માનવતાની ટેક.
માનવતાની ટેક.
1 min
28.4K
આકૃતિ અને પ્રકૃતિમાં માનવ એક થાય તો કેવું સારું!
માત્ર ગણ્યાગાંઠ્યા જ નહિ પ્રત્યેક થાય તો કેવું સારું!
ના રહે સીમીત કેવળ આપણાં કુટુંબ પૂરતું જ વલણ,
માનવ માનવ પ્રત્યે પ્રેમપ્રસાર એકમેક રહે તો કેવું સારું!
પ્રભુને પૂજી પૂજીને વરસો વીતાવ્યાં આજતક આપણે,
કોઈ નરબંકો માનવતાની બસ એકાદ ટેક લે તો કેવું સારું!
સંદેશ માનવતાનો ના માત્ર કાગળ પરથી જ અટકતો,
અત્ર તત્ર સર્વત્ર જ્યાં જાત માનવની છેક લે તો કેવું સારું!
