STORYMIRROR

Tejal Parekh

Children Stories Inspirational

4  

Tejal Parekh

Children Stories Inspirational

દિવા સ્વપ્ન

દિવા સ્વપ્ન

3 mins
515

અંજલી બહેનનો ગામમાં ભારે દબદબો. તેમની કાર્યનિષ્ઠાથી તેમના ગામમાં ખૂબ પ્રભાવ જોવા મળતો હતો. લોકો તેમનો પડતો બોલ ઝીલતા હતા. તેમણે પણ પોતાનું પૂરું જીવન ગામને સમર્પિત કર્યું હતું. પ્રાથમિક શાળામાં શિક્ષિકાબેન હોવાને નાતે શિક્ષણ ક્ષેત્રે તેમણે ઘણા બદલાવ કર્યા. ગામની દીકરીઓને શિક્ષણના પાઠ શીખવ્યા, દૂર વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી, કાર્યકાળ દરમિયાન તેમને ઘણા સારા નરસા અનુભવો થયા કરતાં પણ શિક્ષણનો જીવ હોવાથી ક્યારે પણ તેઓ ડગ્યા નહીં. તેમણે ઘણા બાળકોના દિવા સ્વપ્ન પૂર્ણ કર્યા હતા.

અંજલીબેન પોતાનો બધો જ સમય શાળાના બાળકો સાથે જ વિતાવતાં અને આ સંબંધ મા-દિકરીના પ્રેમમાં પાંગરતો. અંજલીબેન તેમને એક નવી ઉડાન ભરવા શિક્ષણરૂપી પાંખો અર્પણ કરતા. દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે પણ મદદ કરતા, પરંતુ ઘણીવાર જુનવાણી વિચારસરણી ધરાવતા ઘણા વડીલોને ખુચતું હતું. તેઓ તેમનો વિરોધ પણ કરતા, પરંતુ અંજલીબહેનની સેવા નિષ્ઠા આગળ તેમનું કાંઈ વટતું નહીં, તેમાંય મા વગરની સરપંચ ભરતકાકાની દીકરી જાનકી માટે તો અંજલીબહેન મા કરતા પણ વધારે બંને વચ્ચે મા દીકરી જેવો સંબંધ એકબીજા વગર જરાય ચાલે નહીં. જાનકી અંજલીબહેનું ખૂબ ધ્યાન રાખતી. તેમનો પડતો બોલ ઝીલતી, તો અંજલીબેન તેને ભણાવવામાં કોઇ કસર ન રાખતા. નાની જાનકી નાનપણથી જ ખૂબ દેખાવડી, ચંચળ અને હોશિયાર. ભણવામાં હંમેશા અવ્વલ, તે હંમેશા કલ્પનાઓમાં રાચતીને દિવાસ્વપ્ન જોયા કરતી કે હું પણ મોટી થઈને શિક્ષીકા બનીશ અને અંજલીબહેન પણ તેને પ્રોત્સાહન આપતા કહેતા કે મારા પછી આ સ્કૂલ તારે સાંભળવાની છે.

ઘણીવાર અંજલીબેનની ગેરહાજરીમાં તે જ શાળા સંભાળતી, તેમાંય ગણીવાર અંજલીબેનની નકલ કરતાં જાનકી પકડાતી પણ હતી અને અંજલીબેન તેના આ કાર્યની મીઠી ટકોર પણ કરતાં ખુશ પણ થતા. તેમને તેમનું પ્રતિબિંબ જાનકીમાં દેખાતું, આ બાજુ ભરતકાકા એક ગંભીર રોગમાં સપડાયા. બાપ-દીકરી એકલા જ હોવાથી ભરતકાકાને દીકરીની ચિંતા થવા માંડી અને એક સારા ઘરે જાનકીનું સગપણ કર્યું. જાનકીનું આગળ ભણવાનું દિવાસ્વપ્ન તૂટી ગયું.

ડાહી જાનકીએ પરિસ્થિતિ પામી જતા પિતાની આજ્ઞા સ્વીકારી, લગ્ન માટે હા પાડી અને એક સુખી સંપન્ન પરિવારમાં તેના લગ્ન થયા. દીકરીની વિદાય અને એક્લવાયા પણથી થોડાક જ સમયમાં ભરતકાકા મૃત્યુ પામ્યા. પિયર પક્ષે હવે જાનકીનું અંજલીબેન સિવાય બીજું કોઈ ન હતું. બંને એક બીજાના ખબર અંતર પૂછતા રહેતા. જાનકી ખૂબ સારા અને સંસ્કારી પરિવારમાં ગઈ હતી, સમય જતાં તે એક દીકરીની માતા પણ બની તે એટલી સુખી હતી કે તેને જોઈને અંજલીબહેનની આંખ ઠરતી પણ કહેવાય છે ને સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે છે તેમ એક અણધારી આફત જાનકી પર પણ આવી પડી.

એક કાર અકસ્માતમાં જાનકીના પતિનું મૃત્યુ થયું. જાનકી પર જાણે આભ તૂટી પડ્યો. જાનકી એકદમ નિરાધાર બની ગઈ તેને ઘણીવાર આત્મહત્યા કરવાના વિચાર પણ આવતો ? પણ દીકરીની સામે જોતાં જ તેનામાં હિંમત આવતી, પૂરી દુનિયામાં જાનકી હવે એકલી પડી ગઈ હતી. ઉપરથી માથે દીકરીને મોટી કરવાની જવાબદારી એકલા જીવનનિર્વાહ કરવો તેના માટે ખૂબ કપરું થઈ ગયું હતું. અધુરા ભણતરને કારણે તેને ક્યાંય નોકરી પણ ન મળતી. આખરે અંજલીબહેને તેને આગળ અભ્યાસ કરવા તૈયાર કરી. જીવનનાં કડવા અનુભવો અને દીકરીના ભવિષ્યનો વિચાર કરતાં તેણે ભણવાનું શરૂ કર્યું. અંજલીબેનની દિશા સૂચન અને જાનકીને તનતોડ મહેનત રંગ લાવી. કોલેજમાં એડમિશન લીધું અને પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ. થોડાક સમયમાં તેને પોતાના જ ગામમાં શિક્ષિકાની નોકરી મળી તો આ બાજુ અંજલીબહેન નિવૃત્ત થયા અને તે જગ્યા જાનકી એ સંભાળી અને આખરે તે બંને જોયેલું દિવા સ્વપ્ન પૂર્ણ થયું.  


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati story from Tejal Parekh

સ્ત્રી

સ્ત્રી

3 mins വായിക്കുക

પ્રેમ

પ્રેમ

4 mins വായിക്കുക

કુલેર

કુલેર

1 min വായിക്കുക

પ્રેમ

પ્રેમ

4 mins വായിക്കുക