Krunal Jayswal

Others Romance

3  

Krunal Jayswal

Others Romance

દોસ્તી અને પ્રેમ

દોસ્તી અને પ્રેમ

7 mins
15K


સ્થળ - એસ.જી. હાઈવે. સમય રાત્રીના 2 વાગીને 11 મિનીટ હવામાં ખૂબ જ ઠન્ડક હતી (પણ વર્તાતી નહોતી કેમ કે માહોલ એકદમ તંગ હતો ) ઘણા વર્ષો પછી આજે ફરી મળવાનું ગોઠવ્યું હતું. રાતનું ભોજન પતાવ્યા પછી ચાલુ કરેલી ટ્રુથ એન્ડ ડેર ગેમ એ કૈક અલગ જ વળાંક લીધો હતો. પોતાના ખૂબ જ પાક્કા કહી શકાય એવા મિત્રોની ક્યારેય ન સાંભળી હોય એવી રસપ્રદ વાતો જાણવા મળેલી. કોઈ પણ ઊંઘવાના મૂડમાં નહોતું.

ફરી એક વાર બોટલ ગોળ ફરી અને જાણે એ પણ કાઈ જાણવા માંગતી હોય તેમ મારી અને નિકિતાની વચ્ચે સ્થિર થઈ અને મારી સામે જોયું અને મેં ખભા ઊંચા કરી ને જણાવયું કે પૂછી શકે છે કાંઈ પણ, મેં મારી આદત મુજબ ડેર કહેવાનું ટાળ્યું. અને અચાનક એણે ન પૂછવાનું પૂછી નાખ્યું,

'કે કૃણાલ એવી વ્યક્તિ તારા જીવનની કે જેને તે બેશુમાર પ્રેમ કર્યો હોય અને કહી ના શક્યો હોય.'

'હવે મજા આવશે' કેયુર બોલ્યો.

અને વર્ષો જૂનો ભૂતકાળ આજે ફરી જીવંત થઈ ગયો. કેટલીક વાતો કહેવા માટે નહીં પણ માત્ર સહન કરવા માટે હોય છે. પણ હું બંધાયેલો હતો સત્ય બોલવા માટે મારા આદર્શો ના કારણે.

આજે પણ મોડો આવ્યો ? ક્લાસરૂમમાં પ્રવેશતા સાહેબે અટકાવ્યો. 'બોલ આજે શુ બહાનું છે ?' 'સાહેબ બિલાડી આડી ઉતરી હતી' અને આખો ક્લાસ ખડખડાટ હસવા લાગ્યો અને મારો જવાબ સાંભળ્યા પછી સાહેબની નજરનો શિકાર બનવા કરતા ઉતાવળે પગલે એક અપરિચિત અને અજાણી છોકરીની પાછળ જઈને બેઠો. હું નકશો પણ મારી ટેવ મુજબ ભૂલી ગયો હતો. મેં આજુબાજુ નજર દોડાવી નજીકમાં કોઈ મિત્ર નહોતા. તેથી મેં આજુબાજુ નજર દોડાવાના વ્યર્થ પ્રયત્નો બંધ કર્યા અને આગળની છોકરી પાસે નકશો માંગ્યો બસ ! ત્યારથી જાણેલો રાધિકા એ મને બન્ને એક જ સ્કૂલમાં હતા. એક જ ટ્યૂશનમાં પણ અને ક્યારેક ઘરની અગાશીમાં પણ. કેમ કે બન્ને એક જ સોસાયટીમાં રહેતા હતા. અવારનવાર મારા ઘરે આવાનું થતું. ખરેખર તો મારા ઘરે આવાનું એનું મુખ્ય કારણ મારા મમ્મી હતા પ્રેમાળ અને વાતોડીયા. મારુ આકર્ષણ તો એને પછી થયું.

બન્ને ટ્યૂશનમાં સાથે જતા એ દિવસે ઉપરાઉપરી બે દિવસના ટ્યૂશન હતા. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. કલાસ રૂમના ખ્યાલ જ ન રહ્યો કે બહાર આટલો વરસાદ વરસી રહ્યો છે. બારણું ખુલતું ત્યારે અવાજ આવી જતો. ટ્યૂશન પુરા થયા બાદ પણ વરસાદ ચાલુ જ હતો. ઘરેથી અસંખ્ય ફોન આવી ગયેલા પણ હજી વરસાદનું જોર ઓછું નહોતું થયું. રીક્ષા માટે નઝર દોડાવી પણ ક્યાંય મળી નહી. જેમ બધી તકલીફો એક સાથે આવવાની હોય એમ પલળવાને લીધે મોબાઈલ પણ બંધ થઈ ગયો. હવે એક જ રસ્તો હતો, ચાલતા ઘરે જવાનો. એ વરસાદી સાંજે પાણી ભરાયેલા રસ્તા પર ખાબોચિયાને પસાર કરવા ગાળેલો એક કલાક કૈક અલગ જ અસર કરી ગયેલો. ૧૬ વર્ષ ૨ મહિના અને ૨૧ દિવસની ઉમર હતી પોતાની જાણ બહાર એ ચાહવા લાગેલી.

મને પોતાની શક્ય હોય તેટલી નજીક રાખતી હમેશા વાતો કરવાનું બહાનું શોધતી હોય છતાં આકસ્મિક રીતે મળી જવાનું નાટક કરતી. અને મારી પાસેની સીટ મળી જ જાય એવા પર્યંતનો કરતી. પોતાનો નાસ્તો મને ઉપવાસ છે એવું કહીને ખવડાવી દેતી મને ખબર રહેતી કે નહીં એનો ખ્યાલ નહિ . પણ બીજા વર્ષમાં હતા ત્યારે એણે પ્રપોઝ કરી દીધેલુ.સત્ય કડવું હોય, આકરું હોય, પણ સમજણ ના પડે તેમ તો ના જ હોય રાધિકાનો જવાબ મેં બહુ નીરસતાથી આપી દીધો કે 'મને રસ નથી તારા 'માં' ... લોબીમાં એકલી ઉભેલી રાધિકા અને દૂર સુધી જતો હતો.

હું... ખાસો સમય લાગ્યો એને ઠીક થતા. હક અને માંગણી કરવાના સબંધ હવે પુરા થઈ ગયા હતા...[ કોઈ વ્યક્તિ તમારી સાથે ઝઘડો , હક કે માંગણી કરવાનું બંદ કરી દે તો સમજવું કે તમે એ વ્યક્તિથી ખૂબ દૂર થઈ ગયા છો ] અને પછી બન્ને વચ્ચે ડિસ્ટન્સ વાળી મિત્રતા રહી. કોલેજ પુરી થયા પછી પણ મળતા રહ્યા બન્ને. સી.સી.ડી.ની કોફી મને ભાવે નહિ અને કીટલી એ ઉભા રહીને ચા પીવી એને ગમે નહિ. બસ નાનકડી વાતમાં ચર્ચા પર ઉતરી આવીએ બન્ને અને પેલી પીવાયેલી કે ન પીવાયેલી કોફી કે ચાની ક્ષણો વિખરાઈ જતી. યાદ રહેતું તો બસ ચર્ચાઓ અને અંતે જન્મતું દુઃખ. હું માત્ર એકવાર જુઠું બોલેલો કે મને રસ નથી તારામાં ખરેખર તો મને ખબર પડતી હતી એની આંખોમાં, વર્તનમાં, વાણીમાં તથા વ્યવહારમાં હું અનુભવી શકતો હતો.પણ એ સમયે મને સપના અને મારી લાચારી વધુ અનુભવાતી હતી. ઘણી વખત હદય કબુલતું હોય છે કે એ કોના માટે ધબકે છે પણ ખોટા ઠરવાની બીક અને મનમાં રહેલો ઈગો સત્ય સ્વીકારવા નથી દેતો.

બધાની નજર રાધિકા અને મારા પર આવીને અટકી ગઈ હતી. વર્ષો પછી આજે સત્ય સામે આવ્યું હતું. મારી નજર નીચી હતી કારણકે રાધિકાની આંખોનો તાપ ઝીરવવાની મારામાં હિંમત ન હતી. સમય સાથે સંબંધોના દરેક સ્વરૂપમાં ફેરફાર આવે છે. સમય ગતિશીલ છે, અને પરિવર્તનશીલ પણ. એ રાત પછી સત્ય સામે આવી ગયું હતું છતાં પણ રાધિકા એ ક્યારેય એ વાત ફરી ના કરી. સંબંધ તૂટી જવાનો ડર હતો કે પછી ફરી ના સાંભળવાનો ડર, એનો ખ્યાલ નથી. પણ અમારી મૈત્રી પહેલાની જેમ અકબંધ રહી. એકબીજાને ઘરે વાટકી વહેવારના કારણે જવાનું થતું રહ્યું. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને સબંધ પણ પહેલાની જેમ સહજ થતો ગયો. એ અલગ લાગવા માંડેલી મને બેહદ ખુબસુરત લાગતી હતી હવે. જેની સાથે વાતવાતમાં ધબ્બો મારીને વાત થતી એની સામે જોઈ નહોતું શકાતું. જેની સાથે ખુલ્લા હાથે મારામારી થતી એનો અછળતો સ્પર્શ દઝાડતો હતો મને. એ કયા જાય છે એની પરવા નહોતી પણ હવે એનો અવાજ સાંભળવા મન બેચેન થઈ ઉઠતું.

એક રાતે હું ફેસબુક પર ગૂગલ પેજ સ્ક્રોલ કરી રહ્યો હતો અને અચાનક મેં એનો ફોટો કોઈની સાથે જોયો. અને ખબર નહિ કેમ હર્ટ થવા લાગેલું મને થોડા જ સમયમાં એના લગ્નની વાત સાંભળવા મળી મને અને ખબર નહિ કેમ પણ હૃદય એક ધબકારો ચુકી ગયું. રાધિકાના લગ્ન ? આ વિચારને સિરિયસલી તો લીધો જ નહોતો. કેમ મને દુઃખ થવા લાગેલું ? અને દિવસો જતા મને અહેસાસ થવા લાગ્યો કે ખબર જ ના રહી કે ક્યારે એ ફરી મનમાં અને જીવનમાં વસી ગયેલી ? ક્યારે એની લગ્નની વાતમાં ચીડવતા ચીડવતા હુ પોતે જ દુઃખી થઈ જતો ? ક્યારે હું એના વગર અધૂરું મહેસુસ કરવા લાગેલો. છોકરી હતી, પણ મારા બધા જ કામ કરી આપતી હતી. શર્ટનું બટન ટાંકવાથી માંડીને લાઈટ બિલ ભરવાનું. રોજે ગુડમોર્નિંગના મેસેજ આવતા પણ હમણાં બે દિવસથી બંદ હતા હું વિચારી જ રહ્યો હતો ને નજર ઘડિયાળ તરફ ગઈ જોયું તો એ પણ બંદ હતા.

તરત જ રાધિકાને ફોન લગાવ્યો. સેલ લાવી આપવા માટે પણ ના ઉપાડ્યો. બીજી વાર કર્યો પણ ફરી અસફળતા. આવું ઘડીવાર ચાલ્યું એટલે ખૂબ જ ગુસ્સો આવ્યો અને મમ્મીની બૂમ સંભળાઈ કે ચાલ જમવાનુ થઈ ગયું છે અને આવતી વખતે રૂમનો પંખો બંદ કરીને આવજે પણ મેં જવાબ ના આપ્યો. ફરી બોલાવ્યો, નથી જમવું યાર. પ્લીઝ મને હેરાન ના કર. ગુસ્સો છલકાતો હતો મારા અવાજ માત્રમાં જ એવી વ્યક્તિ છે જે ચેહરા પરની નિખાલસતા અને ગુસ્સો બન્ને ખૂબ સરસ રીતે વાંચી શકે.

'શુ થયું ?' મમ્મી એ પૂછ્યું

'કંઈ નહીં એક વાર પૂછવાથી જવાબ નહિ મળે ?'

'મારી ઘડિયાળ બંધ છે અને જોને આ રાધલી ફોન નથી ઉપાડતી.'

'બેટા ક્યાં સુધી નિર્ભર રહીશ એના પર ? હવે લગ્ન નક્કી થયા છે એના એના વગર સમય થમ્ભી જાય ને તો ચલાવવો તો આપણે પડે.'

ખરેખર મને અહેસાસ થયો ને અચાનક હું ઉભો થઈને ઘરની બહાર નીકળી ગયો.

'ક્યાં જાય છે ?' મમ્મી. એ બૂમ પાડી પણ જવાબ આપવાનો મારી પાસે સમય જ ક્યાં હતો સીધો ચાલ્યો ગયો રાધિકાના ઘરે.

'કયા છે રાધિકા ?' આંટી ઉપર ની તરફ ઈશારો કર્યો એમણે અને ઉપર જઈને જોયું તો એ બારી પાસે બેઠી હતી.

'લે તું આવ્યો.' એણે કહ્યું ...

'કેમ આશા નહોતી ?' મેં કહ્યું અને હું ચુપચાપ ઉભો રહ્યો.

'શુ પૂછવું છે ?'

'પૂછવું નથી જવાબ આપવો છે ?'

'શેનો ?'

'એ સવાલ નો જે તે પાંચ વર્ષ પહેલાં પૂછ્યો હતો અને હું ખોટું બોલ્યો હતો.' અને એ વળગી પડી મને. અને ટૂંક જ સમયમાં દોસ્તી અને પ્રેમમાં જોડાયેલા બે દોસ્ત લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયા.

"યાદો નું બંધન તોડવું એટલું પણ સહેલું નથી હોતું

કેમ કે કેટલાક લોકો હૃદયમાં વસતા હોય છે લોહી ની જેમ."


Rate this content
Log in