Ritesh Shah

Children Stories Others Children

3  

Ritesh Shah

Children Stories Others Children

કોમલ

કોમલ

1 min
378


' કોમલ ' નામ સાંભળતા જ મનમાં કોમળતા પ્રસરી જાય. હસતી ખેલતી આ દીકરી. . . કોઈ કોઈ વાર ગુસ્સે પણ થઈ જતી. . પણ મુખ પરની કોમળતા તો તેની તે જ. નિખાલસ,નિર્દોષ. તે દીકરી 'કોમલ', મારી વિદ્યાર્થીની ધો. 6 ના મારી પાસે ભણતી. હોંશિયાર પણ એટલી જ અને મહેનતુ પણ. અભ્યાસમાં ટ્યુશન વગર પણ બીજાને હંફાવે.

ઘણા દિવસથી આ દીકરી વર્ગમાં ન જોઈ, તો લાગ્યું કે બિમાર હશે, તપાસ કરાવી તો જાણ થઈ કે તે તો ઘરે જ રહે છે. ચિંતા થઈ આ છોકરી શું કામ પોતાનું ભણતર બગાડી રહી છે ?

શિક્ષકનો જીવ રહી શક્યો નહિ. અને જાતે જ તેના ઘરે ઉપડયો. ઘરે મળતાં જ તે પગે પડી ,પાણી પાયું અને લીપણ ના ઓટલા પર બેસી ગઈ. . . મેં પૂછ્યું ,"કેમ બેટા ,નિશાળ આવતી નથી. ?" કોમલ દુઃખી હૃદયે બોલી ,"સાહેબ,પપ્પા બવ દારૂ પીવે સે. . અને માં ને મારઝૂડ કરે સે, મારી જોડે લૂંગડા પન નથી બરાબર કે નિશાળ આવુ. "

એક દીકરી જે ઘરની પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડી રહી હતી. તે સહન થતું ન હતું. બીજા જ દિવસે તેને થોડાં કપડાં લાવી ને આપ્યા અને નિશાળ આવવાનું કહ્યું. અને આશા રાખી કે ફરી તે નિયમિત નિશાળ આવે.

મનમાં એક જ વાત રટયા કરતી કે શિક્ષકો ને માથે નિષ્પતિઓ અને તેને સફળ કરાવવાની જવાબદારીઓ તો વાલી માથે શું કશું જ હોતું નથી.


Rate this content
Log in

More gujarati story from Ritesh Shah