STORYMIRROR

Irfan Juneja

Others

3  

Irfan Juneja

Others

હમ તુમ્હારે હૈ સનમ - ૨

હમ તુમ્હારે હૈ સનમ - ૨

4 mins
27.7K


આયત કિચનનું કામ કરી રહી છે અચાનક એની નજર એક મીઠાઈના ડબ્બા પર પડે છે.

"અમ્મી.. આ મીઠાઈ કોને ત્યાંથી આવી છે?"

"તારા માસા આવ્યા હતા જેતપુરથી. એમના છોકરા હારુનના લગ્ન છે."

"ઓહ.. મમ્મી હારુનભાઈના લગ્ન..? આપણે જઈશું ને...?"

આયતના મમ્મી એની તરફ ગુસ્સેથી જુવે છે અને જાણે આયાતે કોઈ પૂછીને પાપ કર્યું હોય એવું વર્તે છે.

રાજકોટના રેસકોર્સ નજીક આવેલ એક મેદાનમાં ક્રિકેટ મેચ રમાઈ રહી છે. અરમાન રાઈટ હેન્ડ બેટ્સમેન છે. અરમાન સટ્રાઈક પર છે. પહેલાં જ બોલ પર સિક્સ મારે છે. બોલર જયારે બીજો બોલ યોર્કર લેન્થથી કરે છે ત્યારે અરમાન ક્લીન બોલ્ડ થઇ જાય છે. બોલ્ડ થતાની સાથે જ અરમાન ગુસ્સે થઇને મેદાનની બહાર ચાલ્યો જાય છે. મેચ પૂરી કરીને અરમાન ઘરે પાછો આવે છે. અરમાનના મમ્મી પપ્પા જમવા બેઠા હોય છે. અરમાન પણ ફ્રેશ થઇને જમવા બેસે છે.

"અરમાન બેટા આજે તારા માસા આવ્યા હતા જેતપુરથી, એમના દીકરા હારુનના લગ્ન છે... તું પણ અમારી સાથે લગ્નમાં આવજે..."

"અમ્મી... અરમાન ક્યાંય નઈ જાય. મારે ટુર્નામેન્ટ શરુ થવાની છે અને આમ પણ ગામડાંમાં મને ઘૂંટન થાય છે..."

"અનિશા મેં કહ્યું હતું ને તારો દીકરો નઈ માને...? શું કામને એની સાથે વાત કરીને સમય બરબાદ કરે છે..." અરમાનના પિતા આસિફ અલી બોલ્યા.

"હા ચલો કઈ વાંધો નહિ આપણે બંને જઇ આવીશું..." અનિશા જી બોલ્યા.

આયત પોતાની સહેલી સારા સાથે રાત્રે પોતાના ઘરે હિંચકા પર બેઠી હોય છે. સારા ને પોતાની દુવિધા વિષે જણાવી રહી હોય છે...

"સારા... આજે મેં અમ્મી અને અબ્બુની વાત સાંભળી. અમ્મી કહેતી હતી કે આયતને તો લગ્નમાં લઇ જ નથી જવી. રાજકોટવાળા પણ આવશે. જો અરમાન એમની સાથે આવ્યો હશે તો...? નથી લઇ જવી એને. મારા અબ્બુ એ કહ્યું અરમાન કોઈના પ્રસંગમાં ક્યારેય નથી આવતો મારા પિતાજી ગુજરી ગયા ત્યારે આવ્યો હતો ૧૨ વર્ષ પેહલા."

"હા આયત... તારી ચિંતા સમજી શકું એમ છું. આ લગ્ન જ તો તમારે એક બીજાને જોવાનો એક મોકો છે."

"સારા વાત એ નથી... વાત એ છે કે અમ્મી એ અબ્બુને એમ પણ કહ્યું કે અનિશા અને આસિફ અલી મળે તો કહી દેજો કે હવે એ દસ વર્ષ પહેલાં આપેલી જબાનની કોઈ કિંમત નથી. અમે અમારી આયતનું બીજે જોઈ રહ્યા છીયે..."

"આયત... તું ચિંતા ના કર... રબ પર ભરોસો રાખ. અલ્લાહએ જોડીયો આસમાનથી જ બનાવીને મોકલી હોય છે. જો તારી સાથે અલ્લાહ એ અરમાનનું નામ જ લખ્યું હશે તો કોઈ તમને લાખ કોશિશોથી પણ અલગ નહીં કરી શકે..."

"હા સારા હું પણ એ જ વિચારું છું કે મેં તો દિલથી એને મારો માની લીધો છે. કાશએ પણ મને દિલથી એની માની લે. હું નમાજ પઢીને દુઆ કરું છું કે એ ખુદા એ આવશે એના ઇન્તેજારમાં હું દરેક લગ્ન-પ્રસંગમાં જાઉં છું. બસ પરવરદિગાર તું એને જેતપુરવાળા માસીના લગ્નમાં જરૂરથી લઇ આવજે અને મને પણ અમ્મી સાથે લઇ જવાની પરવાનગી આપે..."

"બસ આયત તું ચિંતા ન કર... બધું જ સારું થઇ જશે..."

અરમાન એના એક પિતરાઈ ભાઈ અક્રમ સાથે એક જ રૂમમાં પોતાના ઘરે રાજકોટ રહે છે. અક્રમ એને જેતપુર લગ્નમાં આવવા આજીજી કરે છે પણ અરમાન એને નકારે છે.

"અરમાન, દરેક લગ્નમાં આયત આવે છે... એ મને પૂછે છે તમે રાજકોટવાળા માસીને ત્યાં રહો છો ? અને હું એને હસતા હસતા જવાબ આપું છું કે હા હું અરમાન સાથે એક જ ઓરડામાં રહું છું. એ બિચારી શર્મથી લાલ થઇને ચાલી જાય છે. એ પણ આવશે ચાલ ને તું..."

"એ મળે તો એને મારા તરફથી સલામ કહેજો... અને હા એને એ પણ કહેજો કે હું એનો મંગેતર નથી..."

આટલું કહીને અરમાન સુઈ જાય છે. રાત્રે એની ઘોર નિદ્રામાં એક સ્વપ્નની શરૂઆત થાય છે. એક છોકરી નમાજ પઢી રહી હોય છે અને બીજી છોકરી હિંચકા પર બેસી એની નમાજ પૂરી થવાની રાહ જોઈ રહી હોય છે.

"તારી નમાજ પૂરી થઇ ગઈ...? ચાલ તું દુઆ કરી લે પછી હું તને એક વાત કહું..."

"હા, થઇ ગઈ દુઆ બોલ શું વાત છે...?"

"ચાલ આપણે દરગાહ પર જય આવીએ..."

"આટલી રાત્રે ? તને તો ખબર જ છેને મારા અમ્મી વિષે એ મને ક્યાંય બહાર નહિ નીકળવા દે..."

"અરે હું એકલી નથી આપણાં વર્ગની બધી જ છોકરીઓ છે. અને તારા અમ્મીને મેં પૂછી લીધું છે..."

"ઓકે તો સારું... ચાલો તો જઇયે..."

છોકરીઓ ટોર્ચ લઈને ગામથી એક કિલોમીટર દૂર આવેલ જમીયલશાં દાતારની દરગાહ એ પહોંચે છે. ત્યાં દિપક જલાવીને મૂકે છે અને મન્નતનો દોરો મજારની જાળી પર બાંધે છે.

અરમાન અચાનક જાગી જાય છે અને એ ઓરડાની બહાર આવી જાય છે.

"શું થયું બેટા...?" અનિશા જી એ પૂછ્યું.

"કઈ નઈ અમ્મી ડર લાગે છે..."

"અહીં આવીજા દીકરી મારા ખોળામાં માથું રાખીને સુઈ જા... "

"બેટા કોઈ સ્વપ્ન જોયું?"

"હા, અમ્મી મેં જોયું કે થોડી છોકરીઓ કોઈ દરગાહ પર છે અને એ દિપક જલાવી રહી છે..."

"હા તો બેટા એમાં ડરવા જેવું શું છે ?"

"અમ્મી, એ દિપકની જ્યોત જાણે મારા ચહેરા પર આવી રહી હોય એમ મને અનુભવાતું હતું. મને એ જ્યોતની ગરમી સ્પર્શી રહી હતી..."

"સારું બેટા ચાલ વાંધો નહીં... આજે તું મારા ઓરડામાં સુઈ જજે..."

"અમ્મી એવી કઇ છોકરી છે જેની જમણી બાજુના ગાલ પાસે એક તિલ છે...?"

"આયત ના..." અરમાનની નાની બહેન ઝોયા એની અમ્મીની બાજુમાં બેઠી હતી એ બોલી અને અરમાન આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યો.

"અમ્મી જેતપુર લગ્ન ક્યારે છે...?"

"આ આવતા શુક્રવારે... કેમ?"

"તમે લોકો ક્યારે નીકળવાના છો ?"

"આવતા મંગળવારે... પણ કેમ ?"

"હું આવીશ તમારી સાથે..."

અરમાનનું આટલું બોલતા જ એના અમ્મી અનિશા જી પણ આશ્ચર્યમાં પડી ગયા...

ક્રમશ:..


Rate this content
Log in