STORYMIRROR

Patel Vishwa

Others

3  

Patel Vishwa

Others

મા

મા

1 min
123

" તું ઠીક છે ને ?"

" તારો અવાજ કેમ ઢીલો છે ?" 

" સરખું પેટ ભરીને જમી લેજે " 

" તારા પ્રોજેક્ટ માટે બધું લઈ લીધું ?" 

" આજે કેમ મૂડમાં નથી ?" 

જે બાળક ઘરથી દૂર હશે એણે આ ક્યારેક તો સાંભળ્યું જ હશે. 

ઉપર જણાવેલા વિધાનો નીચે દર્શાવેલા પરિબળો થી સંપૂર્ણપણે સ્વતંત્ર છે : 

1- તમારી ઉંમર 

2- તમે કેટલા દૂર છો. ( 50 km કે 100 km કે 1000km કે એનાથી પણ વધુ ) 

" મા " જેને ફક્ત બાળકનો અવાજ સાંભળીને પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય છે. પોતાનું બાળક ઘરથી દૂર રહેતું હોય તો બાળકની મનપસંદ વાનગી એ બાળક વગર ઘરે નહીં બનાવે. સારી વાનગીઓ પણ નહીં બનાવે. કોળિયો ગળા નીચે ઉતરતા પહેલા બાળક યાદ આવશે. અને જ્યારે બાળક ઘરે આવવાનું હોય એટલે તો બસ અઠવાડિયા અગાઉથી લિસ્ટ બનાવીને રાખશે. મા નાં નિ:સ્વાર્થ પ્રેમની શક્તિનો અંદાજો લગાવી શકે એટલી આ સૃષ્ટિ પર કોઈની તાકાત નથી. એક મા અલગ અલગ રીતે બાળક માટેનો પ્રેમ વ્યકત કરે છે. એ જ પ્રેમની ભાષા છે. 


Rate this content
Log in