું અને સૂઠ નાખેલું કચરિયું અલગ લાવતા. રોજ સવારે બળદોને આપતા અને અમે આખો દિવસ ખાતા. બળદોને અમે પટેલ તલાવડીમાં નવડાવવા લઈ જતા. અમે પણ તલાવડીમા ડૂબકી લગાવતા.બળદ જાણે અમારા જીવનને ભાગ હતા.

જે દિવસે ભોળા બળદે  મને દૂર ફેંકયો ત્યારે, દાદાનો ગુસ્સાવાળો ચહેરોમેં પહેલી વાર જોયો. એકાદ વર્ષથી આ બળદોને તો અમારી સાથે લગાવ થઈ ગયેલો. દાદા એમને અમારી જેમ જ રાખતા. એણે મને ગોથુ માર્યું. આ જોઈ દાદા ગુસ્સે થઈ ગયા. હું માટીમાંથી ઊભો થવું અને કાંઈ બોલું તે પહેલાં તો દાદા એ એમની હાલત જોવા જેવી કરી મુકેલી. આ ક્ષણ મારા જીવનમાં એક ભાર રૂપ બની ગઇ. વર્ષો પછી પણ એ બોલી ના શક્યો કે હું  જે જગ્યા પર રમતો હતો એ જગ્યા ઉપર એક સાપ ફરી રહ્યો  હતો અને સાપથી બચાવવા માટે ભોળા બળદે મને દૂર  ફેક્યો. હા પણ પછી ક્યારેય દાદાએ બળદને માર્યો નથી. આખરે એ ભોળા બળદો મારે ઘેર ઘરડા થઇ અને મૃત્યુ પામેલા. અમે એને ખેતરમાં મોટા ખાડા કરી અને દફનવિધિ કરેલી. ત્યારે અમારા ઘરેથી  સ્વજન ગયાનું દુઃખ હતું.

આજે વાવણીઓ,જોહરી પાસિયા, હળને પરુણા કે પછી પેલા ધોળા બળદ અમારી પાસે નથી  તો મારા દાદાએ ક્યાં છે. સઘડા સમયની સાથે ચાલ્યાં ગયાં, પણ જીવનમાંથી જડેલ અમૂલ્ય સંભારણું તો મૂકતા ગયાં.


Rate this content
Log in