Prakash Niranjani

Others

3  

Prakash Niranjani

Others

માંની લાગણીનું માપન

માંની લાગણીનું માપન

2 mins
141


મા , મા વિશે તો શું લખવું છતાં પણ લખવાનુ મન થાય, એ એક જ પાત્ર એટલે મા. જન્મ થી મરણ સુધી લાગણીની થેલી ભરેલ ખજાનો એટલે મા. મા આપણને એમ થાય કે રોજિંદા જીવનનું એક પાત્ર છે. જે પોતાની ફરજ બજાવવાની હોય, પણ ક્યારેક નવરાશ મા બેસીને માની લાગણીનું ગણિત સમજીએ તો ખ્યાલ આવે કે મા એટલે શું છે ! આ દુનિયામાં, જો મા ન હોત તો શુ હોત દુનિયા ? 

મા એટલે એવું પાત્ર કે જેને પોતાને ખબર નથી કે પુત્ર હસે કે પુત્રી ત્યાર થી એટલે કે બાળક ગર્ભમા હોય ત્યારથી જે પ્રેમ અને લાગણી વરસાવતી વ્યક્તિ એટલે દુનિયામા મા સિવાય બીજું કોઈ જ ન હોય. બાળકને જન્મ થાય ત્યારથી સપના સેવી, અને દરેક મુશ્કેલીમાંથી બહાર લાવનાર એટલે મા. બાળકને ડોકટરએ કોઈ ચીજ ખાવાની ના પાડી હોય તો બાળકની સાથે પોતાની મનપસંદ વસ્તુ પણ પોતે ન ખાય એ જીવડો એટલે મા, મા દુઃખનો પોટલો લઈને પોતાના સંતાન ને સુખ આપવા મરવા માટે પણ ત્યાર થઈ જાય છે. ચાલો થોડું લાગણીનું ગણિત કરીએ

મા સિવાય આ દુનિયામા નવ મહિના પોતાના શરીર પર વજન મૂકી શકે કોઈ ? બાળક નાનું હોય ત્યારે પોતાની તબિયતની ભાન ભૂલીને બાળકને સ્વચ્છ કરનાર, બાળક મનપસંદ ચીજ આપવી, ગમે એ પરિસ્થિતિમાં બાળકને ભણાવી ગણાવી સેટ કરવો, બાળકને હમેશાં લાડ આપવા, મા માટે બાળક હંમેશા નાનું જ હોય છે, સંતાનના ગુસ્સાને સમજી ગળી જવુ, સંતાન ગમે એ સંગતમાં આવ્યો હોય એને સુધારવો, કોલસો બનેલ સંત્તનને સોનું બનાવવું.

આતો ખાલી એક નાની એવી માની લાગણીનું ગણિત છે. બાકી આંકવા બેસીએ તો સમય ઓછો પડે. બસ પ્રેમ કહે પ્રેમ કરવો તો મા-બાપને કરવો ક્યારેય હાર્ટબ્રેક નહિ થાય. કારણ બધા પોતાનું વિચારશે પણ માવતર સંતાનનું જ વિચારશે.


Rate this content
Log in