Ashkk Reshmiya

Others

3  

Ashkk Reshmiya

Others

ઝંખના..

ઝંખના..

5 mins
14K


 પોળના નાકે આવેલા ખખડધજ  મકાન આગળ આવીને સાઈકલ પરથી ઉતરતા ઉતરતા ટપાલીએ બુમ પાડી. ‘તેજસકાકા, તમારા નામનો પત્ર છે.’

      પત્ર શબ્દ સંભાળતા જ એમના જીવમાં જીવ આવ્યો. ઝંખવાઈ ગયેલી આખોમાં હજારો સૂર્યના જેવી તેજસ્વીતા આવી.રૂક્ષ શરીરમાં જોબનવંતુ જોર આવ્યું.જીભ પર નમણું નામ આવીને અટકી પડ્યું .

       ‘પત્ર’ માત્ર આ શબ્દ થી પેટ ભરાઈ ગયું હોય એમ ભોજન અરધું મૂકીને એમણે દરવાજા ભણી સફાળે ડગ માંડ્યા.બહાર આવતા સુધીમાં તો કઈ કેટલાય અપ્રગટ વિચારો એમના દિલ અને દિમાગની ઘુમરીઓને રણકાવી ગયા.

      ટપાલી નજીક આવતા જ એમનાથી બબડી પડયું. ’હાશ! આખરે જીવણ આવી ખરી!મારો તો ભવ સુધરી ગયો.વર્ષોની ઇંતેજારી આજે ફળી ખરી .

     તેજકાકાના મોઢે નામ સાંભળીને ટપાલીએ જીવણ નો જ પત્ર છે એવું ઉચ્ચાયું. ને તે જ ઘડીએ પળવાર એ ફાટફાટ થતી જુવાનીમાં પહોચી ગયા.

     પત્ર હાથમાં લેતા જ એમણે ઊંચેરા આકાશ તરફ નજર દોડાવી.

   પરમપિતા પરમાત્માનો ઉમળકાભેર આભાર માન્યો.એમનાથી બબડી જવાયું. ’વાહ કુદરત વાહ!ઘરડે ઘડપણમાં તે મને જવાની પછી આપી ખરી.’

   તેઓ ઉમરમાં સિતેરના દાયકાને વટાવી ચુક્યા હતા.

એકલા હતા.એકલતા હતી.આડી અવળી તિરાડો પડેલી દીવાલો હતી.

ભીની ભીની પણ શુષ્ક થતી જતી કોઈની યાદ હતી. સંગાથમાં માત્ર સોનેરી ખ્વાબ હતું,જીવણ સાથે મરવાનું. બાકી જર્જરિત મકાન અને ચાર પાંચ ભાંગ્યા તૂટ્યા હાંડલા સિવાય કશું જ નહોતું અંદર!

 હા,ઉરમાં અજબ પ્રકારની જીજીવિષા હતી. મકાનમાં ચાર ઓરડા હતા. તેમાં ત્રણ સ્મશાનવત બની ગયા હતા. ને એકમાં એ આનંદથી વ્યથિત જીવન ગુજારતા હતા.

   તદ્દન બેઠા ઘાટના મકાનની જર્જરિત દીવાલો અંદર કોઈ જર્જરિત માણસ રહે છે એની ચાડી ખાતી હસતી હતી. પોળના નાકે જ આવેલું આ અત્યંત જર્જરિત મકાન આખી પોળની સુંદરતાને  ઘાટને ભરખી જતું હતું  જાણે! છતાંય પોતાના માલિકની ખાતર જીવી રહ્યું હતું.

    તેજસ પોતાના પિતાનું એકમાત્ર સંતાન હતો.

   એ બાળપણ થી લઈને યૌવનના ઉંબરાના પહેલા પગથીયા સુધી એમણે ખુબ જાહોજલાલી ભોગવી હતી.યુવાનીના ઉંબરે બીજો પગ મુકતા જ એમના સબંધોની જિદગીમાં એક એવો ભયંકર વંટોળિયો ફુંકાઈ ગયો કે આજીવન કુંવારા રહેવાની ભીષ્મપ્રતિજ્ઞા લઈ બેઠા.

 વંશવેલો ટકાવી રાખવા પિતાએ ખુબ મનાવ્યા પણ તેઓ કેમેય કરીને લગ્ન કરવા તૈયાર જ નહોતા. લોહીના સંબંધ કરતાંય સ્નેહનો સંબંધ  ઉંચો છે શાયદ!

   ઘસાઈ ગયેલા ચશ્માં આંખે વળગાડીને એમણે વળગાડી એમણે પત્ર ખોલવા માંડ્યો. ખોલતા પહેલા સો સો બચીઓં ભરી.એ પત્ર નહી પણ એમની જીવણ હતી જાણે.

અચાનક જીવણનો ચહેરો ભીની ભીની થતી જતી આંખો આગળ મ્હોરવા લાગ્યો. 

એ અતીતની યુવાનીમાં સરી પડ્યા.પોતે પહેલીવાર જીવણને ક્યા મળ્યા હતા એ યાદ આવ્યું. પ્રથમવાર એને જોઈ ત્યારે પારિજાતની જેમ કેવી ખીલતી હતી એ. જાણે હમણાં જ કળી ખીલી હોય એવી એની આભા હતી.

  જીવણને જોઈને પોતે કેવા શરમાઈ ગયા હતા એ યાદ આવ્યું. અબુધ નાદાનિયતમાં એ બંને કેવા તો એકમેકમાં ઓગળી ગયા હતા.

       જીદગીની પ્રથમ લાગણી પ્રથમ ચાહત-સ્નેહ મુલાકાતો,આનંદ મસ્તી,ફુલોના ઉપવનમાં નાચતું કૂદતું પતંગિયું હતું એ જિદગી.

 પ્રસંગે પ્રસંગના વિચારે એ જવાન થતા જતા હતા.

   વિજોગની ઇંતજાર ભરી સ્થિતિમાં જે શરીર સાવ સાવ જર્જરિત થઈ ગયું હતું. એ શરીરમાં ઘડીકમા કુંપળો ફુટી ને એ અડીખમ ઝાડ બની ગયું. જેના  જવાથી રગેરગ સુકાઈને કોકડું થઈ જવા પડી હતી. એ રગમાં પ્રચંડવેગથી પડતા ઝરણાની જેમ લોહી દોડવા પડ્યું હતું.

     માત્ર વર્ષો પછી પોતાના જણનો પત્ર આવતા હૈયું આવું જવાન થવા લાગ્યું હતું તો એ જણ રૂબરૂ આંખ સામે આવીને ઊભું રહેશે ત્યારે હૈયું ક્યાંનું ક્યા પહોચી જશે.

  અચાનક છાતીમાં પ્રચંડ સુનામી સર્જાઈ. મસ્તિષ્કમાં ધરતીકંપ થવા લાગ્યો.એ ઢગલો થઈ ને ભોય ઢળી પડ્યા. પત્ર ઉડીને કોઈ ખૂણામાં ભરાઈ ગયો.  એમને જીવણની વિદાય યાદ આવી ગઈ. કેવા કેવા કોલ આપ્યા હતા એને. ને કેવી એ પળવારમાં બધુય વિસરીને બીજા જોડે લગ્ન કરી ગઈ હતી.ને આજ લગીની જિદંગીમાં ન  કોઈ વાવડ કે ના દેખા દીઘી.

 કેમ? કેવી હાલતમાં છોડી ગઈ ગઈ હતી એ?

જાણે કોઈ સંબંધ જ નહોતો એમ!

જાણે એકવારનો એનો તેજસ મરી ગયો હોય એમ! અને એ પણ એ જરૂર આવશે એવી ઝંખનાએ મરી મરીને જીવી રહ્યા હતા .

    જીવણનો વૃતાન્ત યાદ આવતા એ ભાનમાં આવ્યા. જીવણ ખુદ જીવન લઈને આવી છે , આ પત્ર રૂપે! એવુ ભાન થતા એમણે અતીતને ખંખેયોં. મારી નાખ્યો.

પત્ર વાંચવા માંડ્યો .

     “તેજસ, તમારી સાથેની હસીન દુનિયા છોડીને જયારે નવીન  જીંદગી સજાવવા અહી આવી હતી, ત્યારે મનમાં સુખના આનંદના પારાવાર સાગર લઈને આવી હતી. કિન્તુ સુખનું ગજું  શું કે એ કોઈને આજીવન સુખી રાખી શકે? એ સુખ હવે દુઃખનો ભયંકર દાવાનળ બનીને હદયને પારાવાર દઝાડી રહ્યો છે.  તમારો સ્નેહાળ  સાનિધ્ય  છોડીને ગઈ એ બદલ અફસોસ થઈ રહ્યો છે,ને તમને વિજોગની એકલતાભરી ગમગીન ગતમાં છોડતી ગઈ એનો અત્યારે ક્ષોભ અનુભવી રહું છું.

   નાનપણમાં બાળપણ વીતી ગયું. કિશોરાવસ્થા તમારી સાથે આનંદમા ગળી. ચડતી જવાનીએ તમોને વિસરીને લગ્ન કરી લીધા.સંસાર સુખ દુ:ખ માણ્યાં. ઘરડે ઘડપણ હવે ક્યાય આરો નથી.પતિના મુત્યુ બાદ સંતાનોના ઘેર સંતાકુકડી બનીને જીવતી રહી. વખત આવ્યો ને સંતાનો ઘરડેઘડપણમાં એકલા મૂકી ગયા. એ ગયા એ ગયા. છેલ્લા ત્રણ વરસથી સતાનો નું કોઈ પતુ  નથી. જાણે હું ની:સંતાન  હોઉં એમ નિરાધાર બની ગઈ છું. આજે જીંદગીની એકલતામાં હવે મને આભાસ થાય છે કે મારા વગર તમોએ જીંદગી ને કેમ મનાવી રાખી હશે?

    જીંદગી ઉન્માદમાં વિતાવી. ઘડપણમાં દુ:ખ આવી રહ્યું છે.આ છેલ્લી ક્ષણોમાં હદય સહારો ફંફોસ્તુ હતું.ને આજે અચાનક હોઠ પર તમારું નામ આવ્યું.અતીતને વિસરી જઈને તમારા સામીપ્યમાં આયખું  પૂરું કરવા ઇચ્છુ છું.તમને દુ:ખ દીધાના અફસોસમાં તમારી સગાથે રહેવા માગું છું.

    ક્દાચ મને ખબર હોત કે સંતાનો આવા વંઠેલા નીકળશે.જીંદગીની સંધ્યાએ તમારા હુંફની જરૂર પડશે. એ જાણતી હોત તો કદાચ  તમારાથી દુર થઈ ન  હોત.”

      ‘ક્ષમા કરજો .

પત્ર મળતા જ મારા સરનામે આવી ને મને લઈ જજો.’

                        - લિ તમારી જીવણ

    પત્ર વાંચતા  વાંચતા તેજ્સકાકા તેજસ બનતા જતા હતા. પત્ર ને પૂરો વાંચ્યા બાદ એ નાચી ઉઠયા.જાણે ભગવાન મળ્યો હોય! સાથે કબર બની ગયેલું એમનું ઘર આળસ મરડીને ઊભું થઈ ગયું નવા આગંતુકને વધાવવા. જીંદગીની છેલ્લી ક્ષણમાં જેની ઝંખના હતી. એ જણનો પત્ર મળતા જ એમના જીવમાં જીવ આવ્યો.

  ને તેજસકાકાએ એ જ ઘડીએ જીવણ તરફ દોટ મૂકી.

                                                                                                             

                                                                                                  - 

                                                                                                       

   

 

 

 

 

 

 


Rate this content
Log in