STORYMIRROR

Riya trivedi

Children Stories Inspirational Others

3  

Riya trivedi

Children Stories Inspirational Others

જીવન

જીવન

2 mins
300

જન્મ થયો ત્યારથી જ જિંદગીની થોડી સમજ આવી ગઈ હતી. પણ જિંદગી શું છે એ મોટા થયા પછી ખબર પડી !

નાનપણથી લઈને મૃત્યુ સુધીની જે સફર છે તે ખૂબ જ અનોખી છે. 

નાનપણમાં આપણે એવું વિચારતા હતાં કે, " આપણે જલ્દી મોટા થઈ જઈએ તો કેટલું સારું ! " 

પણ જ્યારે મોટા થયા ત્યારે બાળપણ યાદ આવી ગયું. કે " કાશ આપણે ફરીથી નાના થઈ જઈએ તો કેટલું સારું ! "

મોટા થયા ત્યારે આપણી અંદર પ્રેમ, લાગણી, વિશ્વાસ ઓછો થવા લાગ્યો અને સમજદારી વધવા લાગી. કામમાં જેટલો સમય વપરાઈ જતો એનો અડધો સમય પણ પરિવાર ને આપી નથી શકતા. 

જીવનનું બીજું કદમ એટલે કોઈ નિર્ણય લેવો. આપણે જે હિંમતથી નિર્ણય લઈએ છીએ તે જ હિંમતથી તે નિર્ણય પર ચાલવાની કોશિશ કરીએ. તો રસ્તો સાચો અને સહેલો લાગશે....

જીવનનું ત્રીજું કદમ એ છે કે " કોઈ પણ કામ કરો. કોઈના વિશ્વાસ પર ના રહો. એ આપણી સૌથી મોટી નિષ્ફળતા છે. ખુદ પર વિશ્વાસ રાખતા શીખો. તો જ સાચી સફળતા મળશે." 

જીવનનું ચોથું કદમ એ છે કે " જ્યારે આપણે પગભર થઈ જઈએ તો કોઈ દિવસ મનમાં અભિમાનનાં લાવવું. કારણ કે અભિમાન તમે જેટલી જગ્યા એ પહોંચ્યા છો અથવા જ્યાંથી તમે તમારી કારકિર્દીની શરૂઆત કરી હતી તે પણ ઝૂંટવી લેશે. એટલે કોઈ પણ નાનામાં નાની વાતનું પણ ક્યારેય અભિમાન ના કરવું જોઈએ "....

જીવનનું પાંચમું અને અંતિમ કદમ એ છે કે " આપણા જે કોઈ દિવસ છે કે સમય છે કે જે કોઈ ક્ષણ છે તેને એવી રીતે માણવી જોઈએ અથવા એવી રીતે જીવવી જોઈએ કે એ આપણી છેલ્લી પળ હોય. કોઈ જ ચિંતા નહીં. કોઈ જ તણાવ નહીં. માત્ર ને માત્ર ખુશી જ ખુશી.

કોઈ મુશ્કેલી આવે ને તો એને કહીં દેવાનું કે " તું જેટલી મોટી છે ને એના કરતા પણ વધારે મારા ભગવાન, મારા ઈશ્વર, મારા પ્રભુ મોટા છે. એમની સામે તું તો કંઈ જ નથી ".....

જીવનના અંતિમ સમય પર એક જ વાત યાદ રાખવી કે " જો શરીર જ નહીં રહે તો ઈચ્છા પણ નહીં જ રહે. બસ આટલી આપણી જિંદગીની સફર અહીંયા પૂરી કરી અથવા પૂરી થઈ."


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

More gujarati story from Riya trivedi

જીવન

જીવન

2 mins ପଢ଼ନ୍ତୁ