ગોપુ
ગોપુ

1 min

486
આખો દિવસ "પાની... પાની... ઠંડા પાનીની બૂમો પાડી થાકી ગયેલો ગોપુ વધેલી પાણીની બે બાટલી ઝૂંપડાના ખૂણે મૂકી જરાક ખાટલે આડે પડખે થવા જતો હતો ત્યાં માનો સાદ સંભળાયો,
"ગોપુઉઉઉઉઉઉ....ઘરમાં પીવાનું બિલકુલ પાણી નથી "
ગોપુ રસોડાના ખૂણે પડેલું પ્લાસ્ટીકનું કેન લઈને ગીત ગણગણતો નજીકના જાહેર નળ પર પાણી ભરવા ગયો.