Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

sujal patel

Children Stories Drama


4.4  

sujal patel

Children Stories Drama


જીવનના નૈતિક મૂલ્યો

જીવનના નૈતિક મૂલ્યો

4 mins 627 4 mins 627

આજે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ હતો. અંશ અને અવિનાશ બંને પાક્કા મિત્રો અને તેમનો નંબર એક જ વર્ગખંડમાં હતો, સૌ મિત્રો એકબીજા ને પરિક્ષાની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. એટલામાં જ બેલ વાગ્યો ને સૌ કોઇ પરીક્ષા ખંડમાં પહોંચ્યા. પરીક્ષા શરૂ થઈને થોડી જ વારમાં બે સાહેબ જેવા લાગતા વ્યકિતઓ વર્ગ નિરીક્ષક પાસે આવીને કઈ ગુસપુસ કરવા લાગ્યા તેમના હાથમાં ત્રણ ચાર પુસ્તકો જેવું કંઈક દેખાતું હતુંં, તેમાના એક વ્યક્તિએ વર્ગનિરીક્ષકને પોતાના મોબાઈલ ફોન પર કોઈ સાથે વાત કરાવી ફોન મૂકી વર્ગનિરીક્ષકે અવિનાશ કોણ છે એવી બુમ પાડી અવિનાશે હાથ ઊંચો કર્યો ને પેલા બે વ્યક્તિઓ તેની પાસે ગયા અને પેલા પુસ્તકો આપી કંઈક સમજાવી ફટાફટ ત્યાંથી ચાલ્યા ગયા. સૌ વિદ્યાર્થીઓ આ જોઈ રહ્યા હતા. અંશ અવિનાશનો ખાસ મિત્ર હતો અને એને ખ્યાલ આવી ગયો કે અવિનાશના પિતા જીલ્લાના રાજકારણમાં આગળપડતા તથા હાલમાં ડેલીગેટ છે માટે અવિનાશ ને પરીક્ષામાં ચોરી કરવા માટે તેમને જ ચોરી કરવાના સાહિત્ય લઈને પેલા વ્યક્તિઓને મોકલ્યા હશે. થોડી વાર પછી અવિનાશે અંશને બોલાવીને પોતાની સાથે ચોરી કરી લખવા કહ્યું. અંશે અવિનાશને સમજાવ્યું કે સ્કોડ આવશે તો કેશ થશે. અવિનાશે કહ્યું બધું જ સેટિંગ પહેલેથી જ મારા પિતાએ કરી દીધું છે ચિંતા ના કર પરંતુ અંશને પોતાના પિતાએ શીખવેલા નૈતિક મૂલ્યો યાદ આવ્યાં કે ચોરી ન કરવી,જુઠું ન બોલાવું,ખોટું ન લેવું,અપશબ્દો ન બોલવા ને જેમાનું એક હતુંં ચોરી ન કરવી પિતા કહેતા કે ચોરી કરીને પાસ થવું કે આગળ વધવું એના કરતા નાપાસ થવું સારું ભલે થોડા ઓછા માર્ક્સ આવે પરંતુ કદીયે ચોરી કરીને આગળ વધવુ નહીં માટે અંશે અવિનાશ ને ચોરી કરવાની ચોખ્ખી ના પાડી દીધી. અવિનાશે તેના ગામના બીજા મિત્રોને પણ ચોરી કરવા જણાવ્યું પછી બીજા સૌ મિત્રો ભેગા મળી ચોરી કરવાના સાહિત્યઓ જેવા કે ગાઈડ , અપેક્ષિત વિગેરે માંથી બેઠા ઉતારા કરી પરીક્ષા આપવા લાગ્યા આમ પરીક્ષાના દરેક પેપરમાં આ જ એકડો ઘૂંટયો અવિનાશ અને બીજા મિત્રો અંશને રોજ ચોરી કરવાનું કહેતા પણ એના પિતા દ્વારા શીખવેલા નૈતિક મૂલ્યો પર તે ખરો ઊતર્યો ને ચોરી કર્યા વગર જ પોતે પરીક્ષા આપી. આજે પરીક્ષાનું અંતિમ પેપર પતાવી છુટા પડતા પહેલા સૌ ભેગા થયા હતા. અવિનાશ અને તેના અન્ય મિત્રોને પરીક્ષા પતવાની સાથે સાથે ચોરી કરીને બધા પેપર સારા ગયા નો ખૂબ આનંદ હતો અને બીજા મિત્રોએ અવિનાશને ચોરી કરાવવા બદલ ખુબજ આભાર માન્યો અને સાથે સાથે અંશની ખૂબ જ ઠેકડી ઉડાવતા કહ્યું કે આવી ચોરી કરવા કોને મળે ? જોને મોટો ના જોયો હોય તો સત્યવાદી! જો અમને કઈ થયું? ચોરી કરીને અમને કોઈએ પકડ્યા ખરા? તારા કરતા પણ અમારા વધુ માર્ક્સ આવશે આવી બધી વાતો કહીને અંશનું મનોબળ નબળું કરી નાખ્યું. અંશ ને પણ મનમાં થવા લાગ્યું કે આ લોકો એ તો અપેક્ષિત અને ગાઈડ માંથી ઉતારો કરીને લખ્યું છે એટલે મારા કરતાં આ લોકોના માર્ક્સ વધુ જ આવશે અને મેં મેહનત કરીને લખ્યું છે તોય મારા માર્ક્સ ઓછા આવશે અને એમને ખુલ્લે આમ ચોરી કરી તોય જોને તમને કોઈ કાઈ કહેવા વાળું પણ નહતુંં અને કોઈએ તેમને પકડ્યા પણ નહીં.

આજ વિચારી વિચારીને આજે ઘરે આવીને અંશ થોડો હતાશ હતો તેને જોઈને તેના પિતાએ કારણ પૂછતાં તેને બધી જ વાત વિગત વાર કરી પછી અંશના પિતાએ તેને સમજાવતા કહ્યું બેટા તે જે કર્યું એ એકદમ સાચું જ કર્યું છે અને તારા પર મને ગર્વ છે ભલે તારા મિત્રોની ચોરી કોઈએ પણ ન પકડી હોય પણ ભગવાન તો આ બધું જોતા જ હતા અને ચોરી પરીક્ષામાં હોય કે જીવનમાં, કોઇ જોવે કે ન જોવે ચોરી એ ચોરી જ છે અને જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ દિવસ ટૂંકો રસ્તો અપનાવવો નહીં કારણકે "શોર્ટકટ ઇઝ ઓલ્વેઝ ડેનજરસ" સફળતા માટે શોધી કાઢેલો ટૂંકો રસ્તો હંમેશા ખતરનાખ નીવડે છે. સફળતા પાસે જવા માટે કોઈ ટૂંકો રસ્તો છે જ નઈ અને સફળતા પામવા માટે એના સૈદ્ધાંતિક માર્ગ પર ચાલવું ખૂબ જરૂરી છે આ સાંભળી અંશના મનને થોડી શાંતિ મળી અને પોતે જે કર્યું એ બરોબર જ કર્યું છે એનો અહેસાસ થયો.

થોડા દિવસો વીત્યા ને એક દિવસ સવારના છાપામાં સમાચાર આવ્યા કે બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ઉત્તરવહીની તપાસણી દરિમયાન પુસ્તક,ગાઈડ,અપેક્ષિત માંથી કરેલા બેઠા ઉતારાના હજારો કોપી કેશ પકડાયા છે અને પરીક્ષાના બોર્ડ દ્વારા આવા તમામની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે અને આવા તમામ વિદ્યાર્થીઓએ આગામી વર્ષે ફરી પરીક્ષા આપવાની રહેશે. થોડા જ દિવસોમાં પરીક્ષમાં પાસ,નાપાસ અને કોપી કેશમાં પકડાયેલા વિદ્યાર્થીઓની યાદી બોર્ડ દ્વારા શાળામાં મોકલી આપવામાં આવી અને જેમાં કોપી કેશની યાદીમાં અવિનાશ અને તેના મિત્રોના નામ હતા એ તમામનું એક વર્ષ બગડ્યું હતુંં અને સૌ ખુબજ હતાશ હતા અને તેમના ચહેરા પર પછતાવા નો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને બીજી બાજુ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓની યાદીમાં અંશનું નામ હતું અને ખૂબજ સારા માર્કસે પાસ થવા બદલ તેના આનંદ નો પાર ન હતો. સાથે સાથે તેને હવે સાચા અર્થમાં પિતાએ આપેલ નૈતિક મૂલ્યોનું મહત્વ ભારોભાર સમજાઈ ગયું હતુંં. પરીક્ષામાં પાસ થવા કરતા પણ વધારે હવે તેને પોતાના પિતા પર ગર્વ હતો કે જેઓએ ચીંધેલા માર્ગ અને સીંચેલા સંસ્કારના કારણે તે આજે જીંદગીમાં સફળતાના સાચા અને સૈદ્ધાંતિક માર્ગે આગળ વધી રહ્યો હતો. આમ સફળતા સુધી પહોંચવાનો સાચો સેતુબંધ એટલે "જીવનના નૈતિક મૂલ્યો".


Rate this content
Log in