ખુશી
ખુશી


એ દિવસે હું બહુ ખુશ હતી.. !! હું સાયકલ પર સ્કૂલ જતા જતા પણ એકલી એકલી હસ્તી હતી, વિચારોમાં ને વિચારોમા સ્કૂલ ક્યાં આવી ગઈ ખબર જ ના પડી, મારી સાથે સ્કૂલ આવતી મારી બહેનપણીઓ પણ કહેતી ક્યાં ખોવાઈ ગઈ છે? કેમ આજે આટલી ખુશ ખુશ છે? અને મેં કહ્યું કઈ નહી પછી કહીશ અને અમે સાયકલ રમતના મેદાનમાં પાર્ક કરી લોક મારી સ્કૂલમાં પહોંચ્યા, પણ મારૂ મન તો પપ્પા એ કહેલી વાતમાંંજ અટકી ગયું હતું.
હું બસ સપના જ જોવા લાગી, ગુજરાતીનો આખો પિરિયડમાંરો એમાંજ પૂરો થયો બેલ વાગ્યો ત્યારે તો મારી આખી બર્થડે મેં ઉજવી કાઢી હતી...!
આ બર્થડે પર તો મજા આવશે, સ્કૂલમાં પેલું કોટીવાળું નવું ફ્રોક પહેરીશ, મેલોડી ચોકલેટ આપીશ, ચોકલેટ વહેંચવા કોને સાથે
લઇ જઈશ? (ચાલ ને એ પછી વિચારીશું )... અને સાંજે અને સાંજે?
સાંજે હોટેલમાં જમવા જવાનું... હા, હોટેલમાં....! સાચે... ! ગણિતનો પિરિયડ પણ ચાલુ થઇ ગયો પણ મારા વિચારો અટકવાનું નામ જ ન'તા લેતા..!!
એ દિવસે સવાર સવારમાં પપ્પા એ કહ્યું હતું કે તારી આ વર્ષગાંઠ પર આપણે બહાર હોટેલમાં જમવા જઈશું..!
અને મેં કૂદાકૂદ કરી મૂકી હતી.. !!
મારી બર્થડે ને હજી એક મહિનો બાકી હતો... પુરા 30 દિવસ.. ! અને એ 30 દિવસ મેં ગણી ગણીને કાઢ્યા હતા, જેમ જેમ દિવસો ઘટતા તેમ તેમમાંરી ખુશી નું પ્રમાણ વધતું જતું હતું...!
આજે હોટેલમાં જમવા જવાનો પ્લાન 30 મીનીટમાં બની જાય છે... !! અને એનો ઉત્સાહ 30 મિનિટ માટે પણ નથી રહેતો...!
અપેક્ષાના તરંગ.. !