Nishit Mankad

Others

4.0  

Nishit Mankad

Others

કોરોના એક વાયરસ કે એક શિક્ષક !

કોરોના એક વાયરસ કે એક શિક્ષક !

1 min
29


જ્યારથી કોરોના કાળ ચાલુ થયો છે ત્યારથી મનુષ્ય જીવનમાં અને તેની દિનચર્યામાં આમુલ પરિવર્તન આવી ગયું છે.

કોઈની પણ સાડીબાર ન રાખતો માનવી, પોતાની જાતને સર્વોચ્ચ સાબિત કરવા તથા પોતાની ઘેલછા સંતોષવા, કુદરતે બનાવેલી સૃષ્ટિ વિરુદ્ધ છેડછાડ કરતો આવ્યો છે, જેની સામેે કુદરતેે શીખવેલો આ એક પદાર્થ પાઠ જ છેે, જેમાં માણસે સમજવાનુું છે. ભવિષ્યમાં જો આ પ્રકારે જ તે કુદરતી બાબતો તથા સજીવો સાથે અન્યાય કરશે તો પૃથ્વીને પ્રલયથી અને મનુુષ્યને તેના વિનાશથી કોઈ બચાવી નહીં જ શકે.

જો કે આ સમયમાં માણસની પોતાના તથા આસપાસના વાતાવરણનાંં તથા દરેક સજીવો પ્રત્યે જોવાની તથા વિચારવાની માનસિકતા બદલાવી પણ છે, તે પોતાની તથા પોતાની આવનારી પેઢીના વિકાસ માટે વધુ સજાગ થયો છે, જોવાનું છે કે આ સજાગતા કાયમી છે કે પછી થોડા સમય પુરતી જ સીમિત છેે....

જેના પરથી સ્પષ્ટ થશે કે કોરોના એક વાયરસ જ છે કે મનુષ્યને જીવન જીવવાનો પાઠ શિખવાડતો એક કડક શિક્ષક પણ છે.


Rate this content
Log in