મા
મા
1 min
49
ચકલી એ ચણ ભર્યું એની ચાંચમાં ને ફડફડાટ કરતી પહોંચી એને માળે્.
નાના નાના બચ્ચાંઓને ચાંચથી આપ્યા દાણા. ચીં ચીં ચીં ચીં ચીં ચીં ચીં ચાલું રહ્યો કલબલાટ.
ને ચાલું રહ્યો પાંખો નો ફડફડાટ.
કેટલાક મહીનાઓ પછી અહો આશ્ચર્યમ..
બચ્ચાઓ પાંખ ફફડાવી ઊડી ગયા.
ચકલી એકલી રહી એનાં માળામાં.
આ પક્ષીઓ પણ ગજબના આત્મનિર્ભર છે હોં.
અને એક આપણી મનુષ્ય જાતિ.
સંતાનો કેટલાંય મોટા થાય માતા એની ચિંતા છોડતી નથી.
ઘરડે ઘડપણે પણ ભાવતાં ભોજન બનાવી જાતે પીરસે.
રાત્રિએ રાહ જોતી જાગરણ કરે..એવી અમારી મા.
